Western Times News

Gujarati News

ભૂંડ ભગાડવા ખેતરમાં વીજતાર લગાવ્યા: તારને અડતા ખેડૂતનું મોત નીપજ્યું

મહેસાણા, રોઝ અને ભૂંડ જેવા પ્રાણીઓ ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચાડે છે ત્યારે પાકને થતા નુકસાનને બચાવવા માટે ખેડૂતો અવનવા રસ્તા અપનાવતા હોય છે. પરંતુ મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકમાં આવેલા કામલી ગામમાં ખેડૂતે ખેતરના ફરતે લગાવેલા વીજળીના તાર અન્ય ખેડૂત માટે જીવલેણ સાબિત થયા હતા.

પોતાના ખેતરમાં કામ કરતા ખેડૂતનો પગલ બાજુના ખેતરમાં લગાડેલા વીજળીના તારને અડતા ખેડૂતનું મોત નીપજ્યું હતું. પત્નીને નવ વાગ્યે ચા લઈને આવવા માટે કહીને ઘરેથી છ વાગ્યે નીકળેલા ખેડૂતના મોતથી સમગ્ર પરિવારમાં આભ તૂટી પડ્યું હતું. જાેકે, વીજતાર ગોઠવનાર ખેડૂત સામે પોલીસ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથધરી હતી.

મળતી માહિતી પ્રમાણે મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના કામલી ગામમાં ખેડૂત વિષ્ણુભાઈ પોતાના ઘરેથી સવારે ૬ વાગ્યે ખેતરમાં પિયત માટે નીકળ્યા હતા ત્યારે પત્નીને કહ્યું હતું કે ૯ વાગ્યે ખેતરે ચા લઈને આવજે ત્યાર બાદ તેમના પત્ની ખેતરે ચા આપવા ગયા હતા.

એ દરમિયાન વિષ્ણુભાઈ ખેતરમાં નજરેના પાડતા તેમણે ખેતરમાં વધુ તપાસ કરતા તેમણે પતિને ખેતરમાં મૃત હાલતમાં જાેતા ત્યાં જ ઢળી પડ્યા હતા ત્યાર બાદ પોતાના પુત્રને ઘરેથી બોલાવી એમ્બ્યુલન્સ મારફતે ઊંઝા ખાતે મૃતકને લાવામાં આવ્યા હતા જ્યાં તબીબે એમણે મૃત જાહેર કર્યા હતા. સમગ્ર ઘટનાને લઈને ઊંઝા પોલીસે મનુભાઈ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

મૃતક વિષ્ણુભાઈના પુત્ર જસ્મીન પટેલના જણાવ્યા પ્રમાણે ‘મારા પિતા ઘરેથી નીકળ્યા ત્યારે મમ્મીને ૯ વાગ્યે ચા લઇને ખેતરે આવી જજે તેમ કહીને નીકળ્યા હતા. મારી મમ્મી સવારે ૯.૩૦ વાગ્યે જ્યારે ખેતરે ચા આપવા જઇ રહી હતી ત્યારે મનુભાઇ પટેલના ખેતરના અર્થિંગ વાયરની બાજુમા પડેલા પિતાને જાેઇને મારી મમ્મીએ ફોન કરીને તારા પપ્પાને કંઇ થયુ છે

તુ આવી જા તેમ કહેતા જ હું બનાવ સ્થળે દોડી ગયો હતો. અહી પિતાના બન્ને પગ વાયર ઉપર હતા અને માતા આળોટીને રડી રહી હતી. ૧૦૮ને જાણ કરતા તબીબે પિતાને મૃત જાહેર કર્યા હતા’

ખેડૂતના મોતની ઘટનાને પગલે બનાવ સ્થળે પહોંચેલ પીએસઆઇ પાટીલ અને વીજકચેરીના અધિકારીઓએ ઘટના સ્થળનુ વિડિયોગ્રાફી સાથે પંચનામુ કરી અહી કૂવાની મોટરના વીજ કનેકશનમાંથી લીધેલા જાેડાણ સંબધે વાયર તેમજ ઇલેટ્રીક મોટર કબ્જે લીધી હતી.જ્યારે બીજીબાજુ પોલીસે ખેત માલિક મનુભાઇ કાળીદાસ પટેલની ધરપકડ કરી જેલમા મોકલી આપ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.