Western Times News

Gujarati News

નતાશા પતિ વરુણ ધવનને મળવા અરુણાચલ પ્રદેશ પહોંચી ગઈ

મુંબઈ: બોલિવુડ એક્ટર વરુણ ધવને ૨૪ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન કર્યા હતા. વરુણ અને નતાશાએ અલીબાગમાં નજીકના મિત્રો અને પરિવારજનોની હાજરીમાં લગ્ન કરી લીધા હતા. જાે કે, લગ્ન બાદ વરુણ અને નતાશા હનીમૂન પર નહોતા ગયા. વરુણ ધવન શૂટિંગમાં બિઝી હોવાથી કપલને ફરવા જવાનો મોકો જ ના મળ્યો. ત્યારે હાલ વરુણ ધવન અરુણાચલ પ્રદેશમાં છે ત્યારે પત્ની નતાશા ત્યાં પહોંચી ગઈ છે.

વરુણ ધવને ઈન્સ્ટાગ્રામ પર પત્ની નતાશા સાથેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. તસવીરમાં જાેઈ શકો છો કે બંને તળાવમાં પેડલ બોટ ચલાવાનો આનંદ લઈ રહ્યા છે. વરુણે લીધેલી આ સેલ્ફીમાં તેઓ બંને વિન્ટર જેકેટમાં જાેવા મળી રહ્યા છે. બેકગ્રાઉન્ડમાં દેખાતો નજારો પણ આંખ ઠારે તેવો છે. આ તસવીરો શેર કરતાં વરુણ ધવને સ્પષ્ટ કર્યું કે તેઓ હનીમૂન પર નથી ગયા. વરુણ લખ્યું, હનીમૂન પર નથી. આ તસવીર પર ફેન્સની સાથે વરુણ-નતાશાના મિત્રોએ પણ કોમેન્ટ કરી હતી.

‘બદ્રીનાથ કી દુલ્હનિયા’ના ડાયરેક્ટર અને વરુણના ફ્રેન્ડ શશાંક ખૈતાને લખ્યું, તમે લોકો લાંબા સમયથી હનીમૂન પર જ હતા? ઉલ્લેખનીય છે કે, શશાંક ખૈતાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાએ ગણતરીના લોકોમાંથી હતો જે વરુણ-નતાશાના લગ્નમાં સામેલ થયો હતો. શશાંક ઉપરાંત શ્રદ્ધા કપૂરે કોમેન્ટ કરતાં લખ્યું, બાબુડીઝ. આ સિવાય એક્ટર સિદ્ધાંત ચતુર્વેદી અને વરુણ શર્માએ હાર્ટ ઈમોજી દ્વારા કોમેન્ટ કરી હતી. વરુણ ધવને આ તસવીરો શેર કરવા ઉપરાંત ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કેટલાક વિડીયો શેર કર્યા હતા.

જેમાં તે બોટમાં બેઠેલા વ્યક્તિ સાથે વાતો કરે છે. વિડીયોમાં વરુણની સાથે પત્ની નતાશા પણ જાેવા મળી રહી છે. જણાવી દઈએ કે, વરુણ ધવન હાલ આગામી ફિલ્મ ભેડિયાનું અરુણાચલ પ્રદેશમાં શૂટિંગ કરી રહ્યો છે. આ હોરર કોમેડી ફિલ્મમાં વરુણની સાથે ક્રીતિ સેનન પણ છે. વરુણ અહીં શૂટિંગ કરી રહ્યો છે ત્યારે તેને જાેવા માટે ભીડ એકઠી થતી રહે છે, જેના કારણે શૂટિંગ અટકી ચૂક્યું છે. ત્યારે એક્ટરે પણ શાંતિથી લોકોને સમજાવ્યા હતા અને શૂટિંગ કરવા દેવા વિનંતી કરી હતી. મહત્વનું છે કે વરુણ અને ક્રીતિની ફિલ્મ ભેડિયા આવતા વર્ષે એપ્રિલમાં રિલીઝ થવાની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.