Western Times News

Gujarati News

તબીબી સ્ટાફની  સારવાર અને માયાળુ વર્તને બે સંતાનની માતાને આપ્યું નવજીવન

અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર લઈને દિપલબેને આપી કોરોનાને મ્હાત

જ્યારે જીંદગી જીવવાની તીવ્ર ઈચ્છા અને સંતાન માટે માતૃત્વના ઝરણાનો સંગમ થાય ત્યારે મોત પણ રસ્તો આપી દે છે આતો કોરોના છે.આવી જ રીતે કોરોના સામે જંગ જીત્યો છે દિપલબેને.

ગાંધીધામ પાસેના શિણાય ગામના ૩૮ વર્ષીય દિપલબેન  કમલેશભાઈ કાછડને કોરોના એવો વળગ્યો કે ડી-ડાઈમર પ્રોટીનના અસામાન્ય વધારાને કારણે ફેફસાં ૮૦ %  બ્લોક થઈ ગયા ને ડાયાબિટીસ અને સ્થૂળતા તો પહેલેથી જ હતા. આ સંજોગોમાં કોવીડના દર્દીની બચવાની સંભાવનાઓ ૫ થી ૧૦ ટકા જ હોય છે. આવી હાલતમાં તેઓ ભુજની અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ થયા.દિપલબેન ૨૫ દિવસ સુધી જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહ્યા અને બે સંતાનોના માતા આખરે કોરોનાને મ્હાત આપી શક્યા.

હોસ્પિટલના તબીબી અહેવાલ અનુસાર દર્દીની હાલત ચિંતાજનક હોવાથી આ કેસ અસામાન્ય બની ગયો હતો. ડી-ડાઈમર પ્રોટીન ૫૦૦ થી ૧૦૦૦ હોવાને બદલે ૧૦૦૦૦ થઈ ગયું હતું. પરંતુ જી. કે. જનરલ હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફ તેમની હિંમત બાંધતા રહ્યાં

અને સ્વજનની જેમ તેમની સંભાળ રાખી સારવાર કરતા રહ્યા. આ સંજોગોમાં માતૃત્વએ પણ અશક્ય ને શક્ય કરી બતાવ્યું બાળકો માટેની દીપલબેનની જીજીવિષા અને હકારાત્મક મનોબળ તેમજ તબીબી સ્ટાફની મહેનત સાર્થક નીવડી અને આખરે દિપલબેન મોત સામેનો જંગ જીતી ગયા.

ઘરે પરત ફર્યા બાદ પોતાના અનુભવ તેઓ વર્ણવતા કહે છે કે મારા બાળકો જ મારી દુનિયા છે. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ઘરના દરવાજે પહોંચતા જ મારા બાળકોએ બાથ ભરી અને જાણે મારી બધી પીડા ભૂલાઇ ગઇ. જી.કે. જનરલ હોસ્પિટલના મેડિકલ સ્ટાફે મારી ખુબ કાળજી રાખી  છે. તેમણે  ઓક્સિજન તો આપ્યું જ પણ સ્વજન જેવો પોતીકો વ્યવહાર અને લાગણી  આપીને મને  નવજીવન આપવામાં મદદ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.