Western Times News

Gujarati News

રાફેલ સોદામા દસોલ્ટે વચેટિયાને એક મિલિ. યુરોની લાંચ આપી

File

૨૦૧૭ના વર્ષમાં દસોલ્ટ ગ્રુપના એકાઉન્ટમાંથી ૫,૦૮,૯૨૫ યુરો ‘ગિફ્ટ ટુ ક્લાયન્ટ્‌સ’ તરીકે ટ્રાન્સફર થયા હતા

નવીદિલ્હી, ભારત અને ફ્રાંસની વચ્ચે વર્ષ ૨૦૧૬-૧૭માં રાફેલ લડાકૂ વિમાન સોદામાં ભ્રષ્ટાચાર થયા હોવાના ઘણા દાવા કરવામાં આવ્યા હતા ત્યારે હવે ફરી આ કૌભાંડનું ભૂત ધૂણ્યું છે. ફ્રાંસની એક વેબસાઇટમાં દાવો કરવામાં આવ્યો છે કે ફ્રાંસની કંપની ડસોલ્ટ દ્વારા ભારતના એક વચેટિયાને એક મિલિયન યુરો ગિફ્ટ સ્વરૂપે આપવા પડ્યા હતા. મીડિયા અહેવાલમાં ખુલાસા બાદ હવે ફરી વાર આ ડીલ પર સવાલો ઊભા થઈ રહ્યા છે.

ફ્રાંસની એક રિપોર્ટમાં દાવો કરાયો છે જ્યારે વર્ષ ૨૦૧૬માં આ ડીલ કરવામાં આવી હતી ત્યારે ફ્રાંસની કંપનીએ ભારતના વચેટિયાને પૈસા આપ્યા હતા. વર્ષ ૨૦૧૭માં ડસોલ્ટ ગ્રુપના અકાઉન્ટમાંથી ગિફ્ટ ટૂ ક્લાયન્ટ્‌સના નામે પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

ફ્રાંસની એન્ટિ કરપ્શન એજન્સી દ્વારા જ્યારે ખાતાઓનું ઓડિટ કરવામાં આવ્યું ત્યારે આ માહિતી સામે આવી હતી. જાેકે રિપોર્ટમાં એવો પણ દાવો છે કે આ વાત સામે આવ્યા બાદ કોઈ એક્શન લેવામાં આવ્યો નથી. ફ્રાંસના રાજનેતાઑ સાથે કંપનીની મિલીભગત હોવાની આશંકા બતાવવામાં આવી રહી છે.

જાેકે આ બધા આરોપો પર ડસોલ્ટ ગ્રુપ દ્વારા કોઈ જવાબ આપાવામાં આવ્યા નથી અને ઓડિટ એજન્સીને પણ આ મુદ્દે કોઈ જવાબ આપવામાં આવ્યા નથી, કંપની એ વાતની સ્પષ્ટતા આપી શકી નથી કે આ રાશિ કઈ રીતે અને કેમ આવી હતી. જે ભારતીય કંપનીનું નામ તે રિપોર્ટમાં લેવામાં આવ્યું છે તે પહેલા પણ વિવાદોમાં રહી છે.

રિપોર્ટ અનુસાર કંપનીનો માલિક ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસમાં જેલ જઈ આવ્યો છે. નોંધનીય છે કે ભારત અને ફ્રાંસ વચ્ચે લડાકૂ વિમાનને લઈને આ ડીલ કરવામાં આવી છે જેમાં ૩૬ વિમાન ભારત આવવાના છે. એક ડઝન ભારત આવી પણ ગયા છે જ્યારે ૨૦૨૨ સુધીમાં બધા જ વિમાન ભારત આવી જવાના છે. જ્યારે આ ડીલ થઈ ત્યારે દેશમાં ખૂબ જ વિવાદ સામે આવ્યો હતો રાહુલ ગાંધીએ આ મામલાને જાેરશોરથી ઉપાડ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.