Western Times News

Gujarati News

ભરૂચની ખુશી ચુડાસમાએ વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ મેળવી ભરૂચનું નામ રોશન કર્યું

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ ડિસ્ટ્રીકટ રાઈફલ શુટિંગ એસોસિએશનના નેજા હેઠળ ચાલતી ગન શૂટિંગ એકેડમી અંકલેશ્વરના ૬ શૂટર ૭મી વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશિપમાં સારું પ્રદર્શન કરી નેશનલમાં કવોલીફાઈ થયા છે.

તારીખ ૧૬ થી ૨૫મી ઓગષ્ટ સુધી ઈન્દોર ખાતે ૭મી વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશિપ યોજાઈ હતી.તેમાં નેશનલ ચેમ્પીયનશીપમાં માટે ભરૂચના શૂટર્સ ક્વોલિફાઈ થઈ ગયા હોય જે હવે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ નેશનલ શૂટિંગ ગેમ માં કરવા જઈ રહ્યા છે.રાઈફલ શૂટિંગમાં ભરૂચ નું ગૌરવ કહેવાતી તેમજ ૫૫ મી સ્ટેટ ચેમ્પિયનશિપ માં રાજ્યકક્ષાએ ગોલ્ડ સહિત કુલ ૬ મેડલ ગત માસ માં જ જીતી આવનાર ખુશી ચુડાસમાએ ઈન્દોર ખાતે ૭મી વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશિપમાં પણ ૫૦ મીટર ૦.૨૨ રાયફલની ૩ પોઝીશન ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવી જીલ્લાનું તેમજ ગુજરાતનું નામ રોશન કર્યું છે.૭મી વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશિપ માં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગોવા, દિવ-દમણ, દાદરા અને નગર હવેલીના ખેલાડીઓએ ભાગ લીધો હતો.જેમાં ભરૂચ ની ખુશી ચુડાસમાને ૩ પોઝિશન ઈવેન્ટમાં ૫૦ મીટર સ્મોલ બોર ૦.૨૨ રાઈફલ શૂટિંગ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ હાંસલ કરી ભરૂચ જીલ્લાનું તેમજ ગુજરાતનું નામ રોશન કર્યું છે.

ખુશી ચુડાસમા,પૃથ્વીરાજસિંહ રાણા,પાર્થસિંહ રાજાવત,સુજલ શાહ,અધ્યયન ચૌધરી અને ધનવીર રાઠોડ નેશનલ ટુર્નામનેટ માટે ક્વોલિફાય થઈ જતા ભરૂચ જીલ્લા તેમજ રાજ્ય નું નામ રોશન કરેલ છે.હાલ તો ભરૂચ ના બધા જ શુટર સપ્ટેમ્બર મહિનામાં અમદાવાદ ખાતે રમાનાર ઓલ ઈન્ડિયા જી.વી.માવલંકર શૂટિંગ ચેમ્પિયનશિપની પ્રેક્ટિસમાં જોતરાઈ ગયા છે. ભરૂચ ડિસ્ટ્રીકટ રાઈફલ એસોસિએશનના પ્રમુખ અરુણસિંહ રણાએ પણ તમામ શૂટર્સ ને મેડલ મેળવવા બદલ અને નેશનલમાં ક્વોલિફાય થવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમજ આવનાર જી.વી. માવલંકર શૂટિંગ ચેમ્પિયનશિપ માં પણ સારું પ્રદર્શન કરી આવવા માટે શુભેચ્છાઓ પાઠવી છે.તો બીજી તરફ ભરૂચના બધા શૂટર્સના કોચ મિતલબેન ગોહિલ ના માર્ગદર્શન હેઠળ માત્ર છ મહિનાની મહેનત માં જ સારુ પ્રદર્શન કરી જીલ્લાનું નામ રોશન કરી રહ્યા છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.