Western Times News

Gujarati News

નિક્કી તંબોલી જાન કુમાર સાનુને ડેટ કરી રહી છે?

હું જાન કુમાર સાનુને ડેટ કરી રહી નથીઃ નિક્કી તંબોલી-જ્યારથી નિક્કી તંબોલી બિગ બોસના ઘરમાંથી બહાર થઈ છે ત્યારથી અલગ-અલગ કારણથી સમાચારમાં રહે છે

મુંબઈ, જ્યારથી નિક્કી તંબોલી બિગ બોસ ૧૪ના ઘરમાંથી બહાર થઈ છે ત્યારથી અલગ-અલગ કારણથી સમાચારમાં રહે છે. શો ખતમ થયા બાદ, નિક્કી તંબોલીની ફ્રેન્ડ જાન કુમાર સાનુ સાથે વધેલી નિકટતા હેડલાઈન્સ બની હતી અને બંને વચ્ચે અફેર ચાલી રહ્યું હોવાની વાત પણ વહેતી થઈ હતી.

જાે કે, એક્ટ્રેસે ફરીથી સ્પષ્ટતા કરી છે કે, જાન એ માત્ર તેનો મિત્ર છે અને તેનાથી વધારે કંઈ નહીં. નિક્કી તંબોલીએ કહ્યું કે, તે ક્યારેય જાન પ્રત્યે આકર્ષિત થઈ શકે નહીં કારણ કે, એક ઈન્ટરવ્યૂમાં તેની માતાએ તેને અપશબ્દો કહ્યા હતા. નિક્કીએ જાનને શુભેચ્છા પાઠવી અને કહ્યું કે તે તેના ટાઈપનો નથી.

મને ખબર નથી પડતી કે લોકો મારું નામ જાન સાથે કેમ જાેડી રહ્યા છે. હું ખરેખર સિંગલ છું. બિગ બોસ ૧૪ના ઘરમાં હું અને જાન સાચેમાં ક્લોઝ મિત્રો હતા. પરંતુ બહાર આવ્યા બાદ અમે માત્ર મિત્રો બનીને રહી ગયા કારણ કે, હું તેનો સંપર્ક કરી શકી નહીં. મને નથી લાગતું કે તે મારા ટાઈપનો છે.

હું તેવા છોકરાને ડેટ કરીશ, જે મેચ્યોર હોય જે દુર્ભાગ્ય રીતે જાન નથી. મને મજબૂત પર્સનાલિટી ગમે છે અને મને લાગે છે કે જાન પોતાની આંખોમાં મજબૂત છે પરંતુ મારી નહીં’, તેમ નિક્કીએ કહ્યું. બિગ બોસ ૧૪ના ઘરમાં જાન સાથે ક્લોઝ બોન્ડિંગ શેર કરનારી નિક્કીએ જણાવ્યું કે, તે કેમ તેની સાથે રિલેશનશિપમાં નથી.

‘જાનની માતાએ એક ઈન્ટરવ્યૂમાં મારા વિશે નેગેટિવ વાત કરી હતી. તેથી હું તેના પ્રત્યે ક્યારેય પણ આકર્ષિત થઈશ તેવું મને લાગતું નથી. પરંતુ તે હંમેશા જીવનમાં ખુશ રહે અને સારું મેળવે તેમ હું હંમેશા ઈચ્છીશ. હું હંમેશા તેને કહેતી રહું છું કે ખરાબ સંગતમાં ન પડીશ અને જીવન પર ધ્યાન કેન્દ્રીત કર. તે પણ મને માર્ગદર્શન આપે છે.

પરંતુ અમારી વચ્ચે ડેટિંગ આવી શકે નહીં કારણ કે તે મારા ટાઈપનો નથી’, તેમ તેણે કહ્યું. કોવિડ-૧૯ની સંક્રમિત થયેલી નિક્કી તંબોલી હવે એકદમ રિકવર થઈ ગઈ છે અને મહારાષ્ટ્ર બહાર તેના અન્ય પ્રોજેક્ટનું શૂટિંગ શરુ કરી દીધું છે. મહામારી અને પોતે કોરોના વાયરસથી સંક્રમિત થવાના કારણે કામ પર તેની કોઈ અસર થઈ કે કેમ તેમ પૂછતાં,

એક્ટ્રેસે કહ્યું કે, ‘હા, મહારાષ્ટ્રમાં કોવિડ-૧૯ની સ્થિતિને કારણે મારા ઘણા પ્રોજેક્ટ હોલ્ડ પર મૂકવા પડ્યા હતા.પરંતુ બધુ હવે ઠીક થઈ ગયું છે. અન્ય પ્રોજેક્ટ માટે મારી પાસે ડેટ નથી. મને ઘણી બધી ફિલ્મો અને વેબ સીરિઝની ઓફર મળી રહી છે પરંતુ મેં મારી ડેટ બીજા પ્રોજેક્ટને ફાળવી દીધી છે અને તેના વિશે હું અત્યારે વાત કરી શકું નહીં. જેને મે ડેટ આપી છે તે પ્રોજેક્ટની જાહેરાત હું ટૂંક સમયમાં કરીશ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.