Western Times News

Gujarati News

રિયા ચક્રવર્તીને બોલિવૂડમાં કામ મળી રહ્યું નથી

મુંબઈ: ગત વર્ષ ૨૦૨૦ બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી માટે કપરું રહ્યું. કારણકે ગત વર્ષે તારીખ ૧૪ જૂન, ૨૦૨૦ના દિવસે રિયા ચક્રવર્તીનો એક્ટર બોયફ્રેન્ડ સુશાંતસિંહ રાજપૂત તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. ત્યારબાદ સુશાંતસિંહ રાજપૂતના મોતના મુદ્દે રિયા ચક્રવર્તી પર કથિત આરોપો લાગ્યા હતા. આ સિવાય રિયા ચક્રવર્તીને ડ્રગ્સ કેસમાં કેટલાંક દિવસ જેલમાં પણ રહેવું પડ્યું હતું. હવે એવું જાણવા મળી રહ્યું છે કે રિયા ચક્રવર્તીને બોલિવૂડમાં કામ મળી રહ્યું નથી.

રિયા ચક્રવર્તીને સોશિયલ મીડિયા પર ખૂબ ટારગેટ કરવામાં આવી હતી. ત્યારબાદ બોલિવૂડ ફિલ્મમેકર્સ રિયા ચક્રવર્તીને લઈને ફિલ્મો બનાવતા ડરી રહ્યા છે. કેટલાંક તાજેતરના રિપોર્ટ્‌સ મુજબ, રિયા ચક્રવર્તી હાલ હૈદરાબાદમાં છે અને તેલુગુ ફિલ્મોમાં પોતાનું કામ શોધી રહી છે. એવું જાણવા મળ્યું છે કે તેલુગુ સિનેમાના એક સુપરસ્ટારે રિયા ચક્રવર્તી સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

તેલુગુ સિનેમાના કેટલાંક સૂત્રોએ જણાવ્યું કે બોલિવૂડની મોટી હિરોઈન ભારે ફી લેતી હોય છે પણ રિયા ચક્રવર્તી સાથે તે સમસ્યા નહીં નડે. રિયા ચક્રવર્તી સુંદર અને ટેલેન્ટેડ છે એટલે તેને ત્યાં જલદી કામ મળી શકે છે. આમ પણ રિયા ચક્રવર્તીએ પોતાની એક્ટિંગનું ડેબ્યુ વર્ષ ૨૦૧૨માં તેલુગુ ફિલ્મ ‘તુનીગા તુનીગા’થી કર્યું હતું. માટે રિયા ચક્રવર્તીને તેલુગુ ફિલ્મોમાં કામ મેળવવામાં મુશ્કેલી નહીં નડે. રિયા ચક્રવર્તી જલદી જ બોલિવૂડ ફિલ્મ ચહેરેમાં જાેવા મળશે.

જેમાં અમિતાભ બચ્ચન અને ઈમરાન હાશમી લીડ રોલમાં છે. આ ફિલ્મની રિલીઝ ડેટ કોરોના વાયરસના કારણે ટાળવામાં આવી છે. હવે એ જાેવાનું રહે છે કે રિયા ચક્રવર્તી તેલુગુ ફિલ્મોમાં કામ કરશે કે પછી બોલિવૂડમાં ફરી એકવખત પરત ફરશે?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.