Western Times News

Gujarati News

બાળપણના ફોટોમાં નેહા કક્કડે પોતાનો સંઘર્ષ દેખાડ્યો

મુંબઈ: નેહા કક્કડનું નામ આજે દેશના ટૉપના સિંગર્સમાં સામેલ છે. પણ, સફળતાના શિખરે પહોંચતા પહેલા નેહા કક્કડે ઘણી તકલીફનો સામનો કર્યો છે. તેણે બાળપણથી સંઘર્ષ કર્યો છે અને તે ઘણી વખત પોતાની પારિવારિક સ્થિતિ વિશે જણાવી ચૂકી છે. પરિવારની આર્થિક સ્થિતિ જાેતા નેહા કક્કડ ખૂબ નાની ઉંમરથી ભાઈ ટોની કક્કડ અને બહેન સોનુ સાથે માતા રાનીના જાગરણમાં ગાતી હતી. નેહા કક્કડે તે સમયનો ફોટોગ્રાફ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

જેમાં તે ભાઈ અને માતા-પિતા સાથે માતા જગરાતામાં ગાતી જાેવા મળી રહી છે. બાળપણનો આ ફોટોગ્રાફ શેર કરતા નેહા કક્કડે લખ્યું કે તમે સ્પષ્ટરીતે જાેઈ શકો છો કે જ્યારે મેં ગાવાનું શરૂ કર્યું ત્યારે હું કેટલી નાની હતી. માત્ર હું નહીં, ટોની ભાઈ પણ છે અને માતા સામે બેઠા છે. સાથે પિતા બેઠા છે. આજકાલના લોકો કહે છે કે સ્ટ્રગલ રિયલ હોય છે. અમારા સમયમાં તો ખરેખરમાં સાચો સંઘર્ષ હતો. નેહા કક્કડનો પતિ રોહનપ્રીત પણ ખૂબ ગર્વ અનુભવી રહ્યો છે.

તેણે આ પોસ્ટ પર લખ્યું કે, કક્કડ પરિવારનો સંઘર્ષ ખરેખરમાં રિયલ સંઘર્ષ છે. માટે તમે આટલા સાચા અને જમીન સાથે જાેડાયેલા છે. અહીં નોંધનીય છે કે નેહા કક્કડનું બાળપણ ગરીબીમાં પસાર થયું હતું. તેના પિતા પરિવારનું ગુજરાન ચલાવવા માટે અને બાળકોને ભણાવવા માટે સમોસા વેચતા હતા. તેમની કમાણીથી ઘરખર્ચ નીકળતો નહીં હોવાથી પરિવારને સંભાળવા માટે નેહા કક્કડે ૪ વર્ષની ઉંમરથી ભાઈ અને બહેન સાથે જાગરણમાં ગાવાનું શરૂ કર્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.