Western Times News

Gujarati News

ફિનો પેમેન્ટ્સ બેંક 2 લાખ રૂપિયાની વધારેલી ડિપોઝિટ લિમિટ સાથે કાર્યરત

ફાઇનાન્સિયલ ઇન્ક્લુઝનને પ્રોત્સાહન આપે છે, એમએસએમઇ, નાના વેપારીઓ અને રિટેલ ગ્રાહકોને લાભ ઉપલબ્ધ કરાવે છે

મુંબઇ, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની સુધારેલી ગાઇડલાઈનને અનુરૂપ ફિનો પેમેન્ટ્સ બેંકે તેના ગ્રાહકો માટે દિવસના અંતે એકાઉન્ટ બેલેન્સની લિમિટ વધારીને ₹ 2 લાખ કરી દીધી છે. નાણાંકીય વર્ષ 2020 ના ચોથા ક્વાર્ટરમાં નફાકારક બનેલી આ બેંક એ 1 લી મે 2021ના રોજથી આ લિમિટને અમલમાં મુકી લીધી છે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા વર્ષ 2014 માં જારી કરવામાં આવેલી પેમેન્ટ્સ બેંકની મૂળભૂત ગાઇડલાઇન્સ મુજબ, થાપણની મર્યાદા 1 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી હતી. ગત 7 મી એપ્રિલ 2021ના રોજ રિઝર્વ બેંક તરફથી જારી કરવામાં આવેલા એક જાહેરનામું જણાવવામાં આવ્યુ હતુ, “પેમેન્ટ બેંકોની કામગીરીની સમીક્ષા કર્યા પછી અને ફાઇનાન્સિયલ ઇન્ક્લુઝન માટેના તેમના પ્રયત્નોને પ્રોત્સાહિત કર્યા પછી, વ્યક્તગિત કસ્ટમર માટે દિવસના અંતે મહત્તમ બેલેન્સની મર્યાદા  1 લાખ રૂપિયા થી વધારીને 2 લાખ રૂપિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.”

ગ્રાહકો તેમની નજીકના ફિનો બેંકિંગ પોઇન્ટ પર નાણાં જમા કરી શકે છે, ઉપાડી શકે છે અને મની ટ્રાન્સફર ટ્રાંઝેક્શન કરી શકે છે. આ મહામારી દરમિયાન અનુકૂળ બેંકિંગ સેવાઓ મેળવવા માટે, કોઈપણ બેંકના ગ્રાહકો URL https://fino.latlong.in/ પર ક્લિક કરીને અથવા 9008890088 <પિન કોડ> પર એસએમએસ મોકલી શકે છે અથવા ફિનો પોઇન્ટને નજીક શોધવા માટે ઉલ્લેખિત ક્યૂઆર કોડ સ્કેન કરી શકે છે.

નવી ડિપોઝીટ લિમિટની ઘોષણા કરતા ફિનો પેમેન્ટ્સ બેંકના સીઓઓ શ્રી આશિષ આહુજાએ જણાવ્યું હતું કે, “ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના આદેશ બાદ અમે અમારી પ્રક્રિયાઓ અને સિસ્ટમોને અપડેટ કરી છે અને 1 લી મેના રોજથી અમલમાં લાવી દીધી છે. થાપણની વધેલી મર્યાદા અમારા ગ્રાહકોને તેમના એકાઉન્ટમાં વધારે નાણાં બચાવવા માટેની પરવાનગી આપે છે. ઉપરાંત, અમારી હાલની સ્વીપ એકાઉન્ટ મિકેનિઝમ અમારી પાર્ટનર બેંક સાથે ચાલુ છે જેમાં ગ્રાહકો 2 લાખ રૂપિયાથી વધારે નાણાં બચાવી શકે છે.”

ફિનો એકાઉન્ટ 2 લાખ રૂપિયા સુધી, પ્રવર્તમાન સેવિંગ ઇન્ટરેસ્ટ રેટ લાગુ થશે. સ્વીપ એકાઉન્ટના નાણાંને પાર્ટનર બેંક, સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક દ્વારા નિર્ધારિત વ્યાજ દર મળશે. નોંધનીય છે કે બેંકની થાપણો ડિપોઝિટ ઇન્સ્યુરન્સ એન્ડ ક્રેડિટ ગેરેંટી કોર્પોરેશન (ડીઆઈસીજીસી) હેઠળ વીમા હેઠળ આવરી લેવામાં આવી છે જે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે.

“લિમિટમાં વધારો ફાઇનાન્સિયલ ઇન્ક્લુઝનના કારકોમાં પણ વધારો કરે છે કારણ કે વધુમાં વધુ લોકો બેંકિંગ સેક્ટરમાં જોડાશે. એમ.એસ.એમ.ઇ., નાના વેપારીઓ અને વેપારીઓ સમયની બચત અને વધુ સારું નાણાકીય આયોજન માટે આ ઓફરનો ઉપયોગ કરે તેવી અપેક્ષા છે, ” એવુ શ્રીમાન  આહુજાએ ઉમેર્યું.

ફિનો પેમેન્ટ્સ બેંકનું માઇક્રો એટીએમ અને એઇપીએસ સક્ષમ ફાઇનાન્સિયલ સર્વિસિસ ડિસ્ટ્રીબ્યૂશન નેટવર્ક બેન્કિંગને જનતાની નજીક લઇ જાય છે. આ બેંકિંગ પોઇન્ટ્સ પર, લોકો નવું બેંક એકાઉન્ટ ઓપન કરાવી શકે છે, ડેબિટ કાર્ડ મેળવી શકે છે, ડિપોઝિટ કરી શકે છે, ઉપાડ કરી શકે છે અથવા મની ટ્રાન્સફર કરે છે, યુટિલિટી બિલ, લોનના ઇએમઆઇની ચૂકવણી કરી શકો છો, અને હેલ્થ, લાઇફ અને મોટર ઇન્સ્યોરન્સની ખરીદી કરી શકો છે. આ બધી સર્વિસિ પાડોશમાં, સંપૂર્ણપણે પેપર લેસ રીતે સંભવ છે અને હંમેશા ઉપલબ્ધ છે..!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.