Western Times News

Gujarati News

હોસ્પિટલના બે કર્મચારીઓએ ખોટી મેડીકલેઇમની ફાઇલ મૂકી

આનંદનગર પોલીસે આરોપીઓની ધરપકડ કરી આ કૌભાંડને લગતા પુરાવા એકત્રિત કરવાના પ્રયાસ હાથ ધર્યા

અમદાવાદ, અમદાવાદ શહેરની જાણીતી શેલબી હોસ્પિટલમાં બીમારી વગર કોરોના પેશન્ટ બતાવી મેડીકલેઇમ પાસ કરાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. જે હોસ્પિટલમાં કામ કરતા એક્ઝિક્યુટિવ અને મેડિક્લેઇમ વિભાગના આસિ.મેનેજરે વીમાની રકમ મેળવવા કોરોના દર્દીની ડમી ફાઇલ બનાવી વીમો પાસ કરાવવાનું કાવતરું રચ્યું.

પણ મેડીકલેઇમ કંપનીની ઊંડી તપાસમાં ભાંડો ફૂટ્યો. આનંદનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા બે કર્મચારીની ધરપકડ કરાઈ છે. હોસ્પિટલમાં કામ કરતા સિનિયર કર્મચારીઓએ કેમ અપનાવ્યો છેતરપીંડીનો રસ્તો તે સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

ફરી એક વખત કોરોનાની સ્થિતિ ચિંતાજનક બનવાની ભીતિ વચ્ચે કોરોના રોગચાળાના બહાને કમાણી કરવાના કૌભાંડ પર્દાફાશ થયો છે. જેને બીમારી થઈ નહોતી તેવા વ્યક્તિને સારવાર અપાવવાનું દર્શાવીને લાખો રૂપિયાનું મેડીકલેઇમ પાસ કરવાનું કૌભાંડ પકડાયું છે.કૌભાંડ કરનાર બીજું કોઈ નહિ પણ શેલબી હોસ્પિટલના કોર્પોરેટ ડેવલપમેન્ટ વિભાગના સિનિયર એક્ઝિક્યુટિવ મિહિર અગ્રવાલ અને મેડિક્લેમ વિભાગના આસિ. મેનેજર ભાવિક નિમાવત છે.

આનંદ નગર પોલીસે બન્નેની ધરપકડ કરી દીધી છે. આરોપી પૂછપરછમાં બન્ને કર્મચારીઓના મિત્રોના ડોક્યુમેન્ટથી ડમી ફાઇલ બનાવી મેડીકલેઇમ પાસ કરવાનું કાવતરું રચ્યું હોવાનું આનંદનગર પીઆઇ એ એસ રોય એ જણાવ્યું છે. શેલ્બી હોસ્પિટલમાં લીગલ ડિપાર્ટમેન્ટમાં સિનિયર મેનેજરએ હિતાર્થ ઢેબર આનંદ નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત ૯ માર્ચે પ્રહલાદનગર ખાતેની શેલ્બીમાંથી મેલ આવ્યો હતો.

જેમાં હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેનારા યતિન મણિયારની વધુ માહિતી મગાઈ હતી. આમ આ અંગે ઓડિટ વિભાગને જાણ કરાઈ હતી. ઓડિટમાં યતિન મણિયાર નામના કોઈ દર્દીએ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લીધી ન હોવાનું જાણવા મળ્યું હતું.

તે બાદ મેડીકલેઇમ ફાઇલ વધુ તપાસ કરતાહોસ્પિટલના સહીસિક્કા કરી વીમા કંપનીમાં મૂકી હતી,જે ખોટા સહીસિક્કા ઉપયોગ કર્યો હતો જે હોસ્પિટલના ઓડિટ રિપોર્ટમાં ભાંડો ફૂટી જતા હોસ્પિટલએ બંને કર્મચારી અને ૨ ડમી દર્દી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં આનંદનગર પોલીસે બેની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછમાં બન્ને કર્મચારીઓના મિત્રો પૈસાની જરૂર હોવાથી ડમી મેડીકલેઇમ ફાઇલ બનાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.