Western Times News

Gujarati News

જુઠી અને નફરતની રાજનીતિ કરનાર ભાજપના જુમલા બંગાળમાં નહીં ચાલે : અખિલેશ યાદવ

લખનૌ: સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે જુઠ અને નફરતની રાજનીતિ કરનાર ભાજપનો વિકાસનો જુમલો પશ્ચિમ બંગાળની વિધાનસભામાં ચાલશે નહીં. ત્યાં તો બસ ખેલા હોબે. યાદવે કહ્યું કે વચન આપી તેને ન નિભાવવું ભ્રષ્ટાચાર છે જનતાને બુનિયાદી મુદ્દાથી ભટકાવવાની કલામાં પારંગત ભાજપ નેતા એ બતાવતા નથી કે તેમણે પહેલા લોકોની સાથે કેવી રીતે અને કેટલી વાર છેંતરપીડી કરી છે. બંગાળમાં પ્રલોભનોની ઝડી કરનાર ભાજપ હવે ૧૫ લાખ દરેક એકના ખાતામાં મોકલવાના સપનાનો પણ ઉલ્લેખ કરતા નથી હવામાં એકસપ્રેસ વે બનાવનાર ઉત્તરપ્રદેશના સ્ટાર પ્રચારક પોતાના ચાર વર્ષની ઉજવણીમાં સંકલ્પ પત્રમાં ઉલ્લેખિત વચનોને નિભાવવાનો રેકોર્ડ રજુ કરી શકયા નથી

સારૂ એ રહેત કે તેમાંથી એક બે વચન જ પુરા કરવાની વાત બતાવી દેત ભાજપના ડબલ એન્જીન અને વિકાસના જુલા બંગાળમાં ચાલશે નહીં ત્યાં તો ખેલા હોબે તેમણે વિશ્વ જળ સંરક્ષણ દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુંદેલખંડ માટે અનેક વચનો કરવામાં આવ્યા એ વાત અલગ છે કે તેમના વચનો વચન જ રહે છે વારાણસીને વડાપ્રધાન કયોટો બનાવી રહ્યાં હતાં હવે તેનો ઉલ્લેખ પણ કરતા નથી મુખ્યમંત્રી પણ કયાં પાછળ રહે છે તે અયોધ્યાને વેટિકન સિટીનો દરજજાે અપાવવા માટે આતુર રહે છે પરંતુ બુદેલખંડ દેશના સૌથી ખરાબ વિસ્તારોમાં સામેલ છે

પીવાના પાણીના સંકટની સાથે ખાદ્ય સંકટથી પણ સ્થાનિક નિવાસીઓને સામનો કરવો પડી રહ્યો છે ભાદપ સરકારે આ વિસ્તારની ઘોર ઉપેક્ષા કરી છે તેની નજર વિસ્તારની ખનિજ સંપદા પર છે ક્ષેત્રના વિકાસ પર નહીં

બુંદેલખંડમાં પાણી અને ભુખથી તડપી રહેલ લોકો માટે સમાજવાદી પાર્ટીને સરકરે સમાજવાદી સુખા રાહત સામગ્રી વિતરીત કરી હતી કિસાનની મદદમાં કિસાન દુર્ધટના વીમાની રકમ ૨ લાખથી વધારી ૫ લાખ કરી દેવામાં આવી હતી જળ સ્તરમાં સુધાર અને સિંચાઇ સુવિધાના વિસ્તાર માટે તળાવો અને કુવાઓનો જીર્ણોધ્ધાર કાર્યક્રમ શરૂ કરાવ્યો હતો વર્ષા જળ સંચયન માટે ખેત તાળવ યોજના પણ શરૂ કરવામાં આવી હતી.

તેમણે કહ્યું કે મહોબાના ચરખારીને બુલંદેલખંડને શ્રીનગર માનવામાં આવે છે અહીં ચરખારી રિયાસતે દોઢ સો વર્ષ પહેલા સાત મોટા તળાવ બનાવ્યા હતાં સમયની ગતિમાં આ જર્જર થતા ગયા જયારે સમાજવાદી પાર્ટીની સરકાર બનીે તો આ તળાવોને વર્ષ ૨૦૧૬માં સુંદરીકરણ અને જીર્ણોધ્ધાર કરાવાયો બુંદેલખંડમાં સપા સરકાર દ્વારા હેડપંપ લગાવવામાં આવ્યા ઝાંસીમાં સૈનિક સ્કુલની સ્થાપના માટે બજેટ આપવામાં આવ્યું મંડીઓની સ્થાપના કરવામાં આવી તેમણે કહ્યું કે ભાજપની ડબલ એન્જીનવાળી સરકારને વિકાસથી કોઇ લેવાદેવા નથી ભાજપના સંકલ્પ પત્રનું મહત્વ માત્ર હવે કાગળોના પડીકા સમાન રહી ગયું છે તેમાં એવું કાંઇ પણ નથી જેને જમીન પર ઉતારવામાં આવ્યું હોય


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.