Western Times News

Gujarati News

રાજકોટમાં ૮૫ લાખના દાગીનાની લૂંટનું રહસ્ય ઉકેલાયું, ૪ લૂંટારૂં ઝડપાયા

રાજકોટ: રાજકોટ શહેરમાં ૨૬મી એપ્રિલના રોજ સમા કાંઠે આવેલ શિવ જવેલર્સ નામની દુકાનમાં ત્રણ જેટલા શખ્સો હથિયાર બંધ રીતે ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી ૮૫ લાખથી વધુની સોના ચાંદી સહિતની લૂંટ ચલાવી હતી. જે મામલે રાજકોટ પોલીસ દ્વારા ચાર જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે કે સતીશ સોવરનસિંગ ઠાકુરની શોધખોળ શરૂ છે.

ગત ૨૬ એપ્રિલના રોજ પાંચ જેટલા આરોપીઓ અલગ-અલગ રૂપમાં શિવ જ્વેલર્સ ની આજુબાજુ રેકી કરી હતી. ત્યારબાદ ૧૧ વાગ્યા આસપાસ આરોપી બીકેસ વીંટી લેવાના બહાને શિવ જ્વેલર્સમાં રેકી કરવા ગયો હતો. ત્યારબાદ લૂંટ કરવાના થોડા સમય પહેલાં બીકેસ તથા અવિનાશે મોટરસાયકલની ચોરી કરી બપોરના ત્રણ વાગ્યા ના અરસામાં શીવ જવેલર્સ નામની દુકાનમાં સતીષ, શુભમ અને સુરેન્દ્ર ત્રણેય શખ્સો હથિયાર સાથે અંદર ગયા હતા.

જ્યારે કે બિકેશ અને અવિનાશ બહાર રેકી કરતા હતા. દુકાનની અંદર ખરીદી માટે પ્રવેશી ચૂકેલા ત્રણેય આરોપીઓ પ્રથમ તો વેપારીને ખરીદી માટે માલ બતાવવાનું કહ્યું હતું. તે દરમિયાન પિસ્તોલ બતાવી ધમકી આપી દુકાન માં રહેલ સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયાની લૂંટ ચલાવી હતી. તો સાથે જ શો રૂમ માં રહેલ તિજાેરીમાં ફરિયાદીને પુરી બહારથી લોક કરી મુદ્દામાલ સાથે નાસી છૂટયા હતા.

આરોપીઓએ લૂંટ કરી લુટી લીધેલો મુદ્દામાલ ના બે ભાગ પાડ્યા હતા. જેમાંથી એક ભાગ બીકેસ અને અવિનાશ પાસે રાખ્યો હતો. જે મોટરસાયકલ બીકેશ અને અવિનાશ દ્વારા ચોરી કરવામાં આવ્યું હતું. તે મોટરસાયકલ દ્વારા સતીષ, શુભમ અને સુરેન્દ્ર ત્રણે મોરબી તરફ નાસી ગયા હતા.

લૂંટનો બનાવ પૂર્ણ થયા બાદ અવિનાશ અને બીકેશે નોટ કરેલો મુદ્દામાલ પોતાના ભાડાના મકાનમાં મૂકીને બહારની પોલીસ તેમ જ અન્ય વ્યક્તિની મુવમેન્ટ ઉપર નજર રાખતા હતા. ત્યારબાદ થોડા સમય પછી મોટા પ્રમાણમાં પોલીસનો કાફલો આવેલો જાેઇ જતાં તેઓને પકડાઈ જવા ની બીક પણ લાગી હતી. જેથી તેઓ મુદ્દામાલ રૂમમાં જ રાખી થોડે દૂર જઇ અગાઉ નક્કી થયા મુજબ ઓટો રીક્ષા મારફતે મોરબી નાસી ગયેલા હતા.

સતીશ શુભમ અને સુરેન્દ્ર જે મોટરસાયકલ લઈને મોરબી તરફ ગયા હતા તે મોરબી પહેલા આવતા વિરપર ગામ પાસે મૂકીને ત્યાંથી સીએનજી ઓટો રીક્ષામાં મોરબી બસ સ્ટેન્ડ પહોંચ્યા હતા. જ્યાં પાંચેય આરોપીઓ એ અગાઉથી નક્કી કર્યા મુજબ ભેગા થયા હતા.

સતીશે કપડાં પણ બદલાવી લીધા હતા. ત્યાંથી તેઓ મોરબીથી ઇકો ભાડે કરી માર્યા ગયા અને ત્યાંથી રાજસ્થાની બસમાં બેસી ઉદયપુર જયપુર દિલ્હી તેમ જ દિલ્હીથી પલવલ હરિયાણા ખાતે તેમજ ત્યાંથી ભીવંડી પહોંચ્યા હતા. ભીવંડી થી બધા છુટા પડ્યા હતા અને ત્યાર બાદ અવિનાશ અને શુભમ રેવાડી હરિયાણા ખાતે પેઇંગ ગેસ્ટ તરીકે રહેવા લાગ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.