Western Times News

Gujarati News

આગામી ૩ મહિનામાં ૫૦ વર્ષથી વધુના લોકોને ડોઝ મળશે!

Files Photo

નવીદિલ્હી: દેશભરમાં ચાલી રહેલા કોવિડ-૧૯ના રસીકરણના બીજા તબક્કાનું આગામી ત્રણ મહિનામાં વિસ્તરણ થઈ શકે છે અને તેમાં ૫૦ વર્ષ કે તેથી વધુની ઉંમરના લોકોને આવરી લેવાશે. શુક્રવારે અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય અને દિલ્હી છૈંૈંસ્જીના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ કહી હતી. શુક્રવારે કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષ વર્ધને લોકસભામાં જણાવ્યું કે, આગામી દિવસોમાં રસી આપવાની છે તેવા લોકોના ગ્રુપમાં વિસ્તરણ કરવામાં આવશે કારણકે ઈન્ફેક્શન અને તેનો સાયન્ટિફિક કમ્યુનિટીનો રિસપોન્સ ગતિશીલ છે. હાલ ૧લી માર્ચથી વેક્સિનેશન ડ્રાઈવનો બીજાે તબક્કો શરૂ કરવામાં આવ્યો છે.

જેમાં ૬૦ વર્ષથી વધુની ઉંમરના અને બીમારી ધરાવતા ૪૫ અને તેનાથી વધુની ઉંમરના લોકોનો સમાવેશ થાય છે. ડૉ. ગુલેરિયાએ કહ્યું કે, ૬-૮ અઠવાડિયાની અંદર સ્પુટનિક વી અને ઝાયડસ કેડિલા દ્વારા ઉત્પાદિત થતી વેક્સિનને ઈમર્જન્સી ઉપયોગની મંજૂરી મળી જશે કારણકે તેમણે જરૂરી ડેટા એકઠો કરી લીધો છે. “જાે માર્કેટમાં વધુ ઉત્પાદકો હશે તો હાલ વેક્સીન પૂરી પાડતી કંપનીઓ પરનું ભારણ ઘટશે. તેમજ માગ અને પુરવાઠાને આધારે અન્ય વય મર્યાદાના લોકોને પણ આ ડ્રાઈવમાં આવરી લેવાશે. હાલ રસીનું ઉત્પાદન કરતી બે કંપનીઓ સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેક કે જેઓ અનુક્રમે કોવિશિલ્ડ અને કોવેક્સીન બનાવે છે

તેમને પણ ઉત્પાદન વધારવાનું કહેવાયું છે, તેમ ડૉ. ગુલેરિયાએ ઉમેર્યું. ડૉ. ગુલેરિયાના મતાનુસાર, પ્રાયોરિટી ગ્રુપને રસી અપાયા પછી જ ઓપન માર્કેટમાં વેક્સીન ઉતારાશે. કેંદ્રી મંત્રી હર્ષ વર્ધને કહ્યું, કોવિડ સામે યુનિવર્સલ ઈમ્યૂનાઈઝેશન (દરેક વ્યક્તિને રસી આપવી) જરૂરી નથી. સરકાર આ બાબતે કોવિડ-૧૯ના રસીકરણ માટે નિમાયેલા નેશનલ એક્સપર્ટ ગ્રુપ અને ડબલ્યુએચઓની ગાઈડલાઈન્સનું પાલન કરી રહી છે. “વૈજ્ઞાનિક દ્રષ્ટિએ દેશના દરેકે દરેક વ્યક્તિને રસી આપવી તે જરૂરી નથી”, તેમ હર્ષ વર્ધને ઉમેર્યું. વિવિધ સાંસદોના પ્રશ્નોના જવાબમાં આરોગ્ય મંત્રાલયે લેખિત જવાબ આપતાં કહ્યું કે, જ્યાં રસી આપવામાં આવે છે

તેવા સરકારી અને ખાનગી તેમ બંને કેંદ્રોની સંખ્યામાં વધારો કરીને સરકાર રસીકરણની ગતિને વેગ આપવા માગે છે. કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત થયેલા રાજ્યોમાં રસીકરણ સામૂહિક સ્તરે કરવાની માગ પર ટિપ્પણી કરતાં ડૉ. ગુલેરિયાએ કહ્યું- આમ કરવાથી કોઈ મદદ નહીં મળે કારણકે આંતરરાજ્ય પ્રવાસ પર મૂકાયેલા નિયંત્રણો હટાવી લેવાશે તો આસપાસના વિસ્તારોમાં કોરોનાના કેસ વધશે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને સુપ્રિયા સુલેએ તેમના રાજ્યમાં ૧૮ વર્ષથી ઉપરના લોકો માટે માસ વેક્સિનેશનની માગ કરી હતી. ડૉ. ગુલેરિયાએ કહ્યું, “આ સમસ્યા માટે વ્યાપક ઉકેલ શોધવાની જરૂર છે. જાે આપણે જે-તે પ્રદેશ પ્રમાણે રસીકરણ શરૂ કરીએ તો આપણે વાયરસ પાછળ દોડીશું પરંતુ તેનાથી ટ્રાન્સમિશનની કડી નહીં તૂટે અને મૃત્યુદર પણ નહીં ઘટે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.