Western Times News

Gujarati News

PNB હાઉસિંગ ફાઇનાન્સ અને યસ બેંકે વ્યૂહાત્મક સહ-ધિરાણ ભાગીદારી કરી

મુંબઇ, પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ અને યસ બેંકે ઘર ખરીદદારોને સ્પર્ધાત્મક વ્યાજદરો ઉપર અનુકૂળ અને કસ્ટમાઇઝ્ડ રિટેઇલ લોન ઓફર કરવા માટે વ્યૂહાત્મક સહ-ધિરાણ કરાર કર્યાં હોવાની જાહેરાત કરી છે. પીએનબી હાઉસિંગ અને યસ બેંક વર્તમાન અને નવા રિટેઇલ હોમ લોન ગ્રાહકોને અસરકારક અને સરળ અનુભવ પ્રદાન કરવા માટે પોતાની ક્ષમતાઓને સાંકળશે. PNB Housing Finance and YES BANK enter into strategic co-lending partnership

પીએનબી હાઉસિંગ અને યસ બેંક સાથે મળીને સહમતિના પ્રમાણમાં કામગીરી નિભાવશે. પીએનબી હાઉસિંગ યસ બેંક સાથે યોગ્ય માહિતીની આપ-લેની વ્યવસ્થા સાથે સોર્સિંગ, ડોક્યુમેન્ટેશન અને કલેક્શન સહિત સમગ્ર લોન લાઇફસાઇકલ દ્વારા ગ્રાહકોને સેવા આપશે.

વર્ષ 2020માં આરબીઆઇએ એચએફસીના સહ-ઉદ્ભવને મંજૂરી આપી હતી, જેથી નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ અને અન્ય બેંકિંગ સંસ્થાઓ પારસ્પરિક રીતે લાભદાયી રિસ્ક એસેસમેન્ટ સર્વિસિસ પ્રદાન કરવા માટે સક્ષમ બને. સુધારેલા સહ-ધિરાણ મોડલને નવેમ્બર 2020માં રજૂ કરવામાં આવ્યું હતું, જેનાથી ધિરાણકર્તાઓ વધુ ફ્લેક્સિબિલિટી સાથે વસતીના વંચિત સમૂહને વધુ ધિરાણ આપી શકે.

પીએનબી હાઉસિંગ ફાઇનાન્સના બિઝનેસ હેડ રિટેઇલ રાજન સુરીએ કહ્યું હતું કે, “ભારતના નાણાકીયક્ષેત્રમાં ઐતિહાસિક હલચલ જોવા મળી રહી છે કારણકે મોટાભાગની બેંકો અને એનબીએફસી ગ્રાહકોને નવીન અને ગુણવત્તાયુક્ત ઉત્તમ પ્રોડક્ટ્સ અને સેવાઓ પ્રદાન કરવા માટે અદ્યતન ટેક્નોલોજીસની ક્ષમતાનો ઉપયોગ કરી રહ્યાં છે. ડિજિટલ ટ્રાન્સફોર્મેશનથી રિટેઇલ હોમ લોનક્ષેત્રે અપાર સંભાવનાઓ સર્જાઇ છે.

અમે વર્કિંગ ક્લાસ અને ખાસ કરીને યુવાનો તરફથી સ્થિર માગ જોઇ રહ્યાં છીએ, જેઓ તેમની કારકિર્દીમાં વહેલી તકે ઘરના માલીક બનવાનુ સપનુસાકાર કરવા ઇચ્છુક છે. મને વિશ્વાસ છે કે યસ બેંક સાથે અમારી વ્યૂહાત્મક સહ-ધિરાણ ભાગીદારી અમને બિઝનેસની વૃદ્ધિને વેગ આપવા સક્ષમ બનાવશે તેમજ ગ્રાહક સાથે સંબંધ અને અનુભવમાં નોંધપાત્ર મૂલ્યનો ઉમેરો કરશે.”

યસ બેંકના ગ્લોબલ હેડ – રિટેઇલ બેંકિંગ રાજન પેન્ટલે કહ્યું હતું કે, “અમે ઋણ લેનારાઓને રિયલ એસ્ટેટ ફાઇનાન્સિંગ વિકલ્પોની વિશાળ શ્રેણી પ્રદાન કરવા માટે પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ સાથે ભાગીદારી કરતાં આનંદિત છીએ. આ ભાગીદારી ડિજિટલ લેન્ડિંગ પ્લેટફોર્મ્સ દ્વારા ધિરાણ લેનાર વ્યક્તિની અનુકૂળતા મૂજબ સરળતાથી લોનની મંજૂરી પ્રદાન કરે છે, જેથી ઘર ખરીદનાર વ્યક્તિ તેમના સપના અને મહાત્વાકાંક્ષાઓને સાકાર કરી શકે છે.

સ્થાનિક નિપૂંણતા લાવવામાં અને બેંકને નવી ભૂગોળમાં ઉપસ્થિતિ વધારવામાં આ ભાગીદારી લાંબાગાળે ઉપયોગી બની રહેશે.  અમે ગ્રાહકો માટે મૂલ્યમાં વધારો કરે તેવી નવીન પ્રોડક્ટ્સ રજૂ કરવા સતત પ્રયત્નશીલ રહીએ છીએ તથા અમારા લક્ષ્યને હાંસલ કરવા અર્થસભર ભાગીદારી કરીએ છીએ.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.