Western Times News

Gujarati News

પાવરફૂલ ખાસિયતો સાથે ઓપ્પો A54 ભારતમાં પ્રસ્તુત

નવી દિલ્હી, આંતરરાષ્ટ્રીય સ્તરની અગ્રણી સ્માર્ટ ડિવાઇઝ બ્રાન્ડ ઓપ્પોએ આજે ભારતમાં સંપૂર્ણપણે નવા ઓપ્પો A54 પ્રસ્તુત કરવાની જાહેરાત કરી છે, જેની કિંમત રૂ. 13,490થી શરૂ થાય છે. ઓપ્પો A54ના યુઝર્સ એવા ફોન શોધી રહ્યાં છે, જે તેમની અપેક્ષાઓ સંતોષે અને તેમની સાથે તાલમેળ સ્થાપિત કરે, પણ સાથે સાથે એ સુંદર ડિઝાઇન અને શ્રેષ્ઠ પર્ફોર્મન્સ પણ ધરાવતો હોય. A54 એની 5,000mAh બેટરી અને 18W ફાસ્ટ ચાર્જિંગ સાથે આખો દિવસ તમને ચાર્જ રાખશે, તથા તમને ઓક્ટા-કોર પ્રોસેસર, 128GB ROMની અલ્ટ્રા-લાર્જ મેમરી સાથે 16.55 સેમીના પંચ-હોલ ડિસ્પ્લે પર મનોરંજન માણવા સક્ષમ બનાવે છે.

A સીરિઝની ડિઝાઇન વધારે મનોરંજન પૂરું પાડતી ટેકનોલોજી માટે બનાવવામાં આવી છે. પણ વધારે મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે, આ યુઝર્સ માટે ટેકનોલોજી એના લાભ મેળવવા સાથે સંબંધિત છે, જે તેમને સોશિયલી એક્ટિવ લાઇફસ્ટાઇલ જીવવા સક્ષમ બનાવે છે. તેઓ લેટેસ્ટ ટેકનોલોજી અપનાવવા તૈયાર છે, છતાં પ્રેક્ટિકલ છે, જેથી તેમને વધારે આકર્ષક ખાસિયતોની જરૂર નથી. A54 સ્ટાઇલિશ અને સમકાલીન ડિઝાઇનનો શ્રેષ્ઠ સમન્વય ધરાવે છે, જે યુઝર્સને સરળતાપૂર્વક તેમનું જીવન માણવા સક્ષમ બનાવે છે.

ઓપ્પો ઇન્ડિયાના ચીફ માર્કેટિંગ ઓફિસર દમ્યંત સિંહ કનોરિયાએ કહ્યું હતું કે, “A સીરિઝ અમારા યુઝર્સની લાઇફસ્ટાઇલને શ્રેષ્ઠ બનાવવા કે એમાં પૂરક બનવા ડિઝાઇન કરવામાં આવી છે. ઓપ્પો A54 એક ફોન સાથે જ આ લક્ષ્યાંક પાર પાડે છે, જે આધુનિક ડિઝાઇન સાથે શ્રેષ્ઠ પર્ફોર્મન્સનું સંતુલન સ્થાપિત કરે છે.

એની 5000mAhની ક્ષમતા ધરાવતી બેટરી અને 18W ફાસ્ટ ચાર્જ આખો દિવસ તમારો ફોન ચાર્જ રહે એવી સુનિશ્ચિતા કરશે. A54 સાથે તમે પર્યાપ્ત સ્ટોરેજ અને મેમરી ધરાવશે, જેથી તમે અંડરપર્ફોર્મિંગ સ્માર્ટફોનની નિરાશા વિના મનોરંજન માણી શકશો.”

પર્ફોર્મન્સ પાવર છેઃ બેટરી અને ચાર્જિંગ તમને આખો દિવસ ચિંતામુક્ત રાખવા A54 લાંબો સમય ચાલતી 5000mAhની ક્ષમતાવાળી બેટરી ધરાવે છે. આ સિંગલ ચાર્જ પર 2.2 દિવસ ચાલશે અથવા 19.9 કલાક યુટ્યુબ વીડિયો પ્લેબેક સુધી ચાલશે. તમે 23 કલાક સુધી વ્હોટ્સએપ પર મિત્રો અને પરિવારજનોને મેસેજ પણ કરી શકો છો. A54 800 વાર માનસિક શાંતિ સાથે તમારા ફોનને ચાર્જ કરવા સલામતીની ખાસિયતો પણ ધરાવે છે.

A54 બેટરી ઓવરચાર્જ અને ઓવર-ડિસ્ચાર્જ પ્રોટેક્શન પૂરું પાડશે; શોર્ટ સર્કિટ અને ઓવરકરન્ટ પ્રોટેક્શન પણ આપશે; અને યુઝર્સની ચાર્જિંગ સલામતીનું રક્ષણ કરવા શ્રેણીબદ્ધ ચાર્જિંગ પ્રોટેક્શન ડિઝાઇન કરેલા છે. જ્યારે બે દિવસ પછી તમે તમારા ફોનને ચાર્જ કરવાની જરૂરિયાત અનુભવશો, ત્યારે A54નું 18W ફાસ્ટ ચાર્જ તમને ફક્ત 2 કલાક અને 23 મિનિટમાં તમારા ફોનને ફૂલ ચાર્જ કરી આપશે. જો તમે ઝડપી ચાર્જ કરવા ઇચ્છતાં હોય, તો તમે 10 મિનિટમાં 13 ટકા ચાર્જ કરી શકશો, જેથી તમે મહત્વપૂર્ણ કામગીરી ચૂકી નહીં જાવ.

જો એક યા બીજા કારણસર તમારી બેટરીનું ચાર્જ પૂર્ણ થવાની નજીક હોય તો સુપરપાવર સેવિંગ મોડ તમને ઉપયોગી થાય છે. પાવર સેવિંગ વ્યૂહરચનાઓનો ઉપયોગ કરીને A54 5 ટકા બેટરી લાઇફ સાથે વ્હોટ્સએપ પર 85 મિનિટ ચેટિંગ કરવાનો અને 91 મિનિટ ફોન કોલ કરવાનો અવકાશ આપશે. વળી રાતે પણ જો તમે તમારા ફોનને ચાર્જ કરવાનું ભૂલી ગયા હોય, તો તમે સૂતા હોય ત્યારે A54ની સુપર નાઇટ-ટાઇમ સ્ટેન્ડબાય સુવિધા તમારી બેટર લાઇફને જાળવે છે, જેથી બીજા દિવસે સવારે બેટરીમાં ફક્ત 1.79 ટકાનો ઘટાડો જ થાય છે.

વધારે સલામતી માટે ઓપ્ટિમાઇઝ નાઇટ ચાર્જિંગ A54ને તમે જાગો એ અગાઉ અને તમે એને ફૂલ ચાર્જ કરવાનું શરૂ કરો એ અગાઉ 80 ટકા સુધી ઇન્ટેલિજન્ટલી ચાર્જ કરે છે. વળી તમારા હાથમાં શ્રેષ્ઠ સુવિધા સુનિશ્ચિત કરવા સ્માર્ટ ટેમ્પરેચર કન્ટ્રોલ ફોનના રિઅર કવરના તાપમાનને ઓળખવા અને એમાં ઘટાડો કરવા સેન્સરનો ઉપયોગ કરે છે, જેથી ઓવરહીટિંગનું જોખમ ઘટાડી શકાય.

પર્ફોર્મન્સ પાવર છે: ROM અને ડિસ્પ્લે
4GB/6GB RAM અને 128GB ROM સુધીની અલ્ટ્રા-લાર્જ મેમરીની ક્ષમતા સાથે A54થી કામગીરીમાં વિક્ષેપ ઊભો નહીં થાય. હકીકતમાં તમે તમારા ડિવાઇઝની સ્ટોરેજ ક્ષમતા માઇક્રો એસડી કાર્ડ સાથે 256GB સુધી વધારી શકે છે. એટલું જ નહીં A54 મીડિયાટેક હીલિયો P35 (MT6765) ઓક્ટો-કોર પ્રોસેસર પર ચાલે છે.

વળી આટલું જ પૂરતું નથી! હાયપર બૂસ્ટ ખાસિયત તમારા ફોનનો વપરાશ કેવી રીતે થાય છે એને આધારે સિસ્ટમના સંસાધનોની પુનઃફાળવણી કરીને પસંદગી એપ્સ કે ગેમ્સના પર્ફોર્મન્સ અને સરળતામાં વધારો કરે છે. હાયપર બૂસ્ટ સાથે તમે ઓછામાં ઓછો વિક્ષેપ અનુભવશો અને એકસાથે વધારે કામગીરી કરી શકો છો. તમે ડ્યુઅલ ચેનલ એક્સલરેશન સપોર્ટ સાથે હંમેશા જોડાયેલા પણ રહેશો,

જે A54ને મોબાઇલ નેટવર્ક કે વાઇ-ફાઈ વચ્ચે સરળતાપૂર્વક અને કોઈ પણ પ્રકારના વિક્ષેપ વિના સ્વેપ કરવા સક્ષમ બનાવે છે, પછી તમે મોબાઇલ ગેમ રમતા હોવ કે વીડિયો સ્ટ્રીમ થતો હોય. વળી A54ના સંવર્ધિત સ્પીકર કેટલાં પ્રશંસનીય છે એનો આનંદ લો. સ્પીડ હોવા છતાં તમારો ફોન હંમેશા ઠંડો જળવાઈ રહેશે, કારણ કે A54નું ઓપ્ટિમલ હીટ ડિસિપેશન 5 ટેમ્પરેચર સેન્સર્સ અને મોટી ગ્રેફાઇડ શીટનો ઉપયોગ કરે છે, જેને ફોન દ્વારા વ્યૂહાત્મક રીતે સ્થાન આપવામાં આવ્યું છે.

ફોનનાં પર્ફોર્મન્સમાં અસરકારક રીતે સમન્વય જોવા મળે છે અને જ્યારે તમે A54ને ચાલુ કરો છો, ત્યારે એને અનુભવી શકો છો તથા એલસીડી ડિસ્પ્લે દ્વારા પાવર્ડ એની HD+ સ્ક્રીનની મજા માણી શકો છો. A54 યુઝરને ઓછી બ્રાઇટનેસમાં ફ્લિકર-ફ્રી અનુભવ આપવાની સાથે આંખમાં થાક ઘટાડે છે તેમજ સિંગલ પંચ-હોલ ડિસ્પ્લે સાથે સ્ક્રીન 89.2 ટકા સ્ક્રીન-ટૂ-બોડી રેશિયો અને નાના પિક્ચર સાથે મોટી છે.

અતિ ચમકદાર સેલ્ફી માટે ફ્રન્ટ કેમેરાની આસપાસ રિંગ પ્રકાશ આપે છે એ નાનું બોનસ પણ છે. સ્માર્ટફોન્સને મોબાઇલ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવતા હોવાથી સ્ક્રીનની વિઝિબિલિટી આવશ્યક છે, પછી એ ઇનડોર હોય કે આઉટડોર હોય. અહીં સનલાઇટ સ્ક્રીન અને મૂનલાઇટ સ્ક્રીન જેવી ખાસિયતો દરેક સ્થિતિમાં સરળ અનુભવ સુનિશ્ચિત કરવા પિક્ચરમાં એન્ટર થાય છે.

પર્ફોર્મન્સ પાવર છેઃ ડિઝાઇન અને સેલ્ફી
A54ની ડિઝાઇન અને વધારે વપરાશક્ષમતા એના વિશિષ્ટ દેખાવ અને શ્રેષ્ઠ શોટ મેળવવામાં તમને કેવી રીતે મદદ કરે છે એ બંનેમાં જોવા મળે છે. આ રિઅર કવર માટે ઉપયોગ થયેલી સામગ્રીમાં પણ જોવા મળે છે, જેમાં એની 3ડી પેનલ માટે મેટલિક સામગ્રીનો ઉપયોગ થયો છે,

જે મજબૂત અને ઓછું બેન્ડ થઈ શકે એવું માળખું પ્રદાન કરે છે તેમજ હાથમાં સરળતાપૂર્વક સમાઈ જાય છે. પરિણામે A54નું વજન આશરે 192 કિલોગ્રામ છે અને 8.4એમએમ જાડાઈ ધરાવે છે. ઓપ્પો A54ના યુઝર્સને ત્રણ વિશિષ્ટ કલરમાંથી પસંદગી કરવાની તક મળશે – ક્રિસ્ટલ બ્લેક, સ્ટારી બ્લૂ અને મૂનલાઇટ ગોલ્ડ.

સ્માર્ટફોન ફેસ રેકગ્નિશન અને સાઇડ ફિંગરપ્રિન્ટ અનલોક ટેકનોલોજી સાથે આવશે. ઉપરાંત ત્રણ કેમેરા સરળ છતા પ્રીમિયમ મેટ્રિક્સ લેઆઉટ ધરાવે છે. લેન્સમાં ઇચિંગ અને સ્ક્રીન પ્રિન્ટિંગ દ્વારા સુપરપોઝિશન પ્રોસેસનો ઉપયોગ થયો છે, ત્યારે ડેકોરેટિવ કલરમાં મેટલ ઓક્સાઇડ કલરનો ઉપયોગ થયો છે,

જે ફોનના સંપૂર્ણ કલર સાથે સુસંગત છે. રિઅર કેમેરા 13એમપી મેઇન કેમેરા, ક્લોઝ રેન્જ શોટ માટે 2એમપી મેક્રો કેમેરા અને બેકગ્રાઉન્ડને બ્લર કરે અને ફોટોના સબ્જેક્ટને હાઇલાઇટ કરે એવા બ્રિલિયન્ટ બોકેહ શોટ માટે 2એમપી બોકેહ ધરાવે છે. A સીરિઝનમાં ઓપ્પો સુંદર શોટો લેવાની કામગીરી હાર્ડવેર પર છોડતી નથી. તમને ફોટોગ્રાફીનો શ્રેષ્ઠ અનુભવ આપવા A54 બેકલાઇટ એચડીઆર, ડેઝલ કલરમોડ, એઆઈ સીન રેકગ્નિશન અને અલ્ટ્રા નાઇટ મોડ જેવી કેટલીક રોમાંચક ખાસિયતો ધરાવે છે.

વળી આ 16એમપી ફ્રન્ટ કેમેરા પણ ધરાવે છે, જે તમને શ્રેષ્ઠ અને સ્પષ્ટ સેલ્ફી લેવા સક્ષમ બનાવે છે, જેથી તમે તમારી દરેક યાદગાર ક્ષણોને કેમેરામાં કેદ કરી શકો છો. આ કેમેરા બોકેહ મોડ અને એઆઈ બ્યૂટિફિકેશન જેવી ખાસયિતોને પણ સપોર્ટ કરે છે.

A54 રિઅર કેમેરા સાથે 90એફપીએસ પર 720પી પર એસએલઓ-એમઓ સહિત વીડિયો ફિલ્મને સપોર્ટ પણ કરે છે અને 10 વીડિયો ફિલ્ટર સુધીની સુવિધા આપે છે, જેમાં ઓરિજિનલ, જેન્ટલ, નૂન, સબ્ટલ વગેરે સામેલ છે.

પર્ફોર્મન્સ પાવર છે: આંગળીના ટેરવે સુવિધા અને પ્રીમિયમ ગુણવત્તા

A54 કલર OS 7.2 બ્લેક સ્ક્રીન મોડ પ્રસ્તુત કરે છે. તમે આ સુવિધાનો લાભ લઈ શકો છો, જેથી તમે વીડિયો પ્લે કરશો, ત્યારે તમારી સ્ક્રીન બ્લેક થશે અને એથી તમારી બેટરી લાઇફ બચવાની સાથે તમે મ્યુઝિક સ્ટ્રીમ કરવા ઓનલાઇન વીડિયો એપ્સનો પણ સુવિધાજનક રીતે ઉપયોગ કરી શકશો. અથવા તમારી બેટરીનું ચાર્જિંગ ગુમાવ્યા વિના બેકગ્રાઉન્ડમાં તમે મોબાઇલ ગેમને ચાલુ રાખી શકો છો. કલર OS 7.2ની અન્ય એક સુવિધા ફોટો ટ્રાન્સલેટર છે, જે ફોટો પર લખેલી ટેક્સ્ટને યુઝર્સ પરિચિત હોય એ ભાષામાં ટ્રાન્સલેટ કરશે.

બજારમાં ઉપલબ્ધતા
ઓપ્પો A54 20 એપ્રિલથી ભારતમાં ઉપલબ્ધ થવાની શરૂઆત થશે અને ત્રણ કલર્સમાં આવશે – ક્રિસ્ટલ બ્લેક, સ્ટારી બ્લૂ અને મૂનલાઇટ ગોલ્ડ. ઓપ્પો A54 રૂ. 13,490માં 4GB RAM + 64GB ROM; રૂ. 14,490માં 4GB RAM + 128GB ROMમાં અને રૂ. 15,490માં 6GB RAM + 128GB ROM ઉપલબ્ધ થશે.

ઓપ્પો A54 ફ્લિપકાર્ટ અને મેઇનલાઇન રિટેલ આટલેટ્સ પર ખરીદી માટે ઉપલબ્ધ થશે.
ફ્લિપકાર્ટ
ગ્રાહકો એચડીએફસી બેંકના કાર્ડ અને ક્રેડિટ કાર્ડ ઇએમઆઈ વ્યવહારો પર રૂ. 1000ના ફ્લેટ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે છે, રૂ. 1માં સંપૂર્ણ મોબાઇલ પ્રોટેક્શન મેળવી શકે છે, રૂ. 1 @ 70 ટકા સુધી બાયબેકનો લાભ લઈ શકે છે, 9 મહિના સુધી નો કોસ્ટ ઇએમઆઈનો લાભ મેળવી શકે છે. આ ઉપરાંત ઓપ્પોના હાલના ગ્રાહકો તેમના ઓપ્પો ફોનને અપગ્રેડ પણ કરી શકે છે અને રૂ. 1000નું વધારાનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.