બાયડ માલપુર પૂર્વ ધારાસભ્ય દ્વારા માલપુર ખાતે ઓક્સિજન બોટલની વ્યવસ્થા કરાઈ
        બાયડ માલપુર ના પૂર્વ ધારાસભ્યશ્રી ધવલસિંહ ઝાલા દ્વારા માલપુર સરકારી આરોગ્ય હોસ્પિટલ ખાતે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો દ્વારા કરવા માં આવેલી કેં માલપુર માં એક પણ હોસ્પિટલ પ્રાઇવેટ કે સરકારી ઑક્સિજન સાથે ની નથી અને વસ્તી ના આધારે ગણા દર્દીઓ ને તકલીફ પડે છે
તે રજુઆત ને ધ્યાન માં રાખી ને તાત્કાલિક ધોરણે રૂપિયા 1,50,000 ની મદદ કરી માલપુર તાલુકા ની પ્રજા ના હિત માટે ઓક્સિજન બોટલ ની વ્યવસ્થા માલપુર કોવિડ સેન્ટર માં કરવા માં આવી હતી..અને પૂર્વ ધારાસભ્યશ્રી ધવલસિંહ દ્વારા જરૂર પડ્યે માલપુર તાલુકા ની પ્રજા માટે વધુ ઓક્સિજન બોટલ ની વ્યવસ્થા કરવાની પણ ખાતરી આપવા માં આવી હતી..
