Western Times News

Gujarati News

જ્યુબિલન્ટ ફાર્માએ રેમડેસિવીરના નોવેલ ઓરલ ફોર્મ્યુલેશનના વિકાસની જાહેરાત કરી

જ્યુબિલન્ટ ફાર્મોવાની પેટાકંપની, જ્યુબિલન્ટ ફાર્માએ પ્રાણીઓ અને તંદુરસ્ત માનવ સ્વયંસેવકોમાં સુરક્ષા અને ફાર્માકો કાઇનેટિક/એબ્સોર્પ્શન અભ્યાસોના સફળતાપૂર્વકની પૂર્ણતા સાથે રેમડેસિવીરના નોવેલ ઓરલ ફોર્મ્યુલેશનના વિકાસની જાહેરાત કરી

નોઇડા,  જ્યુબિલન્ટ ફાર્મોવા લિમીટેડની પેટાકંપની જ્યુબિલન્ટ ફાર્મા લિમીટેડે વ્યાપારી ધોરણે ઉપલબ્ધ ઇન્જેક્ટેબલ રેમડેસિવીરના ફોર્મ્યુલેશન સામે રેમડેસિવીરના નોવેલ ઓરલ ફોર્મ્યુલેશનનો ભારતમાં પ્રાણીઓ અને માનવ સ્વયંસેવકો પર ઉપયોગ કરીને સુરક્ષા અને ફાર્માકોકાઇનેટિક/એબ્સોર્પ્શન અભ્યાસો સફળતાપૂર્વક સંપન્ન કર્યા હોવાની જાહેરાત કરી છે.

જ્યુબિલન્ટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (ડીજીસીઆઇ) પાસથી આ નોવેલ ઓરલ ફોર્મ્યુલેશન માટે વધુ આભ્યાસો માટે ઓથોરાઇઝશનની માગ કરી છે. જ્યુબિલન્ટ કોવિડ-10 દર્દીઓ મટે વાજબી, વધુ સુગમ, ડમિનીસ્ટર કરવામા સરળ અને સંભવિત અસરકાર સારવાર વિકલ્પ પૂરો પાડવા માટે આશા ધરાવે છે. સૂચિત ઓરલ સારવાર 5 દિવસની હોવાનું મનાય છે, જે સમયગાળો ઇન્જેક્ટેબલ ડોસેજ સ્વરૂપે પણ સમાન છે. રેમડેસિવીર સૌપ્રથમ અને એકમાત્ર એન્ટિ-વાયરલ જ્રગ છે જેને કોવિડ-19 સાથેના દર્દી કે જેને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર હોય તેની સારવાર માટે યુએસ એફડી દ્વારા માન્યતા આપવામાં આવી છે.

ઇન્જેક્ટેબલ ફોર્મ્યુલેશન જે રીતે ક્ષમતા નિયંત્રણનો સામનો કરે છે તે કિસ્સામાં નવીન ફોર્મ્યુલેશન તેને ઘટાડશે તેમ મનાય છે અને કોવિડ-19ના દર્દીઓ માટે વ્યાપક અને સમયસર ઉપલબ્ધતાની ખાતરી કરે છે. તેને ખાસ કરીને હિપેટિક મેટાબોલિઝમ દૂર કરવા માટે બનાવવામાં આવી છે જે પરંપરાગત ઓરલ રુટ દ્વારા એડમિનીસ્ટર કરવામાં આવે ત્યારે રેમડેસિવીરના ફર્સ્ટ-પાસ ક્લિયરન્સ/એલિમીનેશનમાં પરિણમે છે.

પ્રિક્લિનીકલ અને માનવ અભ્યાસો એમ બન્નેના તારણો સુચવે છે કે ડ્રગને જ્યારે નોવેલ ઓરલ ફોર્મ્યુલેશનનો ઉપયોગ કરીને એડમિનીસ્ટર કરવામાં આવે ત્યારે એબ્સોર્પ્શન પસાર કરવા માટે સક્ષમ છે. નોવેલ ફોર્મ્યુલેશનને દરેક અભ્યાસ દર્દીઓ દ્વારા સહન કરવામાં આવ્યુ હતુ જેમાં ઇન્જેક્ટેબલ પ્રોડક્ટની તુલનામાં કોઇ વધારાના સુરક્ષા/સહનશીલતાના પ્રોફાઇલની જરૂર પડી ન હતી.

મે 2020માં જ્યુબિલન્ટે ગાઇલીડ સાયંસિઝ ઇન્ક (NASDAQ: GILD) સાથે નોન-એક્સક્લુસિવ લાયસન્સીંગ કરાર કર્યો છે, જે તેને ભારત સહિત 127 દેશોમાં ગાઇલીડના રેમડિસિવીરનું રજિસ્ટર, ત્પાદન અને વેચાણ કરવાની મંજૂરી આપે છે. 20 જુલાઇ 2020ના રોજ જ્યૂબિલન્ટે તીવ્ર કોવિડ-19ની સારવાર માટે ભારતમાં નિયંત્રિત આકસ્મિક ઉપયોગ માટે 100 mg/વાયલ (લિમ્ફોલાઇઝ્ડ ઇન્જેક્શન) માટે એન્ટીવાયરલ ડ્રગ રેમડેસિવીર (“JUBI-R”)નું ઉત્પાદન અને વેચાણ કરવાની મંજૂરી મેળવી હતી.

“આ નિર્ણાયક તબક્કે આ રોગચાળા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે રેમડેસિવીરના નોવેલ ફોર્મ્યુલેશનના આગળ ધપી રહેલા વિકાસની જાહેરાત કરતા ખુશી અનુભવીએ છીએ. એક વખત મંજૂરી મળી ગયા બાદ તે વધુ સરળ અને એડમિનીસ્ટર કરવામાં સરળ ફોર્મયુલેશન પૂરું પાડશે એટલું જ નહી પરંતુ કોવિડ-19 સારવારોની વધી રહેલી માગને પણ ટેકો આપશે” એમ જ્યુબિલન્ટ ફાર્મોવા લિમીટેડના કો-ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી, શ્યામ.એ. ભરતીયા અને શ્રી હરી એસ. ભરતીયાએ જણાવ્યું હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.