Western Times News

Gujarati News

સુરતમાં ડુપ્લીકેટ રેમડેસિવિર ઇન્જેક્શન આપતા સમગ્ર મામલો ઝડપાયો

Files Photo

સુરત: શહેરમાં રેમડેસિવિર ઇન્જેક્શનના અભાવથી ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. જે દર્દીને ઇન્જેક્શનની જરૂર હોય તેના પરિવારજનો તેનો જીવ બચાવવા ગમે તેટલા રૂપિયા આપીને ઈન્જેક્શન ખરીદવા માટે તૈયાર થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં પણ કેટલાક લાલચુઓ પૈસા કમાવી લેવા માટે લોકોના જીવ સાથે રમત રમતા હોય છે. સુરતમાં વધુ એક ઇન્જેક્શનનો મામલો સામે આવ્યો છે. જેમાં ડુપ્લીકેટ રેમડેસિવિર ઇન્જેક્શન આપતા સમગ્ર મામલો ઝડપાયો છે. ઈન્જેક્શન ડુપ્લિકેટ આપનારને લોકોએ પકડી પોલીસને સોંપી દીધો છે.

દર્દીના સંબંધીએ યુવકને ઇન્જેક્શન આપવા માટે કહ્યું હતું. ત્યાર બાદ યુવક પોતાની અર્ટિગા કાર લઈ ડિલિવરી આપવા આવ્યો હતો. આ યુવક ઇન્જેક્શનમાં પાણી ભરી ડિલિવરી કરતો હતો. હેટ્રો કંપનીના ઈન્જેકશન પાવડર ફોમમાં આવે છે. ૭ હજારના ૧ પેટે ૬ ઈન્જેકશન આપતા ઝડપાયો છે. ઈન્જેકશન એક્સપયારી ડેટના છે. ઇન્જેક્શનના કવર ઉપર સ્પષ્ટપણે દેખાય છે કે, એક્સપાયરી ડેટ સાથે પણ ચેડા કરવામાં આવ્યા છે. ૨૦૨૦ને બદલે ૨૦૨૧ કરવામાં આવ્યું છે. સરથાણા પોલીસે ઉમરા પોલીસને યુવકને સોંપવાની તજવીજ હાથ ધરી છે. ઈન્જેકશનની લેવડ દેવડનો બનાવ ઉમરા પોલીસ મથક હદ વિસ્તારમાં બન્યો હતો.

ખાલી ઇન્જેક્શનની બોટલોમાં પાણી ભરીને ઇન્જેક્શન વેચતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. સત્તાવાર પોલીસ દ્વારા હજુ વધુ માહિતી આપવામાં આવી નથી. આ યુવક અત્યાર સુધીમાં કેટલા લોકોને ઇન્જેક્શનમાં પાણી ભરીને વેચ્યું છે, તેની તપાસ શરૂ કરવામાં આવી રહી છે. કયાં કયાં હોસ્પિટલના દર્દીઓને કેટલા રૂપિયામાં આ બોગસ ઇન્જેક્શન વેચ્યું છે.તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અહીંયા યુવકો પણ તેની સાથે સંકળાયેલા છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. પાણી ભરેલો ઇન્જેક્શન વેચીને રૂપિયા કમાઈ લેવાની દાનતને કારણે કેટલાય પરિવારોના સ્વજનોના જીવ જાેખમમાં મુકી દે છે. ઉમરા પોલીસ સ્ટેશનમાં આરોપી યુવકને સોંપી દેવામાં આવ્યો છે. યુવક સામે કાયદેસરની કાર્યવાહી ઉમરા પોલીસે શરૂ કરી છે.

ફરિયાદી જીગ્નેશભાઈએ જણાવ્યું કે, મારા મામાનો દીકરો કોરોના સંક્રમિત છે. હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. જ્યાં તેનું ઓક્સિજન લેવલ ૮૦થી ૮૫ જેટલું રહેતું હતું. તેથી તેને ઇન્જેકશનની તાતી જરૂરિયાત હતી ત્યારે આ ઇસમનો સંપર્ક થતાં તેણે મને અઠવા ગેટ પાસે વનિતા પાસે બોલાવ્યો હતો. જેમાં મેં તેને એક ઈન્જેક્શનના સાત હજાર લેખે ૪૨ હજાર રૂપિયા ચૂકવ્યા હતાં, ત્યારબાદ ઇન્જેક્શન લિક્વિડ ફોર્મમાં હોવાથી મને શંકા ગઈ હતી કે આ ઇન્જેક્શન ડુપ્લિકેટ હોઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.