Western Times News

Gujarati News

અમેરિકન અંતરિક્ષ યાત્રી કોલિંસનું ૯૦ વર્ષે નિધન

નવી દિલ્હી, મિશન અપોલો-૧૧ સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતારનારા અમેરિકી અંતરિક્ષયાત્રી માઈકલ કૉલિંસનું ૨૮ એપ્રિલ, ૨૦૨૧ના રોજ અવસાન થયું છે. તેમની ઉંમર ૯૦ વર્ષની હતી અને સમગ્ર વિશ્વ તેમને અપોલો-૧૧ મિશન માટે ઓળખતું હતું.

ઉલ્લેખનીય છે કે, અપોલો-૧૧ મિશનના ચંદ્ર પરના ઉતરાણ બાદ જ નીલ આર્મસ્ટ્રોન્ગે ચંદ્રની સપાટી પર પહેલો પગ મુક્યો હતો અને ત્યાર બાદ બઝ એલ્ડ્રિન ઉતર્યા હતા. માઈકલ કૉલિંસનો એક માત્ર ઉદ્દેશ્ય એ જ હતો કે, અપોલો-૧૧ને સફળતાપૂર્વક ચંદ્રની સપાટી પર ઉતારે અને ત્યાર બાદ નીલ અને બઝને લઈને ધરતી પર પાછા આવી શકે. નીલ અને બઝ અપોલો-૧૧માંથી નીકળીને જે મોડ્યુલમાં ચંદ્ર સુધી પહોંચ્યા હતા તેનું નામ ધ ઈગલ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.