Western Times News

Gujarati News

માતાને જાેઈને પવનદીપની આંખમાં આંસુ આવ્યા

મુંબઈ: ઈન્ડિયન આઈડલ ૧૨નો અપકમિંગ એપિસોડ હાસ્ય અને મનોરંજનથી ભરપૂર રહેવાનો છે. આ વીકએન્ડથી ફરીથી આદિત્ય નારાયણ શો હોસ્ટ કરતો જાેવા મળશે. ઉલ્લેખનીય છે કે, કોવિડ-૧૯ સંક્રમિત થવા પર આદિત્ય ઘણા એપિસોડમાંથી ગાયબ જાેવા મળવાના છે. તેની સાથે સેટ પર મ્યૂઝિક ડિરેક્ટર અનુ મલિક અને લિરિસિસ્ટ મનોજ મુનતાશીર ગેસ્ટ જજ તરીકે ઉપસ્થિત રહેવાના છે. બે અઠવાડિયા બાદ પોપ્યુલર કન્ટેસ્ટન્ટ પવનદીપ રાજન પણ પાછો આવવાનો છે,

જ્યાં તે સ્ટેજ પર મમ્મી સાથે વીડિયો કોલથી વાતચીત કરતો જાેવા મળશે. મમ્મીના કહેવા પર પવનદીપ તેમનું ફેવરિટ સોન્ગ માઈ તેરી ચુનર ગાતો જાેવા મળશે. જેનો પ્રોમો વીડિયો પવનદીપે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યો છે. જેમાં સોન્ગ ગાતી વખતે પવનદીપ રડી પડ્યો હતો કારણ કે તે કોરોના પોઝિટિવ હોવાની વાત તેણે તેની માતાને નહોતી કહી.

આ સાંભળીને તમામ કન્ટેસ્ટન્ટ્‌સ સ્ટેજ પર આવ્યા હતા અને તેને ભેટી પડ્યા હતા કારણ કે તે તમામે પણ પવનદીપને ખૂબ મિસ કર્યો હતો. જેને જાેઈને જજ પણ ઈમોશનલ થઈ ગયા હતા અને પવનદીપની આંખમાંથી પણ આંસુ છલકી પડ્યા હતા.

બાદમાં અનુ મલિકે પર્ફોર્મન્સને લઈને પવનદીપને ઉત્સાહ વધાર્યો હતો અને સ્ટેજ પર જઈને તેને ઊંચકી લીધો હતો. જ્યારે પવનદીપને પૂછવામાં આવ્યું કે સોન્ગ ગાતી વખતે તે કેમ રડવા લાગ્યો હતો, તો તેણે કહ્યું કે, ‘આજે સ્ટેજ પર આવીને ખૂબ ખુશી થઈ રહી છે. મેં ક્યારેય મારી માતાને મારી હેલ્થ વિશે જણાવ્યું નહોતું અને હું કોવિડ પોઝિટિવ છું તે પણ નહોતું કહ્યું.

હું આજે તેમને ખૂબ મિસ કરી રહ્યો છું. આજે જે કંઈ છું તે તેમના આશીર્વાદ અને પ્રેમના કારણે છું’. બાદમાં મ્યૂઝિક ડિરેક્ટર અનુ મલિક સ્ટેજ પર આવ્યા હતા અને પવનદીપને ઊંચકી લીધો હતો. તેમણે પવનદીપને કહ્યું કે, ‘મને તારા પર ગર્વ છે પવનદીપ. તું એક મજબૂત વ્યક્તિ છે. તારી પાસે ટેલેન્ટ અવાજ છે. એક શાનદાર પર્ફોર્મન્સની સાથે તમે સ્ટેજ પર પર જાેઈને મને ખુશી થઈ રહી છે. મારા આશીર્વાદ હંમેશા તારી સાથે છે. તમારું ભવિષ્ય ઉજ્જવળ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.