Western Times News

Gujarati News

હાઈપરટેન્શન અથવા ડાયાબીટીસથી તમારી કિડનીનો વિનાશ ન થવા દો

– ડો. સિદ્ધાર્થ માવાણી, નેફ્રોલોજિસ્ટ, નેફ્રોપ્લસ, ગુજરાત

લોકો તેમના કિડનીના આરોગ્યને પ્રભાવિત કરી શકે તેવા કોઈ પણ વર્તનની અવગણના કરવાનો સામાન્ય રીતે સ્વભાવ ધરાવતા હોય છે. હાઈપરટેન્શન અને ડાયાબીટીસના દર્દીઓની બાબતમાં પણ એવું જ છે. તેઓ પણ તેમની કિડનીને મોજૂદ આરોગ્યની સ્થિતિ વધુ અસર કરી શકે તે વિશે ભાન ધરાવતા નથી.

ઘણી બધી હાઈપરટેન્શન અને ડાયાબીટીસના દર્દીઓ તેમની દવાઓ લેવાનું ચૂકી જાય છે, નિયમિત કસરત કરવાનું ટાળે છે અથવા ઉચ્ચ ચરબીયુક્ત સેન્ડવિચ અથવા પિઝાની ગ્રીસી સ્લાઈસ ઝાપટે છે, જે પ્રવૃત્તિઓ ધીમે ધીમે તમારી કિડનીઓને ભવિષ્યમાં હાનિ પેદા કરી શકે છે.

સામાન્ય રીતે મોટા ભાગના સીકેડી (ક્રોનિક કિડની ડિઝીઝ)ના કિસ્સામાં ડાયાબીટીસ અને હાઈપરટેન્શન તે માટે જવાબદાર બે મુખ્ય બીમારી છે, કારણ કે તે ધીમે ધીમે કિડનીની કામગીરીને નુકસાન પહોંચાડે છે અને તે સ્ટ્રોક અને હૃદયના હુમલાનું જોખમ પણ વધારે છે. અહીં રસપ્રદ વાત એ છે કે ડાયાબીટીસ અને હાઈ બ્લડ પ્રેશરની અસર અને પ્રગતિ અને તેને લીધે સીકેડી માટે જોખમ આરોગ્યવર્ધક આહાર, શારીરિક પ્રવૃત્તિમાં વધારો અને દવાઓથી લઘુતમ કરી શકાય છે.

જોકે આ સ્થિતિ સાથેના ઘણા બાદ લોકો કદર કરતા નથી. ડાયાબીટીસ અને હાઈ બ્લડ પ્રેશર સામાન્ય રીતે વર્ષો સુધી કોઈ લક્ષણો બતાવતાં નથી અને વ્યક્તિને સારું લાગતું હોય ત્યારે પછીથી જીવનશૈલીમાં ફેરફાર કરવાનું અને તેને વળગી રહેવાનું પડકારજનક બની શકે છે.

તમારી કિડનીના આરોગ્યને જાળવી રાખવાનાં પગલાંઓ સમજવા માટે આપણે આગળ વધીએ તે પૂર્વે ડાયાબાટીસ અને હાઈપરટેન્શન તમારા કિડનીના આરોગ્યને કઈ રીતે અસર કરી શકે છે તે વિશે સૌપ્રથમ સમજી લઈએ.

કિડની પર ડાયાબીટીસની અસરઃ આરોગ્યવર્ધક કિડની સામાન્ય રીતે રક્તપ્રવાહમાંથી આશરે બે પા ભાગ કચરો ફિલ્ટર કરે છે, જે શરીરમાંથી પેશાબના રૂપમાં બહાર નીકળે છે. હાઈ બ્લડ શુગર ડાયાબીટીસ પેદા કરીને ઝીણી રક્તવાહિનીઓને ગ્લોમેરુલી નામે હાનિ પહોંચાડીને તેની ફિલ્ટર કરવાની ક્ષમતાઓને અસર કરે છે.

40 ટકા ડાયાબીટીસના દર્દીઓમાં આ સ્થિતિ પેદા થાય છે, જેને ડાયાબીટિક ન્યુરોપેથી પણ કહેવામાં આવે છે. આ સ્થિતિને નિવારવાની સરળ રીત તમારું બ્લડ શુગર નિયંત્રણમાં રાખો અને તે સામાન્ય શ્રેણીમાં હોય તેની ખાતરી રાખો.

કિડની પર હાઈ બ્લડ પ્રેશરની અસરઃ વ્યક્તિની કિડનીઓ અને અભિસર પ્રણાલીઓ ઉત્તમ આરોગ્ય માટે એકબીજા પર આધાર રાખે છે. આપણે બધા જાણીએ છીએ તેમ શરીરભરમાં ધમનીઓ છે. હાઈપરટેન્શન આ ધમનીઓ થકી કિડનીઓમાં લોહીનો પુરવઠો સાંકડો, કમજોર અને સખત બનાવે છે. આ હાનિ સાથે દર્દીની કિડનીનું ફિલ્ટર અસરગ્રસ્ત થાય છે. આને કારણે કિડની નિષ્ફળ જઈને સીકેડીનો આખરી તબક્કો આવે છે. હાઈ બ્લડ પ્રેશર કિડની નિષ્ફળતાનું બીજું કારણ છે.

સીકેડી માટે કોઈ રોગહર નથી ત્યારે અમુક મૂળભૂત આહાર નિયોજન અને સૂચનો ડાયાબીટીસ અને હાઈપરટેન્શનના દર્દીઓને પ્રગતિ ધીમી કરવામાં મદદરૂપ થઈ શકે છે. વ્યક્તિએ તે માટે નિમ્નલિખિતનું પાલન કરવું જોઈએઃ

·         દવાઓ સમયસર લેવી જોઈએ.

·         ચરબી, કોલેસ્ટરોલ, મીઠું અને શુગરમાં ઓછું હોય તેવાં ખાદ્યો અને નાસ્તાનું સેવન કરવું (ફળો, શાકભાજીઓ, ઓછા ચરબીવાળાં દુગ્ધ ઉત્પાદનો અને સારું પકવેલું માંસ ખાવા પર કેન્દ્રિત રહેવું જોઈએ)

·         ધૂમ્રપાન બંધ કરો અને કોઈ પણ પ્રકારનાં તમાકુ ઉત્પાદનોનું સેવન બંધ કરો.

·         નિયમિત કસરત કરવાની ખાતરી રાખો (તે શરૂ કરવા પૂર્વે તમારા આરોગ્ય સંભાળ પ્રદાતા જોડે વાત કરો).

આમ છતાં સીકેડી સાથેની વ્યક્તિઓએ તેઓ સેવન કરે તે કોઈ પણ ઓટીસી દવાઓ વિશે તેના કે તેણીના આરોગ્ય સંભાળ પ્રદાતા સાથે નિશ્ચિત જ વાત કરવી જોઈએ, કારણ કે તે મુકરર ઉપચારને અસર કરી શકે છે.

ઉપરાંત મૂળભૂત આહાર, કસરત અને વેલનેસ માટે ઓનલાઈન સામગ્રીઓ પણ જોઈ શકાય છે તેમ જ ડાયાબીટીસ, હાઈ બ્લડ પ્રેશર અને ક્રોનિક કિડની ડિઝીઝ સામે રક્ષણમાં મદદરૂપ થવી જીવનશૈલીની પસંદગીઓ પર માર્ગદર્શન પણ મેળવવું જોઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.