Western Times News

Gujarati News

કૃષ્ણએ સ્વધામ ગમન કર્યુ એ દિવસની આધ્યાત્મિક ઉજવણી સોમનાથ ખાતે કરવામાં આવી

ચૈત્ર શુક્લ પ્રતિપદાએ પ્રભાસ ક્ષેત્રના ગોલોક ધામ ખાતેથી ભગવાન  શ્રી કૃષ્ણએ સ્વધામ  ગમન કર્યુ એ દિવસની આધ્યાત્મિક ઉજવણી સોમનાથ ખાતે કરવામાં આવી.

ગોલોક ધામ પાવન ભૂમી છે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ પૃથ્વી પર થી સ્વર્ગ ખાતે પ્રયાણ કર્યું એ સ્થાન. જ્યાં શ્રી કૃષ્ણની ચરણરજ આ દિવ્ય સ્થાન માં સચવાયેલી છે. સાથે જ પ્રભાસની ભૂમી ને હરિ-હર ભૂમી પણ આ કારણે જ કહેવાય છે, જ્યાથી ભગવાન શિવ પ્રથમ જ્યોતિર્લિંગ સ્વરૂપે અવતરીત થયા અને શ્રી કૃષ્ણએ સ્વધામ માટે આ ભૂમી પર થી પ્રયાણ કર્યું.

ગોલોક ધામ ભૂમી પર પરિવ્રાજક સ્વામી શ્રી જ્ઞાનાનંદ સરસ્વતીએ ચાતુર્માસ કરેલ અને આ પાવન ભૂમી ખાતે શ્રી કૃષ્ણના સ્વધામ ગમન દિવસની શાસ્ત્રોક્ત અને જ્યોતિષ દ્રષ્ટીએ કાલગણના કરી હતી. જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ એ ચૈત્ર શુક્લ પ્રતિપદા ના પાવન દિવસે બપોરના 2 કલાક 27 મીનીટ એને 30 સેકન્ડ ના સમયે પૃથ્વીલોક થી સ્વધામ ગમન કરેલ હતું.

આજરોજ આ પાવન દિવસે ગોલોકધામ દિન નીમીત્તે નુતન ધ્વજારોહણ પૂજન ટ્રસ્ટના એક્ઝીક્યુટીવ ઓફિસર દ્વારા કરવામાં આવેલ, તેમજ શ્રી કૃષ્ણ પાદુકા પુજન- કરવામાં આવેલ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.