Western Times News

Gujarati News

રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ મેન પાવરની અછત હોવાની કબુલાત કરી

અમદાવાદ: કોરોનાની ગુજરાતમાં વખતે થતી સ્થિતિના ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો સુનાવણી હાથ ધરી અને સરકારનો ઉધો લીધા બાદ સરકાર હરકતમાં આવી ગઇ છે.સરકારે એક અઠવાડિયામાં બીજી વખત સોગંદનામું રજૂ કર્યું છે.રાજ્યમાં કોરોના વાયરસનાં આંકડા કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં ઓક્સિજન, રેમડેસિવીર, બેડ જેવી અનેક સુવિધાઓ માટે સામાન્ય લોકોને વલખાં મારતા જાેઇને ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવી હતી.આ અંગે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં ૮૨ પાનનું સોગંદનામું રજૂ કર્યું છે. રૂપાણી સરકાર દ્વારા રજૂ કરાયેલા આ સોગંદનામામાં કોરોનાની કપરી સ્થિતિને પહોંચી વળવા સક્ષમ હોવાનો દાવો કર્યો છે.

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને કોરોનાની કામગીરી અંગેનું સોગંદનામું જાહેર કરવા આદેશ કર્યો હતો, જેથી સરકારી આજે હાઈકોર્ટમાં સોગંદનામું જાહેર કર્યુ છે, જેમા કોરોનાની સ્થિતિ, રેમડેસિવિર તેમજ ઓક્સિજનની અછતને પહોંચી વળવામાં સરકાર સક્ષમ છે તેવો દાવો કરવામાં આવ્યો છે. હાઈકોર્ટની ઓનલાઈન સુનાવણી શરૂ થઈ છે. જેમા ફરી ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે સરકાર પાસેથી જવાબ માંગવામાં આવશે.આ સુનાવણી અંતર્ગત હાલ સરકાર અને હાઇકોર્ટ બંને પક્ષ તરફથી પોતાની વાતો રજૂ કરવામાં આવી રહી છે.સોગંદનામામાં સરકારે જણાવ્યું કે, આરટી પીસીઆર ટેસ્ટ, રેમડેસિવિર ઈન્જેકશન, ઓક્સિજન, હોસ્પિટલ બેડ વ્યવસ્થા અને ડેશબોર્ડ પર પારદર્શક માહિતીની વ્યવસ્થા કરેલ છે.

૩૦ એપ્રિલ સુધીમાં ૧ લાખ બેડ ઉપલબ્ધ કરાવશે.સાથે જ રાજ્યમાં હાલ ૭૯,૪૪૪ કોવિડ દર્દીઓ માટે બેડ ઉપલબ્ધ હોવાનો દાવો પણ કર્યો છે. કોરોનાની સ્થિતિ માટે ડેશ બોર્ડ ઉભું કર્યું જેમાં એક્ટિવ કેસ, મૃત્યુઆંક, રિકવર દર્દીઓના આંકડા આપવામાં આવ્યા છે. રેમડેસિવિરના ઉપયોગ અંગે લોકોને જાગૃત કર્યા અને સરકારે રિયલટાઈમ બેડ માહિતી માટે ડેશબોર્ડ ઉભુ કર્યું છે.

સરકારે પોતાનો પક્ષ રજૂ કરતાં વિવિધ મુદ્દાઓ વર્ણવ્યા હતા૧૧૦૦ મેટ્રિક ટન ઓક્સિજનની વ્યવસ્થા કરી રહ્યા છીએ, આવતા અઠવાડિયામાં ૫ પ્લાંટ કાર્યરત થશે,રોજના ૨૦ હજાર વાયલ ઈન્જેક્શન આપી રહ્યા છીએ,લેબોરેટરીમાં ઘણા ઓછા સ્ટાફમાં કામગીરી થાય છે.રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ મેન પાવરની અછત હોવાની કબુલાત કરી છે જ્યારે હાઇકોર્ટ હજુ પણ સરકાર થી સંતુષ્ટ ન હોય તેવું જાેવા મળ્યું હતું.હાઇકોર્ટે સરકારનો ઉધડો લેતા કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા હતા ફર્સ્‌ટ કમ, ફર્સ્‌ટ સર્વે બેઝ પર દર્દીને દાખલ કરાય છે,

જેનાથી ગંભીર દર્દીઓ વેઈટિંગમાં રહે છે,ખાનગી અને ડેઝિગ્રેટેડ હોસ્પિટલ દર્દીને દાખલ નથી કરતી હાઈકોર્ટપહેલા ઝોન વાઈઝ ૧૦૮ એમ્બ્યુલન્સની વ્યવસ્થા ગોઠવી હતી, હવે સેન્ટ્રલ લાઈઝ ૧૦૮ કરવાથી દર્દીઓને હાલાકી પડે છે, તમામ હોસ્પિટલમાં બેડ મળવા મુશ્કેલ, વેન્ટિલેટર માટે ૩થી ૫ દિવસનું વેઈટિંગ જાેવા મળી રહ્યું છે.ગુજરાતમાં કોરોના વાયરસની પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે

ત્યારે રાજ્ય સરકાર દ્વારા વારંવાર જાહેરાત કરવામાં આવી છે કે રાજ્યમાં લૉકડાઉન કરવામાં આવશે નહીં. એવામાં ઘણી બધી સંસ્થાઓ તથા નિષ્ણાતો દ્વારા લૉકડાઉન કરવા માટે અવારનવાર રજૂઆત કરવામાં આવી છે ત્યારે હાઇકોર્ટમાં કોરોના વાયરસ પર ચાલી રહેલી સુનાવણીમાં મેડિકલ એસોસિયેશન દ્વારા ગુજરાતમાં ૧૪ દિવસનું લૉકડાઉન કરવા રજૂઆત કરવામાં આવી છે. મેડિકલ એસોસિયેશન દ્વારા દલીલ કરવામાં આવી છે કે રાજ્યમાં ૧૪ દિવસનું લૉકડાઉન જરૂરી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.