Western Times News

Gujarati News

સાબરમતી ઓફીસમાં તોડફોડ કરી મહીલા કર્મીની છેડછાડ કરતાં પોલીસ ફરીયાદ

પ્રાથમિક તબક્કે રૂપિયાની લેતીદેતીનો મામલો હોવાનું સામે આવ્યુ

 

અમદાવાદ : સાબરમતી વિસ્તારમાં એક બિલ્ડરની ઓફીસમાં ઘુસી જઈને રૂપિયાની લેતી દેતી મામલે બે શખસોએ તોડ ફોડ કરી કર્મચારીઓ સાથે મારામારી રી હતી ઉપરાંત એક મહીલા કર્મચારી સાથે ઓફીસનાં સ્ટાફ સામે જ શારીરીક છેડછાડ કરરવાની ફરીયાદ પોલીસ ચોપડે નોધાઈ છે.

કેવલ વિઝન કોર્પોરેશનની ઓફીસમાં કામ કરતાં મહીલા કર્મચારીએ પોલીસને જણાવ્યુ હતુ કે ગઈકાલે તે સાબરમતી ખોડીયાર માતાનાં મંદિર પાસે ચાલતી સાઈટ ઉપર હાજર હતા ત્યારે બપોરના સુમારે સુધીર સિહ તથા તેના પિતા રઘુરાજસિહ તોમર આવ્યા હતા અને ઓફીસમા તોડફોડ કરી મોહીત નામના એક કર્મચારીને માર્યા હતા ઉપરાંત ૩૨ વર્ષીય ફરીયાદી મહીલા જે એડમીન તરીકે નોકરી કરી છે તેમને પણ બાનમા લઈ કપડા ખેચીને શારીરિક છેડતી કરી હતી

બાપ દિકરો સુધીર તથા રઘૂરાજસિહ ઓફીસમાં તોડફોડ કરી માલિક કેવલને બોલાવીને મારા રૂપિયા આપવો નહી તો જીવવુ ભારે પડી જશે. તેવી ધમકીઓ આપી અગત્યના દસ્તાવેજા પણ પોતાની સાથે લઈ ગયા હતા. મહીલાની છેડછાડની ફરીયાદ થતા પોલીસ પણ ચોકી ઉઠી છે અને બંને શખ્શો ઝડપી લેવા સાબરમતી પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.