Western Times News

Gujarati News

વિશ્વમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫ લાખથી વધુ કેસ નોંધાયા

નવીદિલ્હી, દુનિયાભરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫.૦૬ લાખ લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ. આ દરમિયાન, ૨.૭૨ લાખ લોકો સાજા પણ થયા હતા અને ૮ હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. શનિવારે બ્રાઝિલમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા,

અહીં ૭૩,૪૫૦ લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. ત્યાર બાદ સૌથી વધુ કેસ અમેરિકા (૫૫,૯૦૮), ભારત (૪૩,૮૧૫) અને ફ્રાન્સ (૩૫,૩૪૫)માં નોંધાયા છે. વિશ્વમાં કોરોનાથી અત્યાર સુધીમાં ૧૨.૩૪ કરોડ કેસ નોંધાયા છે. ૯.૯૪ કરોડ લોકો સંક્રમણથી સાજા થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.