Western Times News

Gujarati News

રીક્ષામાં છરી બતાવી લૂંટ કરતા ઈસમને ઝડપી પડતી નારોલ પોલીસ

અમદાવાદ: શહેરના નારોલ વિસ્તારમાં બુધવારે એક લૂંટની ઘટના બની હતી. જેમાં એક મુસાફરને રિક્ષામાં બેસાડ્યા બાદ રિક્ષાચાલકે અવાવરું સ્થળે લઇ જઈને લૂંટ ચલાવી હતી. આ ઘટનાની ફરિયાદ નોંધાતા જ પોલીસે ગણતરીના કલાકોમાં જ લૂંટારુને મુદામાલ સાથે ઝડપી લીધો

આ ઘટનાની વિગત એવી છે કે બુધવારે મુસાફરને રિક્ષામાં બેસાડ્યા બાદ એકાંત સ્થળે લઇ જઈને રીક્ષા છરી બતાવી મારી.

જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ને લૂંટ ચલાવી હતી. લૂંટનો ભોગ બનેલ નાગરિકે આ અંગે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધવતા પોલીસ સક્રિય થઈ હતી. અને અલગ અલગ ટીમો બનાવીને સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં આરોપી તેના વાહન સાથે ઓળખાઈ ગયો હતો.

બાદમાં નારોલ પોલીસની ટીમે ઈસનપુર થી વટવા જતા રોડ પર વોચ ગોઠવી હતી અને રિક્ષાચાલક દેખાતા જ તેને ઝડપી લીધો હતો.

 

પોલીસની કડક પૂછપરછ માં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. તે સરસપુર તથા ઘોડાસરમાં મકાન ધરાવતો   નીતિન રતિલાલ ગોરિયા (૨૫) હોવાનું બહાર આવ્યું છે. તેની પાસેથી પોલીસે સોનાની ચેન, છરી, મોબાઈલ સહિત સવા લાખ રૂપિયા નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.