Western Times News

Gujarati News

સુરેન્દ્રનગરમાં સગીરા પર દુષ્કર્મ, બે ભાભીએ મદદ કર્યાનો આક્ષેપ

સુરેન્દ્રનગર: મહિલા અને બાળકી સાથે અત્યાચારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે સુરેન્દ્રનગર જિલ્લામાં એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં કુંટુંબની જ બે મહિલાઓની મદદથી સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પીડિત સગીરાની માતાએ વીડિયો વાયરલ કરી મદદ માંગી છે.

પ્રાપ્ત માહિતી અનુસરા, લીંબડી તાલુકાના એક ગામમાં રહેતી બે ભાભીઓએ ગામના બે યુવકોની સાથે મળીને સગીર વયની નણંદને લલચાવી ફોસલાવી ભગાડી લઈ ગઈ હતી. સગીરા સાથે એક હવસખોરે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે સગીરાની માતાએ પાણશીણા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે.
વિગતે ઘટનાની વાત કરીએ તો, લીંબડી તાલુકાના એક ગામમાં એક જ ઘરમાં રહેતી દેરાણી અને જેઠાણીએ ગામના યુવક પ્રકાશ પઢાર સાથે મળીને સગીર વયની નણંદને લલચાવી ફોસલાવી બાઈકમાં બેસાડી ભગાડી ગયા હતા.

એક જ બાઈકમાં સવાર થઈ સગીરા, પ્રકાશ અને બન્ને ભાભીઓ રળોલ ગામે પહોંચ્યાં હતા. રળોલ ગામે અજીત ગગજીભાઈ બાઈક લઈને ઊભો હતો. ભાભીએ તેની સાથે સગીરાને અજીતના બાઈક પાછળ બેસાડી દીધી. ત્યારબાદ અજીતે સગીરાને પાણશીણા પોલીસ મથકના વિસ્તારમાં લઈ જઈ અવાવરું જગ્યાએ સગીરા પર દુષ્કર્મ ગુજાર્યો હતો.સગીરાના માતાએ પાણશીણા પોલીસ મથકે સગીર વયની પુત્રી ઉપર દુષ્કર્મ આચરનાર હવસખોર અજીત ગગજીભાઈ, તેમની મદદગારી કરનાર પ્રકાશ પઢાર અને બન્ને પુત્રવધૂઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ગેડી ગામની બન્ને ભાભીઓએ મદદગારી કરી સગીર વયની નણંદ પર દુષ્કર્મ કરાવ્યાં અંગેના સમાચાર ફેલાતાં લીંબડી પંથકના લોકોએ ચારેય વ્યક્તિઓ ઉપર ફિટકાર વરસાવી હતી.

સગીરાની માતાએ આ મામલે પોલીસ પર આક્ષેપ કરતા કહ્યું છે કે, ‘પોલીસ અમને કોઈ મદદ નથી કરી રહી, આરોપીઓને ઝડપી પાડવામાં તેમને કોઈ રસ દેખાઈ નથી રહ્યો. દીકરીના મેડિકલ ચેકઅપ માટે પણ કોઈ વાહન પોલીસ લઈને ના આવી. અમારા ગામના લોકો જ પોતાની કારમાં મેડિકલ ચેકઅપ માટે લીંબડી હોસ્પિટલ લઈ જવી પડી છે. ઝડપીમાં ઝડપી આરોપીઓને ઝડપી પાડવામાં આવે તેવી અમારી માંગ છે.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.