Western Times News

Gujarati News

૭થી ૧૦ લાખ વર્ષ જૂના પથ્થરના સાધનો મળી આવ્યા

સોનાની ખાણમાંથી કંચન સમાન સંશોધન-અટબારા શહેરની પૂર્વ દિશામાં સુદાનના ઉત્તર-પૂર્વ ભાગમાં પુરાતત્ત્વવિદોએ પત્થરનાં સાધનો શોધી કાઢ્યા છે

નવી દિલ્હી, પ્રાચીન પ્રજાતિ હોમો ઇરેક્ટસ મામલે વધુ રસપ્રદ વિગતો સામે આવી છે. અટબારા શહેરની પૂર્વ દિશામાં સુદાનના ઉત્તર-પૂર્વ ભાગમાં પુરાતત્ત્વવિદોએ પત્થરનાં સાધનો શોધી કાઢ્યા છે. જે લગભગ ૭૦૦,૦૦૦થી ૧૦,૦૦૦૦૦ વર્ષ પહેલાંના હોવાનું ફલિત થાય છે. Quartzite hand-axes found in a gold mine in the Eastern Desert Atbara River (EDAR) area of Sudan.  Workmanship on the tools leads archaeologists to believe they’re between 700,000 and a million years old

પ્લોસ વન જર્નલમાં ૨૩ માર્ચ ૨૦૨૧ના રોજ પ્રકાશિત થયેલ અભ્યાસમાં જાણવા મળ્યું કે, આ સાધનનો ઉપયોગ સંભવતઃ પ્રાચીન માનવ પ્રજાતિ હોમો ઇરેક્ટસ દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રજાતિ હવે લુપ્ત થઈ ગઈ છે. આ અભ્યાસ વર્ષ ૨૦૧૯થી ૨૦૨૦ દરમિયાન થયો હતો.

૨૦૧૯માં પૂર્વીય રણ આટબારા નદી વિસ્તાર ખાતે પુરાતત્ત્વીય મહત્વના સ્થળ ઈડ્ઢછઇ-૭ જેટલી સોનાના ખાણમાં સંશોધન થયું હતું. સ્મારકોનો અભ્યાસ અને ડેટિંગ જુલાઇ ૨૦૨૦માં સમાપ્ત થયું હતું. સ્થળ પર મળેલા સાધનોથી આ પ્રદેશમાં હોમો ઇરેક્ટસની હાજરીના સૌથી પ્રાચીન પુરાવા હોવાનું જાણવા મળે છે.

હોમો ઇરેક્ટસ લગભગ ૨૦ લાખ વર્ષો પહેલા આફ્રિકામાં અસ્તિત્વમાં આવ્યા હતા અને આફ્રિકન ઉષ્ણકટિબંધ યુરોપ અને દક્ષિણ એશિયામાં ઝડપથી ફેલાયા હતા. આ સાધનો એક ત્યજી દેવાયેલી સોનાની ખાણમાંથી મળી આવ્યા હતા. આ સાધનોમાં સપ્લીટ્‌સ અથવા સપ્લીટિંગ તરફ સંશોધકોનું ધ્યાન ખેંચાયું હતું.

આ સાધનોનું વજ કિલોગ્રામમાં છે. આ બદામ-આકારના ટૂલ્સ છે. જે કાપવા માટે ધાર ધરાવે છે. આ પ્રદેશમાં શોધાયેલ સાધનોમાં સૌથી પ્રાચીન છે. તેમજ તકનીકી રૂપે વિષુવવૃત્તીય આફ્રિકામાં થયેલી શોધથી નજીક છે. ખોદકામ દરમિયાન કુહાડી સહિતના અન્ય સાધનો પણ મળી આવ્યા હતા.

ઓપ્ટિકલી સ્ટિમ્યુલેટેડ લ્યુમિનન્સ (ઓએસએલ) પદ્ધતિનો ઉપયોગ પૃથ્વી અને રેતીના સ્મારકોના સ્તરોના સંશોધન માટે થયો હતો. જેનાથી તે લગભગ ૩૯૦,૦૦૦ વર્ષ જૂનું હોવાનું જાણવા મળ્યું છે. આ સંશોધનનું નેતૃત્વ કરનારા પોલિશ સંશોધક મીરોસાવા માસોજેના જણાવ્યા મુજબ સાધનોની નીચેનાં સ્તરો જુના હોવા જાેઈએ.

સાધનોના સ્ટાઇલના આધારે તે ૭૦૦,૦૦૦ વર્ષથી ૧૦ લાખ વર્ષ જુના જાેય શકે છે. મીરોસાવા માસોજેનું માનવું છે કે, શોધના સ્થળે સચવાયેલી ફ્લેક્સની હાજરી સૂચવે છે કે સ્મારક સ્થળ વર્કશોપ હોવું જાેઈએ. જ્યાં ટૂલ્સ બનાવવામાં આવ્યા હતા. તેના ઉત્પાદન દરમિયાન ફ્લેક્સ બનાવવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.