Western Times News

Gujarati News

કોરોના સામે લડવાની જવાબદારી નીતિન ગડકરીને સોંપવા વિનંતી

નવી દિલ્હી: ભારત હાલ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે જે દેશભરમાં તબાહી મચાવી રહી છે. દેશના વિવિધ ક્ષેત્રમાંથી દરરોજ નવા નવા મૃતકઆંક સામે આવી રહ્યા છે. આ બધા વચ્ચે સતત કોઈ આકરા પગલા ભરવાની વિનંતી પણ થઈ રહી છે. ત્યારે રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ હવે એક નવી ચર્ચાને જન્મ આપ્યો છે.

સુબ્રમણ્યમ સ્વામીએ બુધવારે સવારે ટ્‌વીટ કરીને વડાપ્રધાનને વિનંતી કરી હતી કે, કોરોના સામે લડવાની જવાબદારી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને સોંપી દેવામાં આવે. તેમણે લખ્યું હતું કે, જે રીતે ભારતે ઈસ્લામિક અને બ્રિટિશ ઘૂસણખોરોનો સામનો કર્યો તેવી જ રીતે કોરોનાનો મુકાબલો પણ કરી લેશે. જાે આપણે જરૂરી પગલા નહીં ભરીએ તો આપણે વધુ એક લહેરનો સામનો કરવો પડી શકે છે, જે બાળકોને ટાર્ગેટ કરશે. આ સંજાેગોમાં વડાપ્રધાન મોદીએ આ લડાઈની જવાબદારી નીતિન ગડકરીને સોંપવી જાેઈએ. પીએમઓ પર ર્નિભર રહેવું બેકાર છે.

ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વામીની આ ટ્‌વીટથી સોશિયલ મીડિયામાં એક નવી ચર્ચાએ જન્મ લીધો છે અને બધા પોતપોતાના તર્ક રજૂ કરી રહ્યા છે. એક વ્યક્તિએ સ્વામીને નીતિન ગડકરી જ શા માટે તેવો સવાલ કર્યો હતો અને સ્વામીએ તેનો જવાબ પણ આપ્યો હતો. સુબ્રમણ્યમ સ્વામીએ જવાબમાં લખ્યું હતું કે, કોરોના સંકટનો સામનો કરવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફ્રેમવર્કની સખત જરૂર છે, જેમાં નીતિન ગડકરીએ પોતાની જાતને સાબિત કરી છે. લોકોએ જ્યારે પીએમઓ પર સવાલ કરવા નિશાન સાધ્યું તો તેના જવાબમાં સ્વામીએ પીએમઓ એક વિભાગ છે, વડાપ્રધાન પોતે નથી તેમ લખ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.