Western Times News

Gujarati News

પાલડીમાં દસ લુખ્ખાઓનો પરીવાર પર સશસ્ત્ર હુમલો અને વાહનોમાં તોડફોડ

અમદાવાદ,  ફતેપુરા વિસ્તારમાં બે જણનાં ઝઘડામાં મહીલા શાંત કરવા વચ્ચે પડતાં જેટલાં લુખ્ખાઓ મોડી રાત્રે તલવારો, દંડા અને અન્ય ઘાતક શસ્ત્રો લઈને તેેમનાં ઘરે પહોંચી ગયા હતા. અને બુમાબુમ કરી ગાળો બોલી મહીલાને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ તેમનાં વાહનોમાં તોડફોડ કરી હતી. સદ્દનસીબે મહીલા અને તેનો પરીવાર ઘરની અંદરથી દરવાજાે બંધ કરી દેતાં તે બચી ગયા હતા.

આ ઘટના અંગેની વિગત એવી છે કે પ્રિયાંશીબેન વાઘેલા પાલડી વિસ્તારમાં આવેલાં ફતેહપુરા ગામમાં રહે છે. રવિવારે રાત્રે સાડા દસ વાગ્યાના સુમારે તેમનાં ઘર નજીક ઝઘડો થયો હતો. જેથી તે ઝઘડો શાંત પાડવા ગયા હતા. આ અંગેની અદાવત રાખી રાત્રે સવા બાર વાગ્યાના સુમારે (૧) દેવો રબારી (સુખીપુરા, પાલડી),

(૨) યોગેશ સિકંદર સિક્કા (વાસણા) (૩) રાહુલ ઉર્ફે ડબ્બી (જમાલપુર) (૪) પુરવ (વાસણા) પીંકલ પટેલ (વાસણા) ઉપરાંત અન્ય પાંચ શખ્શો સહીત નવથી દસ શખ્શો હાથમાં તલવાર, લાકડાનાં દંડા તથા પાઇપો જેવાં હથિયારો લઈ પહોંચી ગયા હતા અને ઘરની બહાર બુમાબુમ કરીને રમખાણ મચાવી હતી.

દરમિયાન પ્રિયાંશીબેન તથા તેમનાં પરીવાર જનો જાગી ગયા હતા. લોખંડની જાળીમાંથી બહાર જાેતાં દેવા સહીતના શખ્શોએ જાળીમાંથી ઘા કરવાનો પ્રયત્ન કર્યો હતો. જાે કે કોઈને ઇજા થઈ નહતી. દરમિયાન અમારા ઝઘડામાં વચ્ચે કેમ પડ્યા હતા કહીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી તેમની કાર તથા બાઇકમાં તોડફોડ કરી હતી.

ઉપરાંત પાડોશીનાં દરવાજા ઉપર પણ લાકડાના દંડા માર્યા હતા. જેથી તેમણે પોલીસીને જાણ કરતાં જ પોલીસ આવે તે પહેલાં તમામ ભાગી ગયા હતા. આ અંગે પાલડી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.