Western Times News

Gujarati News

ઇરાકમાં એક બાળક ત્રણ જનનાંગો સાથે જન્મ્યું

Files Photo

બગદાદ: ઇરાકમાં એક બાળક ત્રણ જનનાંગો સાથે જન્મ્યું છે. ડોક્ટરોએ કહ્યું કે તેમણે આવો પ્રથમ કિસ્સો જાેયો છે, જેમાં કોઇ બાળક પાસે એકથી વધુ પ્રાઇવેટ પાર્ટ છે. સામાન્ય રીતે હાથ અને પગની આંગળીઓની સંખ્યા ઘટી અથવા વધી શકે છે. પરંતુ જનનાંગોના કેસમાં તેમણે આવું પ્રથમવાર જાેયું છે.

ડેલીમેલના સમાચાર અનુસાર આ બાળકનો જન્મ ઇરાકના ઉત્તરી ભાગમાં મોસુલ પાસે થયો છે. તેમણે કહ્યું કે આ બાળક સાથે ચમત્કાર જેવું થયું છે. આ બાળકના ત્રણમાંથી એક જનનાંગ ૨ સેમી લાંબું છે, તો બીજી એક સેમી. જાેકે આ મુખ્ય જનનાંગો સાથે હતું. પરંતુ આ ઘટના સામાન્ય નથી. એટલે કે કોઇ શારીરિક કાર્યમાં સામેલ ન થઇ શકે. એવામાં ડોક્ટરોએ કહ્યું કે તેને બે વધારાના જનનાંગોને ઓપરેશન બાદ હટાવવામાં આવશે. ડોક્ટરોનું કહેવું છે કે આમ પ્રેગ્નેસી દરમિયાન કોઇ સમસ્યાના લીધે થઇ શકે છે

તેના મટે પારિવારિક અનુવાંશિક ઇતિહાસ પણ જવાબદાર હોઇ શકે છે. આ બાળકના ત્રણ જનનાંગો સાથે જન્મની ઘટના દુર્લભ છે, પરંતુ આ પહેલો કેસ નથી. આ સુપરનૂમેરરીનો મામલો કહે છે. દુનિયાભરમાં ૫૦ થી ૬૦ લાખ બાળકોના જન્મમાં આવો કિસ્સો જાેવા મળે છે.

જાેકે અત્યાર સુધી દુનિયાભરમાં બે જનનાંગોની સાથે જન્મની લગભગ ૧૦૦ કેસ સામે આવી ચૂક્યા છે, પરંતુ ત્રણ જનનાંગોની સાથે જન્મનો આ પહેલો કિસ્સો છે. ઇરાકી બાળકના મામલે વૈજ્ઞાનિકોએ ટ્રાઇફાલિયાનું નામ આપ્યું છે. આ વિશે એક ઇન્ટરનેશનલ કેસ સ્ટડી પણ પ્રકાશિત થઇ ચૂકી છે. જે ઇન્ટરનેશનલ જર્નલ ઓફ સર્જરીમાં છપાઇ હતી. આવો પ્રથમ કિસ્સો ભારતમાં ૨૦૧૫માં સામે આવ્યો હતો. જાેકે આ કિસ્સામાં વધુ ડોક્ટરી પુરાવા મળ્યા ન હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.