Western Times News

Gujarati News

ગોમતીપુરમાં પ્રાથમિક સુવિધા બાબતે ધરણાં

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરના ગોમતીપુર વોર્ડમાં છેલ્લા ઘણા સમયથી નાગરિકોના પ્રાથમિક પ્રશ્નો જેવા કે ડ્રેનેજ, પાણી પત્થર રીસ્ટેટ રોડ, પોલ્યુશન જેવા પ્રશ્નોથી રહીશો ખૂબ જ મુશ્કેલી નો સામનો કરી રહયા છે .

આ બાબતે ગોમતીપુર વોર્ડના મ્યુનિ. કાઉન્સીલર મહંમદ ઈકબાલ કાસભાઈ શેખે મ્યુનિ. એડિ સિ. ઈજનેરને પત્ર લખી જણાવ્યું છે કે મોહનલાલની જૂની ચાલી વાડીલાલ આઈસ ફેકટરીની બાજુમાં ચાલીના મેન રસ્તા મદ્રસા પાસેની લાઈન સમગ્ર ૪ ગલીઓની ડ્રેનેજ લાઈન વર્ષો જુની હોવાથી જર્જરીત અને લીકેજ થયેલ છે બે મહિનાથી ગટરો ઉભાય છે આ લાઈનને યુધ્ધના ધોરણે ચાલુ કરવાની માંગણી કરવામાં આવી છે. જયારે ઉષા સિનેમા રોડની લાલમીલ ચાર રસ્તા સુધીની ડ્રેનેજ લાઈન ચોકઅપ છે

તેમજ બીજી ત્રણ લાઈનો પણ ચોકઅપ હોવાથી ગટરો ઉભરાય છે ચંપા મસ્જીદ અને શકરાઘાંચી ગુજરાતી શાળા નં-૩ અને ૪થી સામે મહાકાલીના મંદિરની રોડ અને ચાલીની લાઈનો ર થી ૩ મહિનાથી ટેકનીકલ કારણે ઉભરાય છે.

યુસુફખાન પઠાણ લાલજી ફકીરની ચાલી, હબીબખાન જતરનુરખાન પઠાણ ગામડયા વાસની ઘરની નાની મોટી ગટરો તેમજ આ વિસ્તારમાં આવેલ અનેક ચાલીઓની ગટરો ઉભરાય છે. જયારે મહેંદીભાઈ મદની મહોલ્લા ઘર પાસે પાણીનું પ્રેસર ઘણા સમયથી ઘટી ગયુ છે જમાલભાઈ લાઈટવાળા ચારનલના ગલી શમશેરબાગ પાણીમાં કીડા નીકળે છે.

જયારે નાશીરભાઈ સાયકલવાળા શકરાઘાંચીની ચાલી ટોપી મીલ સામે, એફઆર સાયકલની બાજુમાં પગથિયા સુંદરમનગર સ્કુલની પાછળ કાદવ કીચડના કારણે પાણીજન્ય રોગનું ઉત્થાન હોઈ રોગચાળો ફાટી નીકળ્યો છે

આમ ગોમતીપુર વોર્ડમાં પાણી, ડ્રેનેજ રસ્તાની ઘણી સમસ્યાઓથી નાગરિકો પરેશાન થઈ રહયા છે આ બાબતે વારંવાર લેખિત, મૌખિક ટેલિફોનીક ફરિયાદ કરવા છતાં કોઈ નિકાલ થતો નથી. આ બાબત મહંમદ ઈકબાલભાઈ કાસભાઈ શેખે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં લેખિત ફરિયાદ કરી છે અને વહેલી તકે ઘટતુ કરવા માંગ કરી છે.

અત્રે નોંધનીય બાબત એ છે કે ગોમતીપુર વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી પ્રાથમિક સુવિધાના કોઈ જ કામ થતાં નથી આ વિસ્તારમાં ચાલીઓની સંખ્યા વધારે છે જેમાં ડોર ટુ ડમ્પની ગાડીઓ કચરો લેવા જઈ શકતી નથી તથા કોન્ટ્રાકટરો પેડલ રીક્ષા કે અન્ય નાના વાહનો દ્વારા કચરો ઉઠાવતા નથી તેથી આ વિસ્તારની સાંકડી ચાલીઓમાં કચરાના ઢગ પણ જાવા મળે છે.

પ્રદુષિત પાણી, ડ્રેનેજ બેક મારવી તથા પારાવાર ગંદકીના પરિણામે ગોમતીપુર વોર્ડમાં કમળો, તાઈફોડ, ઝાડા ઉલ્ટી જેવા પાણીજન્ય અને મેલેરિયા તથા ડેન્ગ્યૂ જેવા મચ્છર જન્ય રોગચાળો પણ વકરી રહયો છે તેમ છતાં તંત્ર નિષ્ક્રિય છે સ્થાનિક કોર્પોરેટોની વારંવાર રજુઆત છતાં ઉચ્ચ અધિકારીઓ કોઈ જ કામ કરતા નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.