Western Times News

Gujarati News

મહિલા દિવસ નિમિત્તે વિદ્યાર્થીનીઓ વચ્ચે ડેસ્કટોપનું વિતરણ

આઇટી એસોસિયેશનનો ડિજિટલ સાક્ષરતા દ્વારા વિદ્યાર્થીઓને સશક્ત બનાવવાનો ઉદ્દેશ્ય

અમદાવાદ, ગેસિયા (ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન) આઇટી એસોસિયેશને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અમદાવાદ અને વડોદરામાં વિદ્યાર્થીનીઓ વચ્ચે ડેસ્કટોપના વિતરણની પહેલ કરી છે. આઇટી એસોસિયેશન વિદ્યાર્થીનીઓને આજના ડિજિટલ વિશ્વ માટે જરૂરી કૌશલ્યો વિકસાવવા સક્ષમ બનાવીને ઇ-લર્નિંગ અને ડિજિટલ સાક્ષરતા પ્રદાન કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. GESIA IT Association distributed desktops to girl students for Women’s Day

આ પહેલ અંગે પ્રતિક્રિયા આપતાં ગેસિયા આઇટી એસોસિયેશનના ચેરમેન અને સિગ્નેટ ઇન્ફોટેકના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તેજિંદર ઓબેરોયે કહ્યું હતું કે, “વિશેષ કરીને મહામારીના સમયમાં વિશ્વ ડિજિટલ ટેક્નોલોજી સ્વિકારવા તરફ ઝડપથી વધી રહ્યું છે.

આ પહેલ દ્વારા અમે વિદ્યાર્થીનીઓને સ્વતંત્ર બનવા અને ડિજિટલ કૌશલ્યો પ્રાપ્ત કરવા તેમને ટેક્નોલોજીકલ સહયોગ ઓફર કરવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ. 8 માર્ચે આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી રહ્યાં છીએ ત્યારે અમારું માનવું છે કે આ પ્રકારની પહેલ વંચિતોની જરૂરિયાતોને સંબોધવામાં ઉપયોગી બની રહેશે તથા સમાજ તરીકે આપણે તેમને શક્ય તેટલો સહયોગ કરવો જોઇએ.”

ગેસિયા આઇટી એસોસિયેશને અમદાવાદ અને વડોદરામાં વિદ્યાર્થીનીઓ વચ્ચે આશરે 50થી વધુ ડેસ્કટોપનું વિતરણ કર્યું હતું. ડિજિટલ લર્નિંગે કેન્દ્રસ્થાન હાંસલ કર્યું છે

અને ટેક્નોલોજી આજના સમયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે ત્યારે ગેસિયા આઇટી એસોસિયેશન આ વિદ્યાર્થીનીઓને ભવિષ્ય માટે સજ્જ બનાવીને તેમના જીવન ગુણવત્તા ઉપર અર્થસભર અસર પેદા કરવાનો હેતુ રાખે છે. ડેસ્કટોપના વિતરણ દ્વારા એસોસિયેશને ડિજિટલ અંતરને ઘટાડવાની દિશામાં અને વંચિતોને શીખવા અને વિકાસ સાધવા માટે સમાન તકો પ્રદાન કરવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.