Western Times News

Gujarati News

કુમકુમ મંદિરનાં ૧૦૦ વર્ષીય આનંદપ્રિયદાસજીએ વેક્સિનના ર ડોઝ પૂર્ણ કર્યા 

સૌને વેક્સિન લેવા માટે વિનંતી કરી.

વેક્સિન લીધા પછી તેનું સર્ટીફીકેટ હાથમાં લઈને સૌને વેક્સિન લેવા માટે વિનંતી કરતાં કુમકુમ મંદિરના ૧૦૦ વર્ષીય મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી.

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – અમદાવાદના મહંત સદગુરુ શારત્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ અને કુમકુમ મંદિરના સર્વ સંતોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો અને સ્વામિનારાયણ સંપ્રદાયના સૌ સત્સંગીઓ અને ભારત દેશની પ્રજાને બે હાથ જોડીને અપીલ કરી હતી કે, કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવાનું સર્વ શ્રેષ્ઠ સાધન વેક્સિન છે તો તે અવશ્ય સૌ લેવી જોઈએ.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આપણે સૌ કોઈએ વેક્સિન અવશ્ય લેવી જોઈએ.તે લેવામાં કોઈપણ પ્રકારની તકલીફ અમને પડી નથી. અમને તો તાવ પણ આવ્યો નથી.તેથી સૌને વિનંતી કરીએ છીએ કે,વેક્સિન અવશ્ય લેશો.

અમેરીકા,યુ.એસ. આદિ દેશોમાં પણ કોરોના વાયરસ વધુ ફેલાયો હતો.પરંતુ હાલ, તે દેશોમાં કોરોના વાયરસ સામે લડવામાં સફળતા પ્રાપ્ત થઈ હોય તો તેનું મુખ્ય કારણ વેક્સિન જ છે. તેથી આપણા ભારત દેશના નાગરીકો જેટલી મોટી સંખ્યામાં અને જલ્દી થી વેક્સિન લઈશું તેટલી આ કોરાનાની ઉપાધિ જલ્દી નાબૂદ થશે.

ભારતના દેશના વૈજ્ઞાનિકોએ અને આપણા ડૉક્ટરોએ આટલી બધી મહેનત કરીને વેક્સિન બનાવી છે તે સંપૂર્ણ સફળ થયેલ છે. તો તેના ઉપર વિશ્વાસ રાખીને વેક્સિન લેવી જોઈએ.આપણે હજામત કરાવવા માટે જઈએ છીએ, ત્યારે તે માણસ ઉપર પણ વિશ્વાસ રાખીએ છીએ, કે મારું ગળું નહી કાપી નાંખે ને ? તો દેશના વૈજ્ઞાનિકો ઉપર આપણે કેમ વિશ્વાસ ના રાખીએ ? અવશ્ય વિશ્વાસ રાખવો જ જોઈએ.

– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.