Western Times News

Gujarati News

‘મારું ગામ કોરોનામુક્ત ગામ’ અભિયાનમાં જોડાયું પોરબંદર જિલ્લાનું મોકર ગામ

ગામમાં સુવિધાયુક્ત ૧૮ બેડના કોવીડ કેર સેન્ટરમા દર્દીઓને મળે છે સારવાર

 બંને ટાઈમ ભોજન, લીલા નાળિયેર અને મોસંબીનો તાજો રસ સહિત તમામ સગવડો દર્દીઓને મળે છે વિનામૂલ્યે

પોરબંદર:  મારૂ ગામ કોરોના મુક્ત ગામ બને તે માટે રાજ્ય સરકાર દ્રારા અભિયાન શરૂ કરાયુ છે. રાજ્યનું દરેક ગામ કોરોના મુક્ત ગામ બને તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા કરાયેલા પ્રયાસો અને સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોના સહયોગથી પોરબંદર જિલ્લામાં ગામના આંગણે કોવિડ કેર સેન્ટર બની રહ્યા છે.

પોરબંદર જિલ્લાનું ગામ મોકર ગામ કોરોનાની મહામારીમાં પ્રેરણાનું ઝરણું બન્યું છે.મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ચાલી રહેલા આ અભિયાનમાં જોડાવા પોરબંદર જિલ્લાના ગામડાઓ કટિબદ્ધ થયા છે. અન્ય ગામડાઓ સાથે સાથે પોરબંદરનું મોકર ગામ પણ આ અભિયાનમાં જોડાયને કોરોના મૂક્ત ગામના સંકલ્પ સાથે સેવાભાવી ગામલોકો આ સેવાકાર્યમાં જોડાયા છે.

મારૂ ગામ કોરોના મુક્ત ગામ સુત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કરવા નિયમોનું ચુસ્ત પાલન પણ કરી રહ્યા છે. ગામના ૪૫ થી વધુ ઉંમરના ૧૧૮૮ લોકો પૈકી ૧૦૪૩ જેટલા એટલે કે ૮૮ % લોકોનું વેક્સીનેશન પૂર્ણ કરવામાં આવ્યું છે.

ગામની આરોગ્યલક્ષી સુવિધાઓ અંગે વાત કરતા તાલુકા પંચાયતના સભ્ય નરશી ભાઈ શિયાણી એ કહ્યું કે, ‘ ગામના સેવાભાવી લોકો દ્વારા શ્રીરામ સમાજ ખાતે ૧૮ બેડનું કોવીડ કેર સેન્ટર શરુ કરવામાં આવ્યું છે. જેમાં ડૉકટર  સહિતના મેડિકલનો સ્ટાફ દર્દીઓને ઓકિસજન સહિતની સારવાર અને સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે.

રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા સહિત સેવાભાવી લોકોના પ્રયાસોથી મહમારીના સમયમાં કોવિડ કેર સેન્ટર શરૂ થતાં દર્દીઓને ઉત્તમ સારવાર તથા બંને ટાઈમ ભોજન અને લીલા નાળિયેર અને મુસંબિનો તાજો રસ વિનામૂલ્યે આપવામાં આવે છે’.

ગામના સરપંચ લખમણ ભાઈ જોડએ કહ્યું કે, ‘ મોકર ગામ કુરિયર ક્ષેત્રે સમગ્ર ભારતમાં આગળ પડતું સ્થાન ધરાવે છે. મુખ્ય ૩ કુરિયર એજન્સીના માલિક મોકર ગામના છે. ગામના ૭૦૦ થી વધુ લોકો કુરિયર એજન્સિમા જોડાયેલા છે. ત્યારે મોકર ગામમાં કોવીડ કેર સેન્ટર શરૂ થતાં દર્દીઓને શહેર સુધી સારવાર માટે જવું પડતું નથી’.

અત્રે ઉલ્લેખનીય છે કે, મોકર ગામમાં સરકારની સૂચનાઓ અને અપીલની ચુસ્ત પાલન થાય છે. ગામના યુવાનો કામ વગર ઘરની બહાર નીકળતા નથી. સામાજિક અંતર, માસ્ક અને સેનેટાઈઝર (એસ.એમ.એસ.)નું  બધા પાલન કરે છે.

પોરબંદર જિલ્લા વહીવટી તંત્રનુ સંકલન અને સરકારી અધિકારીઓની આ કામગીરીમાં મદદ મળતાં ગામના આગેવાનોએ રાજય સરકારનો આભાર માન્યો હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.