Western Times News

Gujarati News

રાજસ્થાનમાં આશરે 60 ટકા પરણિત મહિલાઓ આધુનિક ગર્ભનિરોધક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે –સર્વેનું તારણ

આઇઆઇએચએમઆર યુનિવર્સિટી રાજ્યમાં કુટુંબ આયોજન અને સ્વાસ્થ્ય સાથે સંબંધિત અન્ય મુખ્ય માપદંડો પર પ્રોજેક્ટનો અમલ કરે છે

·         સર્વે દરમિયાન પ્રજોત્પાદક વયજૂથ (15થી 49 વર્ષ) ધરાવતી 5405 મહિલાઓનાં ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યાં હતાં.

·         કોવિડ-19 નિયંત્રણો દરમિયાન આરોગ્ય સુવિધાની મુલાકાત લેવાની જરૂરિયાત ધરાવતી 48 ટકા મહિલાઓએ કોવિડ-19ના ડરને કારણે સુવિધાની મુલાકાત લેવાનું ટાળ્યું હતું.

જયપુર, આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અને પ્રસિદ્ધ સંશોધન સંસ્થાઓ પૈકીની એક આઇઆઇએચએમઆર યુનિવર્સિટી, જયપુરએ રાજસ્થાનમાં પીએમએ પ્રોજેક્ટનો અમલ કર્યો છે. પર્ફોર્મન્સ મોનિટરિંગ ફોર એક્શન કે પીએમએમાં અન્ય 9 દેશોમાં પ્રોગ્રામ કન્ટ્રી તરીકે ભારતને સામેલ કર્યું છે, About 60% married women use modern contraceptive methods in Rajasthan – PMA India Survey Reveals

જેમાં ઇથિયોપિયા, કેન્યા, બર્કિના ફાસો, નાઇજીરિયા, નાઇજર, યુગાન્ડા અને લોકતાંત્રિક પ્રજાસત્તાક કોંગો સામેલ છે. આ પ્રોજેક્ટનો અમલ આઇઆઇએચએમઆર યુનિવર્સિટી, જયપુર રાજસ્થાન સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સાથસહકાર સાથે ઝપિગો, બિલ એન્ડ મિલિન્દા ગેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ફોર પોપ્યુલેશન એન્ડ રિપ્રોડક્ટિવ હેલ્થ સાથે જોડાણમાં કરે છે. પ્રોજેક્ટ માટે ફંડ બિલ એન્ડ મિલિન્દા ગેટ્સ ફાઉન્ડેશન પૂરું પાડ્યું છે.

આરસીએચના ડાયરેક્ટર ડો. લક્ષ્મણ સિંહ ઓલાએ કહ્યું હતું કે, રાજસ્થાન માટે આ ઝડપી અને ઉપયોગી સર્વે છે. તેમણે જણાવ્યું હતું કે, ટેકનોલોજી અને આ પ્રકારના ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ ગુણવત્તાયુક્ત હેલ્થકેર સુવિધાઓ પ્રદાન કરવા માટેના અમારા પ્રયાસોને પ્રોત્સાહન આપશે.

રાજસ્થાનમાં પ્રજોત્પાદક વયજૂથમાં સામેલ મહિલાઓ વચ્ચે આધુનિક ગર્ભનિરોધકનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જે પરણિત મહિલાઓ વચ્ચે વર્ષ 2016માં 52  ટકાથી વધીને વર્ષ 2020માં 59 ટકા થયો હતો. પીએમએના અભ્યાસમાં એવી જાણકારી મળી છે કે, જ્યારે ગ્રામીણ મહિલાઓ અને શહેરી મહિલાઓએ ગર્ભનિરોધ સાધનોનો ઉપયોગ શરૂ કરે છે, ત્યારે તેઓ અનુક્રમે સરેરાશ 2.4 બાળકો અને 1.9 બાળકો ધરાવે છે.

છેલ્લાં થોડાં વર્ષોમાં સરકારી સુવિધાઓમાં ઇન્જેક્ટેબ્લ્સના સ્ટોકની ઉપલબ્ધતામાં નોંધપાત્ર સુધારો થયો છે. ઉપરાંત અભ્યાસ મુજબ, વર્ષોથી મહિલાઓ વચ્ચે નસબંદીની પદ્ધતિનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે. અન્ય એક મુખ્ય તારણ ગર્ભનિરોધક પદ્ધતિઓનો ઉપયોગ બંધ કરવાના સમયની ટકાવારી હતું.

છેલ્લાં બે વર્ષમાં ગર્ભનિરોધક પદ્ધતિઓનો ઉપયોગ શરૂ કરનાર આશરે 40 ટકા ઉત્તરદાતાઓએ 12 મહિનાની અંદર એનો ઉપયોગ બંધ કર્યો હતો; 9 ટકા મહિલાઓએ ગર્ભવતી થવા માટે એનો ઉપયોગ બંધ કર્યો હતો, ત્યારે બાકીની 31 ટકા મહિલાઓએ અન્ય કારણોસર એનો ઉપયોગ બંધ કર્યો હતો. જોકે 14 ટકા મહિલાઓએ અન્ય પદ્ધતિઓ અપનાવી હોવાથી ગર્ભનિરોધકનો ઉપયોગ બંધ કર્યો હતો.

આ પદ્ધતિનો ઉપયોગ કરનાર 76 ટકા મહિલાઓ અને ઉપયોગ ન કરનાર 31 ટકા મહિલાઓએ જણાવ્યું હતું કે, આ તેમનો અને તેમના જીવનસાથીનો સહિયારો નિર્ણય હતો. ઘરની અંદર કામ કરતી મહિલાઓની સરખામણીમાં ઘરની બહાર કામ કરતી મહિલાઓ આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરવાની શક્યતા વધારે છે.

સર્વેમં સામેલ થયેલી તમામ મહિલાઓ વચ્ચે શહેરી મહિલાઓની સરખામણીમાં ગ્રામીણ મહિલાઓએ વધારે નાની ઉંમરે જાતિય સંબંધો બાંધ્યા હતા, તેમના વહેલા લગ્ન થયા હતા અને વહેલાસર બાળકોને જન્મ આપ્યો હતો. જોકે તેમણે ગર્ભનિરોધક પદ્ધતિનો ઉપયોગ પાછળથી શરૂ કર્યો હતો.

લગભગ 20 ટકા યુવાન મહિલાઓના લગ્ન 18 વર્ષની ઉંમર સુધીમાં થયા હતા – 4 ટકા મહિલાઓ આ ઉંમર સુધીમાં માતા બની ગઈ હતી અને ફક્ત 3 ટકા મહિલાઓએ એ ઉંમરે ગર્ભનિરોધકનો ઉપયોગ કર્યો હતો.

કુટુંબ આયોજન ઉપરાંત સર્વેમાં આ જ પરિવારોના કોવિડ-19 પરના તારણો પણ રજૂ કર્યા હતા. આશરે 84 ટકા પરિવારોએ એમની આવક સંપૂર્ણપણે કે આંશિક રીતે ગુમાવી હતી તથા 39 ટકા પરિવારોએ આજીવિકા સંપૂર્ણપણે ગુમાવી હતી. કોવિડ-19 નિયંત્રણો દરમિયાન 32 ટકા આરોગ્યલક્ષી સુવિધાઓ બંધ રહી હતી,

જેમાંથી 69 ટકા આરોગ્યલક્ષી સુવિધાઓ એક મહિના કે વધુ લાંબા સમય માટે બંધ રહી હતી. કોવિડ-19 નિયંત્રણો દરમિયાન આશરે 48 ટકા મહિલાઓને આરોગ્ય સુવિધા કેન્દ્રની મુલાકાત લેવાની જરૂર હતી, પણ તેમણે કોવિડ-19ના ડરથી કેન્દ્રની મુલાકાત લેવાનુ ટાળ્યું હતું. લગભગ 96 ટકા મહિલાઓ કોવિડ-19 થવાનો થોડો ડર ડર ધરાવતી હતી, જેમાં 69 ટકા મહિલાઓ કોવિડ-19થી બહુ ચિંતિત હતી.

કોવિડ-19 નિયંત્રણો દરમિયાન આરોગ્ય સુવિધાની મુલાકાત લેવાની જરૂરિયાત ધરાવતી 35 ટકા મહિલાઓ આરોગ્યલક્ષી સેવાઓ મેળવી શકી નહોતી. જ્યારે 15 ટકા મહિલાઓએ કોવિડ-19ને ટાળવા તેમના હાલના સમુદાયનો છોડી દીધો હતો, ત્યારે 83 ટકા મહિલાઓ એવા પરિવારમાં જીવે છે, જેણે આંશિક રીતે આવક ગુમાવી હતી તથા આવકમાં મોટો, મધ્યમ કે નાનો ઘટાડો થયો હોવાની જાણકારી આપી હતી.

કોવિડ-19 નિયંત્રણો લાગુ થયા અગાઉ પોતાના પતિ/જીવનસાથી પર નિર્ભર મહિલાઓના પ્રમાણ કરતાં કોવિડ-19 નિંયત્રણો દરમિયાન પોતાના પતિ/જીવનસાથી પર નિર્ભર મહિલાઓનું પ્રમાણ વધીને 63 ટકા થયું હતું. પોતાના ઘરની ભવિષ્યની નાણાકીય સ્થિતિ પર કોવિડ-19ની અસર વિશે ચિંતિત મહિલાઓ 83 ટકા હતી.

રાજસ્થાનમાં ડેટા કલેક્શન જયપુરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ મેનેજમેન્ટ રિસર્ચ (આઇઆઇએચએમઆર)ના નેતૃત્વમાં થઈ રહ્યું છે. ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પોપ્યુલેશન સાયન્સિસએ માસ્ટર સેમ્પ્લિંગ માળખા દ્વારા 134 ગણના વિસ્તારો (ઇએ)ના નમૂના લીધા હતા.

દરેક ઇએમાં કુટુંબો અને ખાનગી આરોગ્ય સુવિધાઓની યાદી બનાવવામાં આવી હતી અને એનું મેપિંગ થયું હતું, જેમાં દરેક ઇએમાં 35 પરિવારોની યાદચ્છિક રીતે પસંદગી થઈ હતી. પરિવારોનો સર્વે થયો હતો અને રહેવાસીઓની ગણતરી કરવામાં આવી હતી. 15થી 49 વર્ષની વયૂજથમાં સામેલ લાયકાત ધરાવતી તમામ મહિલાઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમણે ઇન્ટરવ્યૂ માટે સંમતિ આપી હતી.

છેવટે ડેટા એકત્ર કરવામાં આવ્યો હતો, જેમાં 4,577 કુટુંબો (98.8 ટકા ઉત્તરદાતા દર), 5,405 મહિલાઓ (98.1 ટકા ઉત્તરદાતા દર) અને 575 આરોગ્ય સુવિધાઓ (98.5 સંપૂર્ણદર) સામેલ છે. ડેટા કલેક્શનનો પ્રથમ રાઉન્ડ ઓગસ્ટ અને ઓક્ટોબર, 2020 વચ્ચે હાથ ધરવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.