Western Times News

Gujarati News

કોરોના સંકટ માટે સરકાર ઉચ્ચતમ કાર્યકારી સ્તરે કામ કરી છે

Files Photo

નવીદિલ્લી: ભારતમાં કોરોના વાયરસની બગડતી સ્થિતિ પર મંગળવારે(૨૭ એપ્રિલ) સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી થઈ. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં એ જણાવ્યુ છે કે કોરોના સામે લડવા માટે તેમનુ નેશનલ લેવલનુ પ્લાન શું છે. જસ્ટીસ ડીવાય ચંદ્રચૂડે પૂછ્યુ કે, ‘કોરોના સંકટથી નિપટવા માટે સરકારની રાષ્ટ્રીય યોજના શું છે? શું આનાથી નિપટવા માટે વેક્સીનેશન જ મુખ્ય વિકલ્પ છે?’ આ સવાલના જવાબમાં સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યુ કે આ મુદ્દે હાઈ લેવલનુ કામ ચાલી રહ્યુ છે. કોરોના સંકટ માટે સરકાર ઉચ્ચતમ કાર્યકારી સ્તરે કામ કરી છે. પ્રધાનમંત્રી ખુદ આ મુદ્દાને ડીલ કરી રહ્યા છે.

જસ્ટીસ ડીવાય ચંદ્રચૂડે કહ્યુ, આવી સ્થિતિમાં આપણે પગલા લેવા પડે છે અને આપણે લોકોના જીવનની રક્ષા કરવાની જરૂર છે. સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ ઑક્સિજનની કમી બાબતે અને કોવિડ-૧૯ મહામારીના પ્રબંધન સાથે સંબંધિત અન્ય બાબતોની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટને જણાવ્યુ કે અમે સ્થિતિને બહુ સાવધાનીથી સંભાળી રહ્યા છે. ઑક્સિજનની કમીને લગભગ દૂર કરી લેવામાં આવી છે.

કોરોનાના વધતા દૈનિક આંકડા અને દર્દીઓને થતી મુશ્કેલીઓને જાેતા સુપ્રીમ કોર્ટે આ મામલે સ્વતઃ સંજ્ઞાન લીધુ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ મોકલીને કોરોના પર નેશનલ પ્લાનંગ વિશે માહિતી માંગી હતી. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી જસ્ટીસ એલ. નાગેશ્વર રાવ, જસ્ટીસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટીસ એસ રવિન્દ્ર ભટની બેંચે કરી. સુપ્રીમ કોર્ટમાં આજે બપોરે શરૂ થઈ હતી.

સુપ્રીમ કોર્ટે ૪ મહત્વના મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો હતો તેમાં ઑક્સિજનની કમી – છેવટે કેવી રીતે દેશમાં ઑક્સિજનની આટલી કમી થઈ રહી છે અને દર્દીઓના જીવ ઑક્સિજનની કમીના કારણે જઈ રહ્યા છે. દવાઓનો પૂરવઠો – દેશમાં કોરોનાની એંટી વાયરલ ડ્રગ રેમડેસિવિર જેવી દવાઓની અછત પર શું છે યોજના? વેક્સીનની કમી અને રીત – સુપ્રીમ કોર્ટે સરકારને વેક્સીનેશન કરવાની રીત વિશે પણ જવાબ માંગ્યો છે. આ ઉપરાંત વેક્સીનનો પુરવઠો કેવી રીતે પૂરો પાડવામાં આવશે એ પણ સરકારે કોર્ટમાં જણાવવાનુ છે.અને દેશમાં લૉકડાઉન લગાવવાની શું રીત છે, શું હાઈકોર્ટ પણ આનો ર્નિણય કરી શકે છે?

સુપ્રીમ કોર્ટમાં ૨૩ એપ્રિલ ૨૦૨૧ના રોજ આ કેસમાં સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન પૂર્વ ચીફ જસ્ટીસ એસ એ બોબડે, જસ્ટીસ એલ નાગેશ્વર રાવ અને એસ રવિન્દ્ર ભટે કહ્યુ હતુ કે તેમનો ઈરાદો કોઈ હાઈકોર્ટની સુનાવણીને રોકવાનો નથી. તે ઈચ્છે છે કે નેશનલ લેવલે દવાઓ અને ઉપકરણોનુ ટ્રાન્સપોર્ટેશન યોગ્ય રીતે થાય. યુપી હાઈકોર્ટના લૉકડાઉનવાળા ર્નિણયને સુપ્રીમ કોર્ટમાં પલટી દેવામાં આવ્યો હતો. આના માટે પહેલા વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેને એમિક્સ ક્યૂરી નિયુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ તેમણે કહ્યુ કે તેમને આનાતી અલગ કરી દેવામાં આવે. ત્યારબાદ જજાેએ વકીલ અનુરાધા દત્તને હરીશ સાલ્વેની જગ્યાએ એમિક્સ ક્યૂરી નિયુક્ત કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.