Western Times News

Gujarati News

મહારાષ્ટ્રમાં હવે એક પણ સીરિયલનું શૂટિંગ નહીં થાય

files Photo

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે રાજ્યમાં ૧૫ દિવસનું કર્ફ્‌યૂ જાહેર કર્યું હતું, જેના પગલે ફિલ્મો, ટીવી સીરિયલો તેમજ એડ ફિલ્મનું શૂટિંગ નહીં થાય. આ પ્રતિબંધો ૧૪ એપ્રિલથી સમગ્ર મહારાષ્ટ્રમાં રાતે ૮ વાગ્યાથી લાગુ કરવામાં આવશે. રાજ્યમાં જે રીતે કોવિડ-૧૯ના કેસ વધી રહ્યા છે તેને જાેતા જનતા કર્ફ્‌યૂ લાદવામાં આવ્યું છે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ રાજ્યને રાતે ૮.૧૫ કલાકે રાજ્યના લોકોને સંબોધન કર્યું હતું

રાજ્યમાં કલમ ૧૪૪ લાગુ કરતાં પ્રતિબંધો લગાવ્યા હતા. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, ઈમરજન્સસી વગર કોઈ પણ ઘર બહાર પગ મૂકશે નહીં. પ્રોડ્યૂસર અને ઈન્ડિયન ટેલિવિઝન ફિલ્મ્સ એન્ડ ટેલિવિઝન પ્રોડ્યૂસર્સ કાઉન્સિલના ચેરમેન જે.ડી. મજેઠીયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, ‘હમણાં અમે પ્રતિબંધોનું પાલન કરીશું, પરંતુ ટૂંક સમયમાં ફરીથી તેમનો સંપર્ક કરીશું. અમે આ મામલે મુખ્યમંત્રીની સાથે છીએ અને તેમના આદેશનું પાલન કરીશું. ગયા વર્ષે જ્યારે તેમણે લોકડાઉન જાહેર કર્યું હતું

ત્યારે અમે તેમની સાથે વાત કરી હતી અને તેઓ અમારી પરિસ્થિતિને સમજ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે, ‘અમે પોતાને ફ્રંટલાઈન વર્કર સમજીએ છીએ કારણ કે અમે લોકોને ઘરે બેઠા મનોરંજન પૂરું પાડીએ છીએ. અમે લોકોના ચહેરા પર સ્મિત લાવીએ છીએ,

જેઓ ડિપ્રેશન, તણાવમાંથી પસાર થઈ રહ્યા છીએ. અમારી પાસે એવા વર્કરો પણ છે જેઓ દૈનિક વેતન મેળવે છે. તેથી, મુખ્યમંત્રીએ જે રીતે કન્સ્ટ્રક્શન કામદારોને મંજૂરી આપીએ છીએ તેવું અમારે સાથે પણ તેઓ કરે તેમ અમે ઈચ્છીએ છીએ. હાલ, અમે તેમની સાથે છીએ. પરંતુ, એમ બે દિવસમાં તેમનો સંપર્ક કરીશું અને શું નિષ્કર્ષ આવે છે તે જાેઈશું. અમે કેવી રીતે સુરક્ષા સાથે ગાઈડલાઈનને અનુસરી શકીએ છીએ તે યોજનાને આગળ વધારવાનો પ્રયત્ન કરીશું અને જાે અમે હજી શૂટિંગ કરી શકીએ તો બાયો બબલ બનાવીશું અને પછી તેમનો સંપર્ક કરીશું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.