Western Times News

Gujarati News

ગુજરાતનું એક એવું ગામ જ્યાં રસી લેનારના પરિવારને મળશે મિલકત ટેક્સમાં ૫૦ ટકાની રાહત

હિંમતનગર તાલુકાના હાથરોલ ગામના સરપંચે વેકસીન લેનાર પરિવારને પંચાયત દ્વારા લેવામાં આવતા ટેક્સમાં રાહત

સાબરકાંઠા: હાલમાં ચાલી રહેલા કોરોના મહામારી સામે રક્ષણ આપતી રસી લેવામાં કેટલાક વિસ્તારોમાં નિરસતા જાેવા મળતી હોય છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના હાથરોલ ગામના સરપંચે વેકસીન લેનાર પરિવારને પંચાયત દ્વારા લેવામાં આવતા ટેક્સમાં રાહત આપી છે. જેને લઈ ગામના મોટા ભાગના લોકોએ રસીકરણ કરાવી લીધું છે.

હાલમાં ચાલી રહેલા કોરોના મહામારીમાં સંક્રમીતોની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે સાથેજ કેટલાક વિસ્તારોમાં કોરોના રસી લેવામાં નિરસતા જાેવા મળી રહી છે ત્યારે હિંમતનગર તાલુકાના હાથરોલ ગામના સરપંચે તમામ લોકો રસીકરણ કરાવે એ માટે એક યોજનાની જાહેરાત કરી છે. ગામમાં વસતા પરિવારોના તમામ સભ્યો રસીકરણ કરાવશે એ પરિવારનો પંચાયત દ્વારા લેવામાં આવતા ટેક્સમાં ૫૦ ટકા રાહત આપવામાં આવશે

ત્યારે ગામના ૪૫ વર્ષ કરતા વધુ ઉમર ધરાવતા મોટા ભાગના લોકોએ રસીકરણ કરવી લીધું છે. ત્યારે ગામ લોકોને આયોજનથી બે ફાયદા થશે પ્રથમ તો રસીકરણ કરાવવાથી શારીરિક તંદુરસ્તી અને બીજાે કે ટેક્સમાં ૫૦ ટકા રાહતથી આર્થિક ફાયદો પણ થશે ત્યારે ગામલોકો એ સરપંચના આ ર્નિણયને વધાવ્યો છે અને મોટાભાગના ગ્રામજનોએ રસીકરણ પણ કરાવી લીધું છે. હિંમતનગર તાલુકાનું હાથરોલ ગામ કે જ્યાં તમામ સમાજના લોકો વસવાટ કરી રહ્યાં છે

ગામમાં અંદાજીત બે હજાર જેટલા લોકો કાયમી વસવાટ કરી રહ્યા છે અને ગામમાં વસવાટ કરતા મોટા ભાગના ગ્રામજનો પશુપાલન અને ખેતી પાર જીવન નિર્વાહ કરી રહ્યા છે. ત્યારે હાલમાં ચાલી રહેલા કોરોના મહામારી વચ્ચે ગ્રામજનોને શારીરિક અને આર્થિક ફાયદો થાય એ હેતુથી પંચાયત દ્વારા જે પરિવારના તમામ સભ્યોએ રસીકરણ કરાવ્યું હશે. એના મિલકત વેરામાં ૫૦ ટકા રાહત આપવામાં આવશે.

હાથરોલ ગામમાં અંદાજીત ૮૦૦ જેટલા મિલ્કતદારો છે અને એક મિલકતનો અંદાજીત વાર્ષિક ટેક્સ ૮૦૦ રૂપિયા થી ૧૦૦૦ રૂપિયા સુધીનો છે અને ચાલુ સાલે જે પરિવારના તમામ સભ્યો રસીકરણ કરાવશે તેમને વાર્ષિક ટેક્સમાં ૫૦ ટકા એટલેકે કે ૪૦૦ થી ૫૦૦ રૂપિયા પંચાયત દ્વારા માફ કરવામાં આવશે. એક તરફ સરકાર દ્વારા રસીકરણમાં જાગૃતતા આવે એ માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ હાથરોલ ગામના સરપંચે તમામ લોકો રસીકરણ કરાવે એ માટે લીધેલા ર્નિણયને ગ્રામજનોએ વધાવ્યો છે અને મોટા ભાગના ગ્રામજનોએ રસીકરણ કરાવ્યું છે અને ૧૦ જેટલા પરિવારોએ ટેક્સમાં ૫૦ ટકા રાહત પણ મેળવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.