Western Times News

Gujarati News

SBIએ હોમ લોનના વ્યાજદર ઘટાડીને 6.70 ટકા કર્યા

રૂ. 30 લાખ સુધીની લોન માટે વ્યાજદર 6.70 ટકાથી શરૂ થાય છે. રૂ. 30 લાખથી વધારે અને રૂ. 75 લાખ સુધીની લોન માટે હોમ લોનના વ્યાજદર 6.95 ટકા છે. રૂ. 75 લાખથી વધારેની હોમ લોન માટે 7.05 ટકા

મુંબઈ,  દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) હવે હોમ લોન્સ પર વ્યાજના એક્સક્લૂઝિવ દર ઓફર કરે છે, જેની શરૂઆત 6.70 ટકાથી થાય છે. એસબીઆઈ હોમ લોનના સંભવિત ગ્રાહકોની હોમ લોનને વધારે વાજબી બનાવવા માટે ટેકો આપવામાં હંમેશા માને છે. SBI reduces Home Loan Interest Rates to 6.70%

બેંકના એમડી (રિટેલ અને ડિજિટલ બેંકિંગ)ના એમડી સી એસ શેટ્ટીએ કહ્યું હતું કે, “હોમ ફાઇનાન્સમાં માર્કેટ લીડર તરીકે એસબીઆઈ હોમ લોનના બજારમાં ઉપભોક્તાના સેન્ટિમેન્ટને વેગ આપવા માલિકીમાં માને છે. હોમ લોનના વર્તમાન વ્યાજદર સાથે ઉપભોક્તા માટે વાજબીપણામાં વધારો થશે, જે ઇએમઆઇની રકમમાં મહત્વપૂર્ણ રીતે ઘટાડો કરશે. મને ખાતરી છે કે, આ પગલાંથી રિયલ એસ્ટેટ ઉદ્યોગને પણ વેગ મળશે.”

એસબીઆઈના હોમ લોનના વ્યાજદર અત્યારે અતિ લાભદાયક છે, જે રૂ. 30 લાખ સુધીની લોન માટે 6.70 ટકાથી શરૂ થાય છે અને રૂ. 30થી વધારે અને રૂ. 75 લાખથી વધારેની લોન માટે 6.95 ટકાથી શરૂ થાય છે. રૂ. 75 લાખથી વધારે રકમની લોન માટે હોમ લોનના દર 7.05 છે.

અમે મહિલા ઋણધારકને સક્ષમ બનાવવા પ્રતિબદ્ધ હોવાથી વિશેષ 5 બીપીએસ કન્સેશન તેમને આપવામાં આવે છે. આ લોન માટે અરજી કરનાર ગરાહકોને યોનો એપ મારફતે તેમના ઘરે સરળતાપૂર્વક લોન માટે અરજી કરી શકે છે, જે વ્યાજના વધારે 5 બીપીએસ સુધીના કન્સેશન આપશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.