Western Times News

Gujarati News

મતદારો તેમના નેતાઓની પસંદગી કેવી રીતે કરે છે એ સમજવા ઉપયોગી જાણકારી પુસ્તક

ભારતના પ્રસિદ્ધ પોલસ્ટર પ્રદીપ ગુપ્તાનું નવું પુસ્તક ‘હાઉ ઇન્ડિયા વોટ્સઃ એન્ડ વ્હોટ ઇટ મીન્સ’ પ્રસ્તુત પુસ્તકના નિબંધો ભારતીય મતદારોની સફર બયાન કરે છે

મુંબઈ, ભારતના અગ્રણી સેફોલોજિસ્ટ તથા એક્સિસ માય ઇન્ડિયાના સીએમડી પ્રદીપ ગુપ્તાએ આજે તેમનું નવું પુસ્તક ‘હાઉ ઇન્ડિયા વોટ્સઃ એન્ડ વ્હોટ ઇટ મીન્સ’ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી. આ પુસ્તકમાં ભારતીય ચૂંટણીઓની બદલાતી પ્રકૃતિ પર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે તથા ફિલ્ડ ઇન્ટરવ્યૂ અને વિશ્લેષણને આધારે વિવિધ સત્યો ઉજાગર કરીને ભારતીયો તેમના રાજકીય આગેવાનોની પસંદગી કેવી રીતે અને શા માટે કરે છે એ વિશે જાણકારી આપવામાં આવી છે.

જગરનટ દ્વારા પ્રકાશિત ગુપ્તાના આ બીજા પુસ્તકમાં ચૂંટણીના પરિણામોમાં ધ્રુવીકરણ અને જીડીપીની અસર, ભારતીય રાજકારણને પ્રભાવિત કરવામાં સ્માર્ટફોન્સની ભૂમિકા, કેટલાંક રાજ્યોમાં વિશિષ્ટ મતદાતા તરીકે મહિલાઓનું મહત્વ તથા અન્ય કેટલાંક ચાવીરૂપ પરિબળો વિશે ચર્ચા કરવામાં આવી છે.

પુસ્તકમાં વિચારવા પ્રેરિત કરે એવું, અભ્યાસ કરવામાં રસપ્રદ અને વિવિધ માહિતીઓથી સભર છે, જેની ચૂંટણીના પરિણામો, મતદારોની લાગણીઓની સુંદર સમજણ પ્રદાન કરવા અને વિશ્વની સૌથી મોટી લોકશાહીના પડકારોને રજૂ કરવા બદલ રાજકીય, શૈક્ષણિક અને મીડિયાના આગેવાનોએ પ્રશંસા કરી છે.

આ લોંચ પર એક્સિસ માય ઇન્ડિયાના સીએમડી શ્રી પ્રદીપ ગુપ્તાએ કહ્યું હતું કે, “ઘણી વાર ભારતીય ચૂંટણી સાથે સંબંધિત વિવિધ પાસાઓને સંપૂર્ણપણે સમજી શકાતા નથી. ભારત અને વિદેશ એમ બંનેમાં અનેક વિશ્લેષકોએ સ્વીકાર્યું છે કે, દુનિયાના અન્ય કોઈ પણ દેશની ચૂંટણીઓની સરખામણીમાં ભારતમાં ચૂંટણી ઘણી વધારે જટિલ છે. વળી સૌથી વધુ અનુભવી લોકો પણ ભારતીય ચૂંટણીમાં સંકળાયેલી જટિલતા સંપૂર્ણપણએ સમજી શક્યાં નથી.

આ પુસ્તક ભારતીય મતદાતાઓને સમજવાનો નમ્ર પ્રયાસ છે, કારણ કે અમે આપણી જનતાની વૈચારિક પ્રક્રિયા અને દેશના અંતરિયાળ વિસ્તારોમાં એક્ઝિટ પોલ્સને સમજવા આતુર છીએ. એમાં સામાન્ય નાગરિક પર સંબંધિત રાજકીય, આર્થિક, ટેકનોલોજીકલ અને સામાજિક પાસાંઓની વિવિધ અસરને તથા એની તેમની મતદાન કરવાની વિચારસરણી પર કેવી અસર થાય છે એને ધ્યાનમાં લીધી છે. મને આશા છે કે, પુસ્તક અભ્યાસુઓને ઘણી જાણકારી આપશે અને આપણા પ્રિય દેશમાં ચૂંટણી સાથે સંબંધિત વિવિધ પાસાંઓની ઉપયોગી માહિતી આપશે.”

ગુપ્તા અને એક્સિસ માય ઇન્ડિયાને વર્ષ 2014થી તેમના એક્ઝિટ પોલ વિશ્લેષણ માટે ગોલ્ડ સ્ટાન્ડર્ડ ગણવામાં આવે છે તથા આ પુસ્તક ચૂંટણીના પરિણામોની ધારણા કરવાના તેમના સુપ્રસિદ્ધ મોડલનો ઉપયોગ કરીને મતદારોની માનસિકતા સમજવામાં તેમના પ્રયાસોનું પ્રતિબિંબ છે.

આ મોડલને તાજેતરમાં પ્રતિષ્ઠિત હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના અભ્યાસક્રમમાં કેસ-સ્ટડી તરીકે સામેલ કરવામાં આવ્યું છે. એચબીએસના ચૂંટણીઓ પરના અભ્યાસક્રમમાં સામેલ આ કેસ સ્ટડી વિશ્વની સૌથી મોટી લોકશાહી, વિવિધ વિસ્તારોમાં એની વિવિધતા, છ દેશો સાથે એની સહિયારી સરહદો, વિશાળ ગ્રામીણ જનસંખ્યા અને દેશભરમાં બોલાતી 23 વિવિધ ભાષાઓમાં ચૂંટણીના પરિણામોની સફળ ધારણા સાથે સંલગ્ન જટિલતા પર પ્રકાશ ફેંકે છે.આ અગાઉ વર્ષ 2018માં ગુપ્તાનું બ્લૂપ્રિન્ટ ફોર એન ઇકોનોમિક મિરેકલ નામનું પુસ્તક પ્રકાશિત થયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.