Western Times News

Gujarati News

સાણંદના કાર્યક્રમમાં ભાગ લેનારા પાસેથી દંડ વસૂલાશે

ગાંધીનગરના રાયપુર ગામે આવેલ બળીયાદેવ મંદિર ખાતે શ્રદ્ધાના નામે જે બન્યું તેનાથી દેશમાં ગુજરાતની ફજેતી થઈ

ગાંધીનગર: ગાંધીનગરના રાયપુર ગામે આવેલ બળીયાદેવ મંદિર ખાતે શ્રદ્ધાના નામે જે બન્યું તેનાથી દેશભરમાં ગુજરાતની ફજેતી થઈ. અંધશ્રદ્ધાના નામે કોરોનાના ભગાડવા ધાર્મિક મેળાવડો યોજાયો. જેના વીડિયો દેશભરમાં વાયરલ થયા. લોકોએ આ મુદ્દે ગુજરાતને વખોડ્યું. ત્યારે ડભોડાનાં રાયપુર ગામે થયેલ ધાર્મિક કાર્યક્રમમાં ૪૬ લોકોની ઓળખ કરીને તેમની સામે ગુનો નોંધાયો છે. ૪ મે નાં રોજ રાયપુર ગામે બળિયાદેવ મંદિર સુધી ગામમાં કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં ઊંઘમાંથી જાગેલી પોલીસ દ્વારા કાર્યક્રમ યોજાયા બાદ ગુનો દાખલ કરીને ૪૬ લોકોની અટક કરવામાં આવી છે. સાથે જ ઢોલ નગારા વગાડનાર લોકો સામે પણ ગુનો નોંધાયો છે. પોલીસની કોઈ મંજુરી વગર આવો ધાર્મિક કાર્યક્રમ યોજ્યો હતો. તેથી વીડિયોમાં જાેવા મળતા માસ્ક વગરનાં લોકોની ઓળખ કરીને તેમની પાસેથી માસ્કનો દંડ પણ વસૂલવામાં આવશે. સાણંદ તાલુકાના નવાપુરાના નિધરાડ ગામમાં બળિયાદેવ મંદિરમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હજારોની સંખ્યામાં મહિલાઓ ભેગી થઈ હતી. સાણંદના નિધરાડ ગામમાં યોજાયેલ ધાર્મિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ માથે બેડા લઈ બળિયા દેવના મંદિરમાં પાણી છાંટવા પહોંચી હતી.

માથે ધડા લઈને નીકળેલી મહિલાઓના ચહેરા પર માસ્ક પણ ન હતું. સાથે જ પુરુષો પણ મંદિર પર ધજા ચઢાવતા જાેવા મળ્યા હતા. ત્યારે આ ઘટનાનો વીડિયો વાયરલ થયા સાણંદ પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી. કાર્યક્રમ યોજાયા બાદ પોલીસે ફરિયાદ નોંધી હતી. સૌથી પહેલા ગામના સરપંચ ફુલાજી ઠાકોર સહિત ૨૨ લોકોની ધરપકડ કરી છે. તો બીજા દિવસે ઘટનાનો વીડિયો દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. બીજા દિવસે પોલીસે વીડિયોના આધારે કાર્યવાહી કરી હતી.

કોરોનાની મહામારી ભગાડવાના આશયથી બળીયાદેવને પાણી ચઢાવવાથી કોરોના મુક્ત થઈ જવાની અંધશ્રધ્ધા રાખીને ગ્રામજનોએ ઢોલ નગારા અને ડાકલા થે ધાર્મિક મેળાવડો યોજ્યો હતો. આ મામલે પોલીસે કહ્યું કે, હજી પણ પોલીસ દ્વારા વીડિયોની ચકાસણી ચાલી રહી છે જેથી આગામી દિવસોમાં વધુ લોકોની સામે ગુનો પણ નોંધવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.