Western Times News

Gujarati News

ગરીબ દર્દીઓની અમીરાત-સાજા થયા પછી નાનકડું દાન કરતા જાય છે

વાસદ સા. આરોગ્ય કેન્દ્ર કોવિડકેર સેન્ટર ૧૦૦ ઉપરાંત દર્દી  સજા થયા….. ટૂકમાજ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થશે

વડોદરા હાઇવે ઉપર આવેલું ઘર ઘર માં આરોગાતી તુવેર ની દાળ ના ઉત્પાદન માટે  વિખ્યાત ગામ…..અહીં ગુજરાત સરકાર આરોગ્ય વિભાગ સંચાલિત સામુહિક આરોગ્ય કેન્દ્ર હાલ કોવિડ કેર સેન્ટર માં ફેરવાયું છે જેમાં ૨૭ બેડ ની સુવિધા છે ગત આઠ એપ્રિલ થી આજદિન સુધી માં ૧૦૬ કોરોના સંક્રમિત દર્દી ઓ

સારવાર લઈ ચુક્યા છે. તેમાં પાંચ દર્દી એવા હતા કે વેન્ટિલેટર કે રેમેડીસીવર ઈન્જેકશન હોય તોજ જીવે…. છતાં આ દર્દીઓ ને ડૉ. અમિત ઠક્કર , ડૉ. હિતેન્દ્ર ચૌહાણ , ડૉ. શ્રુતિ વાઘેલા , ડૉ. બીજલ મોદી અને તમામ નર્સિંગ સ્ટાફ ની કાળજી ભરી સારવાર ના કારણે એવા દર્દી ઓ ને સ્વસ્થ્ય કર્યા અને રજા પણ આપી …

ડૉ. અમિત ઠાકર કહે છે કે અહીં આવતા દર્દી ઓ ખુબજ ગરીબ સ્થિતિ વાળા છે જ્યારે થોડાક દિવસ ની અમારી સારવાર ની દોસ્તી માં આવા ગરીબ દર્દી ઓ ની અમીરાઈ પણ અમોને જોવા મળી…

આ દર્દી ઓ જ્યારે સાજા થઈ ને જતા હોય ત્યારે તબીબો અને સ્ટાફ ને બે હાથ જોડી નમન કરવાનું ભૂલતા નથી જોકે અમો કહીએ છીએ કે આ અમારી ફરજ છે ભગવાને અમને આ કામ સોંપ્યું છે અને દર્દી સાજા થાય ત્યારે તેઓના ચહેરા ઉપર ની ખુશી અમારા માટે મોટા આશિર્વાદ સમાન હોય છે….

તેથી આગળ જઈ ને વાત કરું તો આ ગરીબ દર્દીઓ ઘેર જતા પહેલા તેઓની પાસે ની નાનકડી રકમ માંથી આરોગ્ય કેન્દ્ર માટે આગ્રહ પૂર્વક  દાન કરતા જાય છે… જે દાન અમારા માટે સોંથી મોટું દાન  છે આ છે… તેઓની અમીરાત…..સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉપર કોઈ રોકડ દાન આપે કોઈ વસ્તુ આપે જે ઉપયોગ માં આવે આ  બધાં નો પારદર્શક વહીવટ થાય છે… રોકડ મળે તો કેન્દ્ર માટે  દર્દી માટે ઉપયોગ આવે તેવી વસ્તુ ખરીદવામાં આવે છે.

આગળ વાત કરતા ડૉ. અમિત ઠક્કર કહે છે કે … વાસદ સામુહિક આરોગ્ય કેન્દ્ર માટે જે કાંઈ જરૂર હોય તેના માટે સાંસદ સભ્ય શ્રી મિતેશ ભાઈ પટેલ અને તેઓની ટીમ  સતત તતપર રહે છે.

આ કોવિડ સેન્ટર ના દર્દીઓને ભોજન સાંસદ શ્રી તરફ થી મળે છે એટલુંજ નહીં અહીં ટૂકમાજ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થનાર છે, તેનો સગળો શ્રેય પણ સાંસદ શ્રી મિતેશ ભાઈ પટેલ ને જાય છે.

સામાન્ય રીતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર કક્ષા એ આવું કોવિડ કેર સેન્ટર કાર્યરત શક્ય ન બને પણ અહીં બન્યું છે અને સફળ પણ બન્યું છે.. અને દર્દીઓ સાજા પણ થઈ રહ્યા છે…

રાજ્ય સરકારના ગ્રામિણ કક્ષા એ પણ સરકારી ફરજ ઉપર ના તબીબો ઓછી સુવિધા ઓ માં પણ કેટલા સારા પરિણામો લાવી રહયા છે એ આણંદ જનરલ હોસ્પિટલ પછી વાસદ સામુહિક કેન્દ્ર પણ અસરકારક સેવા આપી રહ્યું છે..  વાસદ સી.એચ.સી. ના તમામ તબીબો અને નરસિંગ સ્ટાફ સેલ્યુટ ને પાત્ર છે…..


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.