Western Times News

Gujarati News

ટી-શર્ટમાં આવેલ ધારાસભ્યને અધ્યક્ષે ગૃહમાંથી હાકી કાઢ્યા

ગાંધીનગર, હાલ ચાલી રહેલા બજેટ સત્રની આજની બેઠક દરમિયાન સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ ધારાસભ્યોને ગૃહની ગરીમાને શોભે તેવા વસ્ત્રો પહેરવા માટે ટકોર કરતાં ટી-શર્ટ પહેરીને આવેલા કોંગ્રેસના ગીર-સોમનાથની વેરાવળ બેઠકના ધારાસભ્ય વિમલ ચુડાસમાને સસ્પેન્ડ કરી દીધા હતા.

સ્પીકરે જણાવ્યું હતું કે, તેમણે ભૂતકાળમાં પણ આ અંગે ટકોર કરી હોવા છતાંય કેટલાક ધારાસભ્યો હજુય ટી-શર્ટ પહેરીને ગૃહમાં આવે છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સ્પીકરે વિમલ ચુડાસમાને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તેઓ ટી-શર્ટ પહેરીને ગૃહમાં આવી શકે નહીં. તેમણે ધારાસભ્યને ટી-શર્ટને બદલે શર્ટ પહેરીને આવવા માટે કહ્યું હતું.

એટલું જ નહીં, જાે પોતાની પાસે શર્ટ ના હોય તો કોઈનું શર્ટ પહેરીને આવવા સ્પીકરે આદેશ આપ્યો હતો. જેનો વિરોધ કરતાં કોંગ્રેસના ધારાસભ્યએ જણાવ્યું હતું કે, ગૃહમાં ટી-શર્ટ પહેરીને ના આવી શકાય તેવો કોઈ કાયદો નથી. ધારાસભ્યએ આદેશનો વિરોધ કરતાં સ્પીકરે તેમને બહાર મૂકી આવવા હુકમ કર્યો હતો,

અને આખરે વિધાનસભાના સાર્જન્ટો દ્વારા વિમલ ચુડસમાને ગૃહમાંથી પકડીને બહાર લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ વિધાનસભાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્પીકરના આદેશ બાદ ગૃહની બહાર આવેલા વિમલ ચુસાડમાએ જણાવ્યું હતું કે, ‘હું સામાન્ય રીતે મારા મતવિસ્તારમાં ટી-શર્ટ જ પહેરતો હોઉં છું.

મારી પાસે તો ઝભ્ભો પણ નથી. જાે મારા મતદારોએ મને ટી-શર્ટમાં સ્વીકાર્યો હોય, તો હું વિધાનસભામાં તેને પહેરીને કેમ ના આવી શકું?’ વિમલ ચુડાસમાએ એમ પણ જણાવ્યું હતું કે, શું પહેરવું, અને શું ખાવું બંધારણીય હક્ક છે. પોતાને ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોવાનું પણ ધારાસભ્યએ કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, બજેટ સત્રમાં અગાઉ પણ સ્પીકરે બે વાર ગૃહમાં ટી-શર્ટ પહેરીના ના આવવાની સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપવામાં આવી હતી. જાેકે, તેમ છતાંય કેટલાક ધારાસભ્યોએ આ આદેશનું પાલન નહોતું કર્યું.

આજે વિમલ ચુડાસમાને બહાર કાઢવામાં આવતા કોંગ્રેસના ધારાસભ્યોએ વાંધો લીધો હતો. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, સ્પીકરે ના પાડી હોવા છતાં કેટલાક ધારાસભ્યો કાળા કપડાં પહેરીને પણ આવે છે. કોંગ્રેસે એવા પણ આક્ષેપ કર્યા હતા કે, ભૂતકાળમાં જયેશ રાદડિયા પણ ગૃહમાં ટી-શર્ટ પહેરીને આવ્યા હોવાના દાખલા છે,

પરંતુ તેમની સામે ક્યારેય કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. તેવામાં વિમલ ચુડાસમાને ત્રણ દિવસ માટે સસ્પેન્ડ કરવાની દરખાસ્ત મૂકાતા કોંગ્રેસ આક્રમક મૂડમાં આવી ગઈ હતી. કોંગ્રેસના ધારાસભ્યોએ દલીલ કરી હતી કે, આ વર્તન અયોગ્ય છે, અને કેવા કપડાં પહેરવા તેને લગતા કોઈ લેખિતમાં નિયમ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.