Western Times News

Gujarati News

અમેરિકામાં એક ભારતીય યુગલ પોતાના ઘરમાંથી મૃત હાલતમાં મળ્યું

Files Photo

મુંબઈ: અમેરિકામાં એક ભારતીય યુગલ પોતાના ઘરમાંથી મૃત હાલતમાં મળ્યું આવું છે. ચાર વર્ષની દીકરી ઘરની બાલ્કનીમાં રડી રહી હોવાથી પાડોશીઓને કંઈક અજુગતું બન્યાનું શંકા પડી હતી. જે બાદમાં તપાસ કરતા બાળકીના માતાપિતા મૃત હાલતમાં મળી આવ્યા હતા. મૃત મળી આવેલા યુગલના પરિવારના સભ્યોએ શુક્રવારે આ માહિતી આપી હતી. મૃત હાલતમાં મળી આવેલા યુગલના શરીર પર ઈજાના નિશાન છે. હાલ આ મામલે અમેરિકન પોલીસ તપાસ કરી રહી છે. બંનેનો મૃતદેહ ભારત પહોંચતા આછથી દસ દિવસ જેટલો સમય લાગશે. યુગલના મોતની તેની ચાર વર્ષની દીકરી નોધારી બની છે. હાલ બાળકી મૃતકના અને મિત્રના ઘરે છે.

અમેરિકાના અમુક મીડિયા રિપોર્ટ્‌સના જણાવ્યા પ્રમાણે ન્યૂઝર્સીના નોર્થ આર્લિંગટન શહેર ખાતે એપાર્ટમેન્ટમાંથી બંનેનો મૃતદેહ મળી આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્‌સ્‌ પ્રમાણે બેડરૂમમાં પતિ અને પત્ની વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થઈ હોઈ શકે છે. આ દરમિયાન બંનેએ એકબીજા પર ધારદાર વસ્તુઓથી પ્રહાર કર્યો હોઈ શકે.

મળતી માહિતી પ્રમાણે ૩૨ વર્ષીય બાલાજી ભરત રુદ્રવર અને તેની પત્ની આરતી બાલાજી રુદ્રવરના મૃતદેહ તેના એપાર્ટમેન્ટ ખાતેથી જ મળી આવ્યા હતા. બાલાજીના પિતા ભરત રુદ્રવરે જણાવ્યું હતું કે, “બુધવારે એપાર્ટમેન્ટના અંદરથી બંનેનો મૃતદેહ મળી આવ્યો હતો. પાડોશીએ મારી પૌત્રીની બાલ્કનીમાં રડતી જાેઈ હતી.

જે બાદમાં સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘરમાં તપાસ કરી હતી. ” અમુક ન્યૂઝ પેપર્સમાં અહેવાલ છપાયો છે કે, અધિકારીઓએ દરવાજાે તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. આ સમયે પતિ અને પત્ની મૃત હાલતમાં જાેવા મળ્યા હતા. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, “કયા કારણોમાં બંનેનાં મોત થયા હતા તેની માહિતી તપાસ બાદ જ માલુમ પડશે. પરંતુ બંનેને તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યાના નિશાન છે.”

ભરત રુદ્રાવરે વધુમાં જણાવ્યું કે, “સ્થાનિક પોલીસે બનાવ અંગે મને ગુરુવારે જાણ કરી હતી. મોતના કારણ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. યુએસ પોલીસનું કહેવું છે કે તેઓ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જાણ કરશે.” ભરત રુદ્રાવરે વધુમાં જણાવ્યું તું કે, “મારી પુત્રવધૂ સાત મહિનાની પ્રેગ્નેન્ટ હતી. અમે તેમના ઘરે રહેવા માટે પણ ગયા હતા. અમે હાલ ફરીથી અમેરિકા જવા માટેનું આયોજન કરી રહ્યા હતા. બંને ખૂબ આનંદથી રહેતા હતા. બંનેનાં પાડોશી પણ ખૂબ સારા હતા. શા માટે આવું થયું તેના વિશે હું કંઈ ન કહી શકું.”

મૃતકના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે, “અમેરિકાના તંત્ર તરફથી મને જાણ કરવામાં આવી છે કે તમામ વિધિ પૂર્ણ કર્યા બાદ મૃતદેહ ભારત પહોંચશે, જેમાં ૮-૧૦ દિવસ લાગશે. મારી પૌત્રી હાલ મારા દીકરાના એક મિત્રના ઘરે છે. ન્યૂઝર્સીમાં ઘણા ભારતીયો રહે છે. ત્યાં મારા દીકરાના બહુ બધા મિત્રો છે.”બાલાજી રુદ્રવર આઈટી વ્યવસાયિક છે. જે મહારાષ્ટ્રના ભીડ જિલ્લાનો છે. તે ઓગસ્ટ ૨૦૧૫માં પોતાની પત્ની સાથે અમેરિકા સ્થાયી થયો હતો. બંનેના લગ્ન ડિસેમ્બર ૨૦૧૪માં થયા હતા. બાલાજીના પિતા બિઝનેસમેને છે. બાલાજી અમેરિકામાં ભારતની ખૂબ જ જાણીતી ઇન્ફોટેક કંપનીમાં કામ કરતો હતો. બાલાજીની પત્ની ગૃહિણી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.