Western Times News

Gujarati News

રામોલમાં રિક્ષાચાલકનું અપહરણ કરી લૂંટ ચાલુ રિક્ષામાંથી કૂદી જતા ચાલકનો બચાવ

અમદાવાદ, હાલમાં શહેરમાં રાતે નવ વાગ્યા બાદ કર્ફ્‌યુ ચાલી રહ્યો છે. જેનાં કારણે મોટાભાગના રહીશો ઘર માં પુરાઈ રહ્યા છે. બીજી તરફ કેટલાક અસમજિક તત્વો આ પરોસ્થિતિનો લાભ ઉઠાવી ગુણ આચરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં રામોલ વિસ્તારમાં રિક્ષાચાલકને માર મારી ચાર શખ્સોએ તેનું અપહરણ કર્યું હારું.

ઉપરાંત ડેકીમાંથી તેના રૂપિયા પણ લૂંટી લીધા હતા. ઘટનાની ફરિયાદ થતા રામોલ પોલીસ પણ ચોંકી ઉઠી છે અને તાબડતોબ તપાસ શરુ કરી છે. આ ઘટનાની વિગત એવી છે કે અજયભાઇ જયસ્વાલ મૂળ ઉત્તર પ્રદેશના છે અને હાલમાં સાણંદના ગોધાવી ગામમાં રહે છે. તથા રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે.

મંગળવારે સવારે તે ઘરેથી નીકળ્યા બાદ તે મોડી રાત્રે સીટીએમ ચાર રસ્તા પહોંચ્યા હતા . જ્યાં કર્ફ્‌યુ નો સમય થતા રીક્ષા મૂકીને એમાં જ સુઈ ગયા હતા. જ્યાં મોદી રાતે એ બાઈક પર ચાર શખ્સો આવ્યા હતા અને તેમને રીક્ષા લેવા કહેતા કર્ફ્‌યુ હોઈ તેમને ના પડી હતી.

જેથી એક શખ્સ જબરદસ્તીથી રિક્ષાની ચાવી લઇ બેસી ગયો હતો જયારે અન્ય બે તેમની પાસે પાછળની સીટમાં ગોઠવાયા હતા. બાદમાં તેમની રીક્ષામાંથી ૪૦૦૦ રૂપિયા કાઢી લીધા હતા અને અજયભાઇ ને પણ માર મારી અપહરણ કરીને રીક્ષા ખોખરા તરફ ભગાવી મૂકી હતી. ખોખરા ચાર રસ્તા તરફ જતાં રીક્ષા ધીમી પડતાં અજયભાઇ કૂદી પડ્યા હતા. જયારે લૂંટારાઓ રીક્ષા લઇ પલાયન થઇ ગયા હતા. આ ઘટના અંગે તેમણે ફરિયાદ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.