Western Times News

Gujarati News

શેફાલીએ માલદીવ્સમાં પતિની સાથે બોલ્ડ તસવીર શેર કરી

મુંબઈ: કાંટા લગા ગર્લનાં નામે ફેમસ એક્ટ્રેસ શેફાલી જરીવાલા આ દિવસો તેનાં પતિ પરાગ ત્યાગીની સાથે માલદીવ્સમાં રોમેન્ટિક વેકેશન પર છે. સોશિયલ મીડિયા પર તેની તસવીર ઘણી વાયરલ થઇ રહી છે. તસવીરમાં બંને કપલ ગોલ્સ આપતાં દેખાઇ રહી છે. શેફાલી, સોશિયલત મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તેનાં ઘણાં ફોટો અને વીડિયો અહીં શેર કરતી રહે છે. વેકેશન પર માલદીવ્સ પહોંચી શેફાલીએ તેની કેટલીક સ્ટનિંગ ફોટોઝ શેર કરી છે. જે ઘણી વાયરલ થઇ રહી છે.

લાલ રંગની બિકિની પહેરી શેફાલી જરીવાલાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે. વેકેશન પર તેનાં પતિ પરાગ ત્યાગીનીસાથે માલદીવ્સ આવી શેફાલી જરીવાલાએ જે તસવીરો સોશિયલ મીડિયા પર અપલોડ કરી છે તેમાં તે ખુબજ સુંદર નજર આવે છે. શેફાલી જરીવાલા અને પરાગ ત્યાગી બંને બાથટબમાં એકબીજાની સાથે ખુબજ નજીક નજર આવે છે.

કેટલાંક લોકોને તેની તસવીર પસંદ આવી છે તો એવાં પણ કેટલાંક છે જે તેને ટ્રોલ કરી રહ્યાં છે. આ તસવીરોને પેપરાઝી વિરલ ભયાણીએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. તસવીરને જાેયા બાદ લોકો તેને ટ્રોલ કરી રહ્યાં છે. ઘણાં તેને નેગેટિવ ગર્લ કહે છે તો ઘણાં પરાગ અને શેફાલીને બાપ બેટી કહી રહ્યાં છે. શેફાલીએ સર્જરી કરાવી તેની નેચરલ બ્યૂટી ગુમાવી દીધી છે.

તેમ કહ્યું હતું. અન્ય એક તસવીરમાં તે બિકની પહેરી સમુંદર કિનારે સ્વિંગ પર પોઝ આપી રહી છે. તેની તસવીર પર ફેન્સ તેનાં દિલથી વખામ કરી રહ્યાં હતાં તેમણે લખ્યું કે, ‘આગ લગાવી દીધી.. તે અન્ય એકે કમેન્ટમાં તેને દેવી કહ્યું. આપને જણાવી દઇએ કે, કાંટા લગા ગીતથી પોપ્યુલારિટી હાંસેલ કરી હતી. તેનું આ ગીત આજે પણ એટલું જ ફેમસ છે અને લોકોનાં મોઢે જલ્દી ચઢી જાય છે. આ ગીતનાં આવ્યા બાદ તે ઇન્ડસ્ટ્રીમાં આવી અને તેણે મુજસે શાદી કરોગી ફિલ્મમાં ગેસ્ટ અપીયરન્સ પણ આપ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.