Western Times News

Gujarati News

કોર્પો.માં કોંગ્રેસનું કાર્યાલય નાનુ કરીને ઔવેસીની પાર્ટીનું કાર્યાલય બનાવાશે

અમદાવાદ, ગુજરાતમાં મહાનગરપાલિકામાં ભલે ઓછી સીટ આવી હોય પણ અસુદ્દીન ઔવેસીની પાર્ટી ૭ સીટની જીતને ઓછી આંકી શકાય તેમ નથી. અમદાવાદમાં એઆઇએમઆઇએમ પાર્ટીને ૭ બેઠક મળવી, એટલે લધુમતી મતદારોનું વલણ બદલાયા તરફ સ્પષ્ટ ઈશારો છે. અમદામાં માત્ર એક સભા કરીને એઆઇએમઆઇએમે ૭ બેઠક કબજે કરી છે.

ત્યારે હવે આ વચ્ચે કોર્પોરેશન ઓફિસ ખાતે એઆઇએમઆઇએમનું કાર્યાલય બની રહ્યું છે. ચૂંટણીમાં એઆઇએમઆઇએમના ઉમેદવાર વિજયી બનતા તેઓને કોર્પોરેશનમાં કાર્યાલય આપવામાં આવશે. કોંગ્રેસ કાર્યાલય નાનું કરી એઆઇએમઆઇએમનું કાર્યાલય બનાવવામાં આવી રહ્યું છે.

ગઈકાલે ગોધરા ખાતે અસુદ્દીન ઔવેસીની જાહેર સભા યોજાઈ હતી. ગત રાત્રે યોજાયેલી સભામાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી. તે તેમની ગુજરાતમાં લોકપ્રિયતા બતાવે છે. સાથે જ ત્યારે આ જંગી જાહેર સભામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઔવેસીએ સભામાં ભાજપ અને કોંગ્રેસ ઉપર વિવિધ મુદ્દા ટાંકી શાબ્દિક પ્રહારો કર્યા હતા.

તેમણે અમદાવાદમાં પોતાની પાર્ટીને મળેલી જીત બદલ મતદારોનો આભાર માન્યો હતો. તો સાથે જ કિસાન આંદોલન, પેટ્રોલ ડીઝલ ભાવ વધારો અંગે નિવેદન કર્યા હતા. ઔવેસી સભા પૂર્ણ કરી પરત જવા નીકળ્યા હતા ત્યારે ત્યાં ઉપસ્થિત જનમેદની સ્ટેજ તરફ ઘસી ગઈ હતી. સુરક્ષાકર્મી અને પોલીસને ઔવેસીના વાહનોના કાફલાને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.