Western Times News

Gujarati News

પહેલા આતંકવાદી બોમ્બ રાખતા હતા, આજે પોલીસ પાસે રખાવાય છેઃ રાજ ઠાકરે

મુંબઇ, મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા બહાર કારમાં વિસ્ફોટક મળવાના કેસમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર લાગેલા આરોપથી ઉદ્ધવ સરકાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. દેશમુખના રાજીનામાની માંગ સાથે મુંબઈ અને નાગપુર સહિત ઘણા શહેરોમાં પ્રદર્શન કર્યા છે. MNS chief Raj Thackeray hits out at Maharashtra Govt, calls for Center’s internvention after controversy surrounding Antilia Bomb Scare case.

બીજી તરફ એમએનએસ પ્રમુખ રાજ ઠાકરેએ પહેલીવાર પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે અંબાણી પાસેથી પૈસા વસુલવા માટે આ થિયરી ઊભી કરાઈ છે. જે યોગ્ય નથી. પહેલા આતંકવાદી બોમ્બ રાખતા હતા આજે પોલીસ પાસે રખાવાઈ રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં આ પ્રથમ ઘટના છે.

ગૃહમંત્રીનું રાજીનામુ લઈને તેની તપાસ થવી જાેઈએ. નિષ્પક્ષ તપાસમાં ઘણા નામ બહાર આવી શકે છે. દેશમાં મુંબઈ પોલીસ જેવી કોઈ પોલીસ નથી પરંતુ રાજનેતાઓએ તેની આ હાલત કરી નાંખી છે કે બીજા આંગળી ઉઠાવી રહ્યા છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરેએ કહ્યું કે મુંબઈના પૂર્વ કમિશ્નર પરમવીર સિંહની લેખિત ચિઠ્ઠી વિસ્ફોટક છે,

કોઈપણ વિલંબ વીના તત્કાલ પ્રભાવથી અનિલ દેશમુખે રાજ્યના ગૃહમંત્રી પદેથી રાજીનામું આપવું જાેઈએ. રાજ ઠાકરે પહેલાં ભાજપે અનિલ દેશમુખના રાજીનામાંની માંગ કરી છે. રાજ ઠાકરેએ પરમવીર સિંહ દ્વારા લખવામાં આવેલી ચિઠ્ઠીને લઈ મરાઠીમાં ટિ્‌વટ કર્યું. ટ્‌વીટમાં રાજ ઠાકરેએ લખ્યું, મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમવીર સિંહની મુખ્યમંત્રીને લખવામાં આવેલી ચિઠ્ઠી વિસ્ફોટક છે. જેના કારણે મહારાષ્ટ્રની છબી ખરાબ થઈ રહી છે.

ગૃહમંત્રી અનિલ દેશમુખે તાત્કાલીક પોતાના પદેથી રાજીનામું આપી દેવું જાેઈએ અને આ મામલાની તપાસ થવી જાેઈએ. અનિલ દેશમુખે પોતાના પર લાગેલા આરોપો અંગે શું કહ્યું? અનિલ દેશમુખે પોતાના પર લાગેલા આરોપોને ખોટા ગણાવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.