Western Times News

Gujarati News

ફેસબુક ઉપર ટુ ફેક્ટર ઓથેંટિકેશન લાગુ કરાશે

નવી દિલ્હી: મોટાભાગના લોકો ફેસબુકનો ઉપયોગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક દ્વારા એક મહત્વનો ર્નિણય કરવામાં આવ્યો છે. ફેસબુકે જણાવ્યું છે કે મોબાઈલ ડિવાઈસ પર લોગ ઈન કરવા માટે ટુ ફેક્ટર ઓથેંટિકેશન લાગુ કરવામાં આવશે. જાે તમે ફેસબુકનો ઉપયોગ કરો છો, તો તમારે આ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફેસબુક દ્વારા આ ર્નિણય કરવામાં આવ્યો છે.

આ પહેલા ફેસબુકે ૨૦૧૭માં ડેસ્કટોપ માટે આ પ્રકારની સુરક્ષાની અનુમતિ આપી હતી. સ્માર્ટફોન યૂઝરે આ નિયમનું પાલન કરવાનું રહેશે, જેથી તેમનું ફેસબુક એકાઉન્ટ સુરક્ષિત રહે. ફેસબુક દ્વારા કરવામાં આવેલ આ નિયમ આઈઓએસ અને એન્ડ્રોઈડ મોબાઈલ બંને માટે છે. જેથી બંને પ્રકારના ફોનના યૂઝરે આ નિયમ અનુસરવાનો રહેશે. ટુ ફેક્ટર ઓથેંટિકેશન એક સુરક્ષા માટેનું ફીચર છે. ફેસબુકમાં સુરક્ષા માટે નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જે તમારા ફેસબુક એકાઉન્ટને કોઈ અન્ય ડિવાઈસથી લોગ ઈન કરવા દરમ્યાન તમારા પાસવર્ડ અને તમારી પાસે ઉપસ્થિત અન્ય વસ્તુની આવશ્યકતાને સુરક્ષિત રાખવા માટે મદદ કરે છે.

આ સુરક્ષા નિયમમાં તમારા મોબાઈલ ફોન અથવા ઓથેંટિકેટર એપ પર એસએમએસ દ્વારા કોડ મોકલવામાં આવે છે. ફેસબુકે કહ્યું છે કે, અમે ફેસબુક યૂઝરની સુરક્ષાને ધ્યાનમાં રાખીએ છીએ. ફેસબુક તેના યૂઝરને હેકરથી બચાવવા માટે સુરક્ષિત પ્લેટફોર્મ પૂરૂ પાડવાનું સુનિશ્ચિત કરે છે.

સપ્તાહની શરૂઆતમાં ટિ્‌વટરે યૂઝરને સુરક્ષાના ફીચરનો ઉપયોગ માત્ર ઓથેંટિકેશન પ્રક્રિયારૂપે કરવા માટેની ઘોષણા કરી હતી. સોશિયલ મીડિયા પર સુરક્ષા એ હંમેશા એક મહત્વનો અને ચિંતાનો વિષય રહ્યો છે. હંમેશા ચિંતા રહે છે કે કોઈ આપણી પ્રોફાઈલ સાથે છેડછાડ ન કરે. કોઈ તમારી વ્યક્તિગત ચેટ વાંચે તેનું પણ જાેખમ રહે છે. જેથી ફેસબુકે આ એક શાનદાર ફીચર લોન્ચ કર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.